જે તરફથી ટ્રેન આવતી હોય તે બાજુનો ફાટક બંધ કરવો જોઈએ- મનુજી ઠાકોરટ્રેનના સમયે તમામ ફાટકો બંધ કરવાથી ટ્રાફીક સમસ્યા
વિસનગરમાં અવર જવર કરતી ચાર ટ્રેનના કારણે ટ્રાફીક સમસ્યા એટલ હદે વકરી છે કે હવે ટ્રાકીફ નિયમિત માટે જન આંદોલન થાય તો નવાઈ નહી. સ્ટેશન ઉપર ટ્રેન આવવાના સમયે તમામ ફાટક બંધ કરી દેતા વધારે ટ્રાફીક જામ થઈ જાય છે. આવા સંજોગોમાં શહેર કોંગ્રેસના પુર્વ પ્રમુખ મનુજી ઠાકોરે જણાવ્યુ છે કે જે તરફથી ટ્રેન આવતી હોઈ તે તરફનો ફાટક બંધ કરવામાં આવે તો અન્ય ફાટક ઉપર ટ્રાફીકમા રાહત મળી શકે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માનવ રહીત ફાટકના અભિગમનો વિસનગરમાં અસ્વિકાર કરીને હવે લોકો પસ્તાઈ રહ્યા છે. વરેઠા-ગાંધીનગર અને વડનગર-વલસાડ ફક્ત બે જ ટ્રેનની દિવસમાં ચાર વખત અવર જવર છે. તેમ છતા ટ્રાફીક ચક્કા જામના દ્રશ્યો હવે રોજના બની ગયા છે. ટ્રેનના સમયે ફાટક ઉપર પોલીસ કે જી.આર.ડી. જવાનો જોવા મળતા નથી. વળી ગંજ બજાર અને એમ.એન.કોલેજ ફાટકના રસ્તે રોડ સાઈડના વાહનોના પાર્કિંગથી ટ્રાફીક સમસ્યા વિકરાળ બની જાય છે.
ટ્રેનના સમયે ત્રણે ફાટક ઉપર એક સાથે ટ્રાફીક જામ પાછળ રેલ્વે તંત્ર પણ જવાબદાર છે. વડનગર કે મહેસાણા તરફથી ટ્રેન આવવાની થાય ત્યારે ત્રણેય ફાટક બંધ કરી દેવામા આવે છે. આ સમયે એવી પરિસ્થિતિ હોય છે કે શહેરમાં એક તરફથી બીજી તરફ આવવાનો કોઈ માર્ગ રહેતો નથી. કાર અને ટુ વ્હીલર જેવા સાધનો સ્મશાન પાસેના અંડર પાસમાંથી જઈ શકે છે. પરંતુ મોટા વાહન માટે કોઈ માર્ગ રહેતો નથી.
ટ્રેનના સમયે શહેરના ફાટકો ઉપર ટ્રાફીક હળવો થાય તે માટે શહેર કોંગ્રેસંના પુર્વ પ્રમુખ મનુજી ઠાકોરે જણાવ્યુ છે કે એક સાથે ત્રણે ફાટક બંધ કરવામા આવે તે ખોટુ છે. જે બાજુથી ટ્રેન આવવાની હોય તે બાજુનો જ ફાટક બંધ કરવો જોઈએ. ટ્રેન ઉપડવાની થાય ત્યારે બીજા ફાટક બંધ કરવા જોઈએ. ટ્રેનના સમયે ફાટક બંધ રહેવાનો સમય ૧૦થી ૧પ મિનિટ જેટલો હોય છે. કેટલીક વખત ફાટક બંધ રહેવાનો સમય વધારે પણ હોય છે. ફાટક બંધ હોય ત્યારે એક તરફથી બીજી તરફ જઈ શકાતુ નથી. કોઈ આપત્તી સમયે ત્રણે ફાટક બંધ હોવાથી મોટી મુશ્કેલી થાય તેમ છે. વળી ટ્રેન ૧૦થી ૧પકિ.મી દૂર હોય ત્યારથી ત્રણેય ફાટક બંધ કરી દેવામાં આવે છે. જે બાજુથી ટ્રેન આવતી હોય તે બાજુનો ફાટક બંધ કરવામા આવે તો અન્ય ફાટક ઉપરથી ટ્રાફીકની અવર જવર રહી શકે. ત્રણે ફાટક બંધ રહેવાથી વાહનચાલકો પીડાય છે ત્યારે આ બાબતે વિચાર કરવો જોઈએ.