Select Page

વિસનગરની એસ.કે.યુનિવર્સિટિના પ્રેસિડેન્ટપ્રકાશભાઈ પટેલને આનર્ત ગુર્જરીનો શ્રેષ્ઠ શૈક્ષણિક પુરસ્કાર

સમગ્ર ઊત્તર ગુજરાતમાં ૧૯૮૮ થી કાર્યરત એવી આનર્ત ગુર્જરી સંસ્થા કે જે સામાજિક, શૈક્ષણિક, રંગભૂમિ તથા રાજનૈતિક જેવી વિવિધ શ્રેણી માં નોંધનીય યોગદાન પ્રદાન કરનાર વિરલ વ્યક્તિતવ નું દર વર્ષે સન્માન કરે છે. સાંકળચંદ પટેલ યુનિવર્સિટિના પ્રેસિડેન્ટ અને નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના પ્રમુખ પ્રકાશભાઈ પટેલને શૈક્ષણિક શ્રેણી અંતર્ગત ૨૦૨૩ વર્ષનો એવાર્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ અંતર્ગત ઉત્તર ગુજરાતના પૌરાણિક મહત્વ, ભૌગોલિક પરિસ્થિતી અને વ્યક્તિ વિશેષ બાબતે ચર્ચા કરવામાં આવી. આ દરમ્યાન ઉત્તર ગુજરાતના સ્વતંત્ર સેનાની સાથે શૈક્ષણિક ક્રાંતિની પહેલ કરનાર આદરણીય સ્વ.શ્રી સાંકળચંદ પટેલ દાદાને યાદ કરવામાં આવ્યા. વિસનગરના “નગર શેઠ” કે જેમને “તું તારા બાળકોને પેટે પાટા બાંધીને પણ ભણાવજે” સૂત્ર સાથે કન્યા કેળવણીને પણ મહત્વ આપ્યું હતું. આજે સાંકળચંદ પટેલ યુનિવર્સિટિ માત્ર ૭ વર્ષના ટૂંકા ગાળામાં જે હરણફાળ ભરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓ હાંસલ કરી રહી છે તેનો પરિચય આપવા માં આવ્યો. આ પ્રસંગે આનર્ત ગુર્જરી , વેલકમ ગ્રુપ મહેસાણા તથા સિનિયર સિટીજન હોમ જેવી સંસ્થાના હોદેદારો એ.કે.શાહ, મુરબ્બી ઇન્દુભાઈ ભટ્ટ તથા ડો.વાય.ટી.પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે સાંકળચંદ પટેલ યુનિવર્સિટિના રજિસ્ટ્રાર ડો.કે.એ. પટેલ, ડિરેક્ટર ઓફ ટેકનિકલ કૌર્સીસ ડો.એચ.એન. શાહ તથા પ્રોવોસ્ટ ડો.પી.એમ.ઉદાની હાજર રહી આનર્ત ગુર્જરી અને અન્ય સંસ્થાને આવકારી આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આભારવિધિ ડો.અભિજીતસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us