Select Page

ભાજપ સરકાર હિન્દુત્વની સરકાર છે-ઋષિભાઈ પટેલ

વિસનગર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ઋષિભાઈ પટેલનો ઝંઝાવતી ચુંટણી પ્રચાર

  • કોંગ્રેસના શાસનમાં પાણીનો હવાડો બનાવવા પણ લોકોને ફાંફા પડતા હતા, અવાર નવાર કોમી રમખાણો થતા હતા, જયારે ભાજપ સરકારમાં શાંતી, સલામતી અને વિકાસ છે- ઋષિભાઈ પટેલ
  • ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એકપણ સીટ આવવાની નથી, આમ આદમી પાર્ટી કોંગ્રેસની બી ટીમ છે – ઋષિભાઈ પટેલ

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં વિસનગર બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે ત્રિપાંખીયો ચુંટણી જંગ ખેલાઈ રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીના ઉમેદવારો દિવસ-રાત ગામેગામ સભાઓ ગજવી મતદારોને રીઝવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેમા ભાજપના ઉમેદવાર ઋષિભાઈ પટેલના ચુંટણી પ્રચારમાં ગ્રામજનોની ભારે ભીડ જોવા મળતા અત્યારથી જ જાણે વિસનગર બેઠક ઉપર ઋષિભાઈનો વિજય થયો હોય તેવો કાર્યકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ગુજરાત વિધાનસભાની યોજાનાર ચુંટણીમા વિસનગર બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા ગામે ગામ ચુંટણી પ્રચાર થઈ રહ્યો છે. જેમાં ભાજપના ઉમેદવાર ઋષિભાઈ પટેલનું ગામેગામ ઢોલ નગારા તથા આતશબાજી કરીને ભવ્ય સન્માન કરવામાં આવ્યુ હતુ. ગામના આગેવાનોએ ભાજપ સરકારમાં ઋષિભાઈ પટેલે છેલ્લા ૧પ વર્ષના શાસનમાં પોતાના ગામમાં કેટલા રૂપિયાના કયા કયા વિકાસ કામો કર્યા તેની ગ્રામજનોને માહિતી આપી હતી. જેમાં તાલુકાના દરેક ગામમાં કરોડો રૂપિયાના વિકાસ કામો કર્યા હતા. ગામના વિકાસ કામોને ધ્યાને રાખી આગેવાનોએ મતદાનના દિવસે બધા કામ પડતા મુકી ભાજપને એટલે કે ઋષિભાઈને મત આપવા ગ્રામજનોને અપીલ કરી હતી. ત્યારે ગ્રામજનો પોતાનું સમર્થન આપીરહ્યા હતા. આ ચુંટણી પ્રચારમાં ઋષિભાઈએ સભા સંબોધતા કોંગ્રેસ ઉપર આકારા પ્રહારો કરતા જણાવ્યુ હતુ કે કોંગ્રેસના નેતાઓ અંદરો અંદર લડાવી લોકોમાં વૈમનસ્ય ઉભુ કરી રાજનિતિ કરી રહી છે. કોંગ્રેસમાં નેતૃત્વનો અભાવ હોવાથી કોંગ્રેસ અત્યારે મૃતપાય હાલતમાં છે. જેના કારણે ચુંટણીમાં કોંગ્રેસને ઉમેદવારો મળતા નથી. કોંગ્રેસ માત્ર ખાનુ (બોક્સ) પુરવા માટે ઉમેદવાર ને ઉભા રાખે છે. જયારે આમ આદમી પાર્ટીની નેતાગીરી ઉપર પ્રહારો કરતા જણાવ્યુ હતુ કે આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતની પ્રજાને મફતમાં પ્રાથમિક સુવિધાઓ આપવાનું વચન આપીને ગુમરાહ કરી રહી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એકપણ સીટ આવવાની નથી. આપ પાર્ટી કોંગ્રેસની બી ટીમ છે. જયારે ભાજપના છેલ્લા ર૭ વર્ષના શાસનમાં સુરક્ષા સલામતી અને વિકાસ છે. ભાજપ સરકારે ખેડુતો, પશુપાલકો, ગરીબો, વિધવા બહેનો તથા વૃધ્ધો માટે અનેક જન કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી છે. જેનો લાખ્ખો નાગરીકોએ લાભ લીધો છે. ભાજપ સરકાર વિકાસની રાજનીતી કરે છે. આપણા જીલ્લાના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે કાશ્મીરમાં બંદુકમાંથી એકપણ ગોળી છોડ્યા વગર ૩૭૦ ની કલમ દૂર કરવાનું તથા હિન્દુઓની આસ્થાનું સ્થળ રામ જન્મભૂમિ અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામમંદિર નિર્માણનું ઐતિહાસિક કામ કર્યુ છે. ગુજરાતના સુપ્રસિધ્ધ ધાર્મિક સ્થળોના વિકાસ કાર્ય માટે કરોડો રૂપિયા ફાળવ્યા છે. જેમા સુપ્રસિધ્ધ પાવાગઢના મહાકાળી મંદિરમાં પ૦૦ વર્ષ બાદ ધજા ચડાવવાનું ઐતિહાસિક અકલ્પનીય કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યુ છે. જયારે ઉત્તર ગુજરાતના ખેડુતોને સિંચાઈ માટે રૂા. ૮૦૩૪ કરોડ રૂપિયા ફાળવ્યા છે. સુજલામ સુફલામ કેનાલમાં ૧૦૦૦ ક્યુસેક પાણીના વહનની ક્ષમતા હતી. તેની જગ્યાએ ર૦૦૦ ક્યુસેક પાણીના વહનની ક્ષમતા વધારવા રૂા.૧પ૦૦ કરોડ ફાળવ્યા છે. ઉત્તર ગુજરાતની રૂપેણ, પુષ્પાવતી, ખારી તથા સરસ્વતી નદીના પાણી માટે ચેકડેમ બનાવવા રૂા. ૪૧૦ કરોડ ફાળવ્યા છે. ભાજપ સરકારે ખેડુતો અને પશુપાલકોની સતત ચિંતા કરી છે. કોંગ્રેસના શાસનમાં ગામમાં ખાલી પાણીનો હવાડો બનાવવા ફાંફાં પડતા હતા. ગ્રામ પંચાયતનું વિજળી બીલ ભરવાના પૈસા નહતા. કોંગ્રેસના શાસનમાં અવાર નવાર કોમી રમખાણો થતા હતા. જયારે ભાજપના શાસનમાં શાંતી, સલામતી અને વિકાસ છે. ખેતરોના નેળીયામાં પાકા રોડ છે. ઋષિભાઈએ અગાઉની ત્રણ ટર્મની જેમ આ ચુંટણીમાં કમળના નિશાન ઉપર મતદાન કરી જંગી બહુમતીથી વિજયી બનાવવા દરેક ગામના મતદારોને આહૃવાન કર્યુ હતુ. જો કે. આ ચુંટણી જીત્યા પછી ઋષિભાઈ પટેલ ગુજરાત સરકારમાં કોઈપણ સારા ખાતાના મંત્રી બનશે તેવુ વિચારી દરેક ગામના દરેક સમાજના આગેવાનોએ ભાજપની પડખે રહેવાની લાગણી વ્યક્ત કરી હતી. આ ચુંટણી પ્રચારમાંં ભાજપના ઉમેદવાર ઋષિભાઈ પટેલની સાથે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ (કાંસા), જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ પટેલ (આર.કે.), તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ રાજુભાઈ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સતીષભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ ગળીયા, સામાજીક કાર્યકર કમલેશભાઈ જી.પટેલ, નટુભાઈ પટેલ(સદુથલા), તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન મુકેશભાઈ ચૌધરી, પાલિકા ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, વાલમ સરપંચ હિરેનભાઈ પટેલ, એ.પી.એમ.સી. ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, વાઈસ ચેરમેન હરેશભાઈ ચૌધરી, એ.પી.એમ.સી. ડિરેક્ટર એલ.કે.પટેલ, ડૉ.જયંતભાઈ પટેલ (કાંસા), , તાલુકા ભાજપના પુર્વ પ્રમુખ પી.કે.પટેલ, કે.સી.પટેલ (કાંસા), જીલ્લા ભાજપ યુવા મોરચાના પુર્વ પ્રમુખ નિરવભાઈ પટેલ, તાલુકા પંચાયત સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અંકિતભાઈ પટેલ, ઉપપ્રમુખ મહેશજી ઠાકોર, રાજુભાઈ પરમાર (કાંસા એન.એ.), અરવિંદજી ઠાકોર (ગોઠવા), અરવિંદભાઈ પટેલ (ઘાઘરેટ), એ.પી.એમ.સી. ડિરેક્ટર રાજીવ પટેલ, ચેતનભાઈ બેટરી, મજેશભાઈ ભાંખરીયા, તાલુકા સદસ્ય સરોજબેન પ્રજાપતિ, અરૂણાબેન ભોજક, કિન્નલ વ્યાસ સહીત ભાજપના કાર્યકરો તબક્કાવાર હાજરી આપી રહ્યા હતા. આ ચુંટણી પ્રચારમાં પાંચથી છ આગેવાનો સ્ટાર પ્રચારક તરીકે સાબીત થયા હતા. જેમની રોજે રોજ સવારે ૯-૦૦ થી રાત્રીના ૧૦-૦૦ સુધીની સતત હાજરીની તાલુકાના મતદારોએ પણ નોંધ લેતા આ ચુંટણીમાં હવે ઋષિભાઈનો કેટલા મતોની લીડથી વિજય થશે તેની ચોરે ને ચૌટે ચર્ચાઓ ચાલી રહી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts