ર્ડા.સ્મિતાબેન જોષી અને ર્ડા.શુકલાબેન રાવલના ભગીરથ પ્રયાસથીડાયાબીટીસ ધરાવતા બાળકોના લાભાર્થે અભિયાન અમેરિકામાં છવાયુ
ભારતમાં ડોઁ.સ્મિતાબેન જોષી, ડોઁ.શુકલાબેન રાવલ તેમજ ર્ડા.વાસુદેવ રાવલ ટ્રસ્ટની ચોથી પેઢીનાં બે યુવા ડોક્ટરો ડો.રાજા અને ડો.મન દ્વારા લાખોની સંખ્યામાં ડાયાબિટીસ ધરાવતાં બાળકોના લાભાર્થે જે જનજાગૃતિ અભિયાન ચાલી રહ્યું હતું તે ગ્લોબલ બની રહ્યું છે.
ડો.સ્મિતાબેન કેતનભાઈ જોષીએ વર્લ્ડના અતિ પ્રતિષ્ઠિત ઓર્ગેનાઈઝેશન આપી-યુ.એસ.એ. ના ગ્લોબલ પ્લેટફોર્મ ઉપર પોતાનું વક્તવ્ય આપી સ્પિરિટ ઓફ ઈન્ડીયા એન્ડ વુમન ઈમ્પાવરમેન્ટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતુ. આપી-યુ.એસ.એ., અમેરીકન એસોશિયેશન ઓફ ફિજીશિયન્સ ઓફ ઈન્ડિયન ઓરિજીન એ ભારતીય મૂળનાં અમેરિકામાં પ્રેકટીસ કરતાં ડોક્ટરોનું એસોશિયેશન છે. જે અમેરીકા તથા ભારતની હેલ્થ કેર સિસ્ટમ સાથે સંલગ્ન છે. ડો.સ્મિતાબેન જોષીએ આપી વુમન્સ ફિજીશિયન્સ કમિટી સાથે ગેસ્ટ ઓફ ઓનર શ્રી જગદ્દગુરુ સાંઈમા તથા અમેરીકાનાં અતિ પ્રતિષ્ઠિત ડો.આશા પિલ્લાઈ, ડો.રચના કુલકર્ણી, ડો.સૌજન્યા પુલુરુ, ડો.હેમાબિંદુ ગડીપટી, રાખી અગ્રવાલ, રીતુપર્ણા સેનગુપ્તા, ભારતીય અભિનેત્રી સાથે સ્ટેજ ઉપર સ્થાન મેળવ્યુ હતુ.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વિચારધારા “વસુધૈવ કુટુંબકમ” વન વર્લ્ડ – વન ફેમિલી, હાઉ પીપલ ટુ પીપલ ટાઈસ ફોર બેટર વર્લ્ડ ને અનુલક્ષીને ડો.સ્મિતાબેન જોષી દ્વારા હેલ્થ કેર સેક્ટરમાં અમેરીકા-ભારતની ભાગીદારી ખાસ કરીને ટાઇપ ૧ ડાયાબિટીસ બાળકોના લાભાર્થે અંતર્ગત અત્યંત હૃદયસ્પર્શી વક્તવ્ય આપવામાં આવ્યું હતું. ડો.સ્મિતાબેન જોષીએ હર હાઈનેસ રૂચિરા કંબોઝ, એમ્બેસેડર યુએન ટુ ઈન્ડીયા, ન્યુયોર્ક ખાતે ઓર્ગેનાઈઝીંગ કમિટીમાં પોતાનું યોગદાન આપી પ્રધાનમંત્રીની આગેવાનીમાં ઈન્ટરનેશનલ યોગા ડે સેલીબ્રેશન તથા વોશિંગ્ટન ડીસી ખાતે વાઈટ હાઉસમાં પ્રધાનમંત્રીશ્રીની વેલકમ સેરેમનીની ઉજવણીમાં ભાગ લીધો હતો. તેમજ જોઈન્ટ મિટીંગ ઓફ યુએસ કોંગ્રેસ પ્રધાનમંત્રીશ્રીના ઐતહાસિક વક્તવ્યના સાક્ષી બની ગુજરાતની આ દિકરીએ અમેરીકાની સંસદમાં અમેરીકન સંસદોને પોતાની જગ્યા પરથી ૧૫ વાર ઊભા થઈ પ્રધાનમંત્રીશ્રીને સ્ટેન્ડીંગ ઓવેશન આપતા નિહાળ્યા હતા.
ડો.સ્મિતાબેન જોષી દ્વારા પણ આંખોમાં હર્ષના આંસુ સાથે ૧૫ વાર ઊભા થઈ અમેરીકાની સંસદમાં પ્રધાનમંત્રીશ્રીને સ્ટેન્ડીંગ ઓવેશન આપવામાં આવ્યુ હતુ. ડો.સ્મિતાબેન જોષીએ પ્રધાનમંત્રી સાથે વોશિંગ્ટન ડીસી ખાતે રોનાલ્ડ રીગન હોલમાં ઈન્ડીયન ડીએસ્પોરાની ઉજવણીમાં પણ ભાગ લીધો હતો. અતિ ગૌરવની બાબત તો એ છેકે ડો.સ્મિતાબેન જોષીના ફોટાને પ્રધાનમંત્રી દ્વારા તેમના ટ્વીટર એકાઉન્ટ ઉપર પણ મૂકવામાં આવ્યો હતો.
ગુજરાતની દિકરી ર્ડા.સ્મિતાબેન જોષીની હિંમતને દાદ દેવી પડે. જે અમેરિકામાં દરેક સ્ટેટમાં ન્યુજર્સી, ન્યુર્યોક, વોશિગ્ટન ડીસી, ઈલિનોઈસ-શિકાગો, ફલોરીડા, પેન્સિલ્વેનિયા, ટેક્સાસ, કેલીફાર્નિયા વગેરે ખાતે પ્રવાસ કરી ગુજરાતી ર્ડાક્ટર કન્વેન્શન, ગુજરાતી કન્વેન્શન, JAINA કન્વેન્શન, AAPI કન્વેન્શન વગેરેમાં પોતાનું વક્તવ્ય આપી, હેલ્થ કેર સેક્ટરમાં અમેરીકા-ભારતની ભાગીદારી ખાસ કરીને ટાઇપ ૧ ડાયાબિટીસ બાળકોનાં લાભાથેઁ પોતાનો સંદેશો ફેલાવી રહ્યા છે.
ભારતની નારી શક્તિના આ અભિયાનને અમેરિકામાં પૂજ્યશ્રી દિપકભાઈ દેસાઈ, દાદા ભગવાન ફાઉન્ડેશન, શ્રી શ્રી રવિશંકર ગુરુદેવ તથા શ્રી સાંઈમા ના આશિર્વાદ પ્રાપ્ત થયા છે તથા યુ.એસ.એ. વિવિધ સ્ટેટના પ્રેસિડન્ટ, મેયર, નામાંકિત ર્ડાક્ટર, આપી યુ.એસ.એ. પ્રેસિડન્ટ વિગેરે તરફથી શુભેચ્છા પ્રાપ્ત થયેલ છે.