Select Page

સ્ટેટ મોનીટરીંગ સેલની રેડમા ૯ વિરૂધ્ધ ફરિયાદશાળાનો વિદ્યાર્થી વરલીમટકાના આંકડા લખાવતો હોવાનુ ખૂલ્યુ

સ્ટેટ મોનીટરીંગ સેલની રેડમા ૯ વિરૂધ્ધ ફરિયાદશાળાનો વિદ્યાર્થી વરલીમટકાના આંકડા લખાવતો હોવાનુ ખૂલ્યુ

વિસનગરમાં ચાલતી અસમાજીક પ્રવૃત્તિઓ ઉપર પોલીસની કોઈ રોક ટોક નહી હોવાથી હવે શાળામાં અભ્યાસ કરતુ યુવાધન આ બદી તરફ વધ્યુ હોવાની ચોકાવનારી વિગત સ્ટેટ મોનીટરીંગ સેલની રેડમા જાણવા મળી છે. સ્ટેટ મોનીટરીંગ સેલે ઉમિયા માતાના મંદિર વિસ્તારમાં રેડ કરી વરલી મટકાનો જુગાર લખનાર, લખાવનાર અને સંચાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરી છે. આ રેડમાં નૂતન હાઈસ્કુલમા અભ્યાસ કરતો એક વિદ્યાર્થી પણ વરલીના આંકડા લખાવતો હોવાનુ પોલીસ ફરિયાદમા જણાવ્યુ છે. નૂતન હાઈસ્કુલે પોલીસ સ્ટેશને મોબાઈલ નંબર આધારે વિદ્યાર્થીની તપાસ કરી તેના વાલીને જાણ કરવી જોઈએ. જેથી બીજો કોઈ વિદ્યાર્થી આવી બદી તરફ વળે નહી.
ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગના સેલને બાતમી મળી હતી કે, વિસનગર ઉમિયા માતાના મંદિરની બાજુમા મારવાડી વાસના મહોલ્લામા અને આથમણા વાસના નાકે પ્રા.શાળા નં.૩ પાસે વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમાઈ રહ્યો છે. પોલીસે એસ.આર.પી. સાથે વિસનગર આવી રેડ કરી હતી. જેમાં મારવાડીવાસમાં બાબુજી ઠાકોર નામનો શખ્સ આંકડા લખતો અને વિપુલ ભીલ નામનો શખ્સ આંકડા લખાવતો ઝડપાયો હતો. બાબુજી ઠાકોરે જણાવેલ કે, સુરેશજી ઉર્ફે સુજલ પોપટજી તથા તેનો ભાગીદાર રવિ પટેલ જુગારનુ આ સેન્ટર ચલાવે છે. તેમનો માણસ ગાંડાજી ઠાકોર વલણ ચુકવવાનુ અને હિસાબ લેવાનુ કામ કરે છે.
આથમણા વાસના નાકે પ્રા.શાળાનં.૩ પાસે વરલી મટકાનો જુગાર રમાતો હોવાની બાતમી આધારે રેડ કરતા ત્યા આથમણાવાસનો દલપતજી ભટાજી ઠાકોર મોબાઈલ ઉપર વરલી મટકાના આંકડા લખતા ઝડપાયો હતો. જે અલગ અલગ નંબર ઉપરથી આંકડા લખવાના મેસેજ આવ્યા હતા. તેના મોબાઈલ નંબર સાથેના સ્ક્રીન શોટ પોલીસ લીધા હતા. દલપતજી ઠાકોરે પટણી દરવાજાનો મકસુદ સાબુવાલાને વેપાર કપાવતો હોવાનુ જણાવ્યુ હતુ. દલપતજી ઠાકોરના મોબાઈલ નંબર ઉપર જે મોબાઈલ ઉપરથી આંકડા લખાવાના મેસેજ આવેલા તેમાથી એક નંબર ગુંદીખાડ પરમા રહેતો પકાભાઈ ઠક્કરનો હતો. જ્યારે એક નંબર નૂતન હાઈસ્કુલમા અભ્યાસ કરતા વિદ્યાર્થીનો હોવાનુ જણાવ્યુ હતુ. વિદ્યાર્થીઓના નામ અને સરનામાની ખબર નથી. પોલીસે બંન્ને રેડમાં કુલ રૂા.૧૦,૩૪૦/- નો મુદ્દામલ જપ્ત કર્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલની ફરિયાદ આધારે પોલીસે બાબુજી ભોખરજી ઠાકોર, વિપુલ રણજીતભાઈ ભીલ, દલપતજી ભટાજી ઠાકોર, સુરેશજી ઉર્ફે સુનીલ પોપટજી ઠાકોર, રવિ પટેલ પિતાનુ નામ સરમાનુ જણાવ્યુ નથી. ગાંડાજી ઠાકોર, મકસુદ સાબુવાલા, પકાભાઈ ઠક્કર તથા મોબાઈલ નંબર ધરાવતા શાળાના વિદ્યાર્થી વિરૂધ્ધ જુગાર ધારા મુજબ ગુનો દાખલ કર્યો હતો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us