Select Page

લક્ષચંડી મહાયજ્ઞમાં લાખ્ખો દર્શનાર્થીઓના ટ્રાફીકની વ્યવસ્થા માટે વિસનગરથી ઉંઝા દર ૧૦ મિનીટે એક્સ્ટ્રા બસ દોડશે

લક્ષચંડી મહાયજ્ઞમાં લાખ્ખો દર્શનાર્થીઓના ટ્રાફીકની વ્યવસ્થા માટે વિસનગરથી ઉંઝા દર ૧૦ મિનીટે એક્સ્ટ્રા બસ દોડશે

લક્ષચંડી મહાયજ્ઞમાં લાખ્ખો દર્શનાર્થીઓના ટ્રાફીકની વ્યવસ્થા માટે
વિસનગરથી ઉંઝા દર ૧૦ મિનીટે એક્સ્ટ્રા બસ દોડશે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ઉંઝા લક્ષચંડી મહાયજ્ઞના દિવસોમાં ભાદરવી પૂનમે દાંતામાં જેવો ટ્રાફીક થાય છે તેવો વિસનગરમાં ટ્રાફીક રહેવાની શક્યતા છે. લાખ્ખો દર્શનાર્થીઓને લાવવા લઈ જવા માટે વિસનગરથી ઉંઝા વચ્ચે એસ.ટી.તંત્ર દ્વારા એકસ્ટ્રા બસની વ્યવસ્થા કરવામાં આવી છે. દર ૧૦ મિનીટે એક બસ દોડાવી શકાય તેવી વ્યવસ્થા વિસનગર ડેપો દ્વારા કરવામાં આવી છે. જે માટે વિસનગર ડેપોમાં અલગ અલગ મંડપ બાંધી સ્ટેન્ડની વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉંઝા મા ઉમિયા લક્ષચંડી મહાયજ્ઞમા વિશ્વભરમાંથી પાટીદારો દર્શનાર્થે આવશે. લક્ષચંડી મહાયજ્ઞમા તમામ સમાજને આમંત્રણ તથા આ ધર્મોત્સવમાં ૫૧ શક્તિપીઠ દર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો, ધર્મસભા, બાળનગરી, હેલીકોપ્ટર પુષ્પવર્ષા, નિઃશુલ્ક ભોજન પ્રસાદ, સ્ટોલ્સ અને એક્ઝીબીશન જેવા વિગેરે આકર્ષણો હોવાથી અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામા લક્ષચંડી મહાયજ્ઞ દર્શનનો લાભ લેશે. આ મહોત્સવ માટે વિસનગરમા રહેવા, જમવા, તબીબી વિગેરે સેવાઓ માટેનું આયોજન કરવામાં આવ્યુ છે. આ મહોત્સવમા ભાગ લેવા પદયાત્રીકો પણ મોટી સંખ્યામાં ઉંઝા પહોંચશે. ૫૦ લાખથી પણ વધારે દર્શનાર્થીઓ ધર્મોત્સવનો લાભ લે તેવી શક્યતા છે. ત્યારે મા ઉમા લક્ષચંડી કુંભમેળામા થનાર ઘસારાને ધ્યાને રાખી મહેસાણા ડીવીઝન દ્વારા મહેસાણા, વિસનગર અને ઉંઝા બસ ડેપોમાંથી બસ વ્યવહારનું આયોજન કરવામાં આવ્યુ છે. વિસનગર ડેપોમાંથી લક્ષચંડી મહોત્સવમા પહોચવા દર ૧૦ મિનીટે એક્સ્ટ્રા બસ રવાના થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વિસનગર ડેપો મેનેજર ગુંજનભાઈ પંચાલે જણાવ્યું છે કે, લક્ષચંડી મહાયજ્ઞ ધર્મોત્સવ દરમિયાન ૨૪ કલાક વિસનગરથી ઉંઝા ઈન્ટરસીટી કનેક્શન ચાલુ રહેશે. વિસનગર, વાલમ, તરભ, ઐઠોર થઈ ઉંઝા કેવળેશ્વર મહાદેવ સુધી બસો આવતી જતી રહેશે. ૨૦ થી ૨૫ મિનીટના રૂટના ટાઈમ પ્રમાણે લક્ષચંડી માટે ૧૫ થી ૨૦ બસ સ્ટેન્ડ રાખવામાં આવશે. ટ્રાફીક ઓછો હોય તો ૧૫ થી ૨૦ મિનીટે એક બસ દોડશે. ઉંઝા લક્ષચંડીથી પરત ફરતા યજ્ઞશાળાની સામે કેવલેશ્વર મહાદેવની બાજુમાં પાર્કિંગ બુથ-૧ થી બસ મળી રહેશે. જ્યારે વિસનગર ડેપોમા લક્ષચંડી મહોત્સવ જવા અલગ મંડપ વ્યવસ્થા કરી સ્ટેન્ડ ઉભુ કરવામાં આવશે. તેવું વિસનગર લક્ષચંડી મહોત્સવના મુખ્ય કન્વીનર કિર્તીભાઈ પટેલે જણાવ્યુ છે. લક્ષચંડી મહાયજ્ઞમા જવા માટે ઉંઝા આસપાસના માર્કેટમા તેમજ લક્ષચંડીના પાર્કિંગમા એટલા બધા વાહનોનો ટ્રાફીક હશે કે ખાનગી વાહન લઈને જવા માટે બસની સુવીધાજ વધારે અનુકુળ રહેશે. એસ.ટી.તંત્ર દ્વારા બસ સેવા શરૂ કરવામાં આવનાર છે ત્યારે તેનો લાભ લેવા વિસનગર લક્ષચંડી કમિટી દ્વારા જણાવાયુ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us