Select Page

ચિમનાબાઈ સરોવર સિંચાઈ સમિતિની ડભોડા ફિડરમાં પાણી છોડવા માગણી

ચિમનાબાઈ સરોવરએ ખેરાલુ તાલુકાની જીવાદોરી છે. ધરોઈ ડેમ ઓવરફ્લો થતા સાબરમતી નદીમાં પાણી છોડી દેવામા આવે છે. પરંતુ ચિમનાબાઈ સરોવર સુધી પાણી પહોચ્યુ નથી. હાલમા ડભોડા ફિડરનુ રીપેરીંગ થતા ઈજનેરો દ્વારા ચિમનાબાઈ સરોવરમાં પાણી પહોચાડવાની પરમિશન અપાઈ નથી. ડભોડા ફિડર ફેબ્રુઆરી-ર૦ર૩મા ડેમેજ થયુ હતુ. છ મહિના પછી હવે ચોમાસામા રીપેરીંગ થતા નદીમાં વેડફાઈ જતા પાણીને ચિમનાબાઈ સરોવર સુધી પહોચાડી શકાતુ નથી. જેથી અકળાયેલા ખેડુતો દ્વારા ચિમનાબાઈ સરોવર સિંચાઈ સમિતિ સમક્ષ આક્રોશ સાથે રજુઆત કરતા ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને અધિક્ષક ઈજનેર સુજલામ સુફલામ વર્તુળ-ર સમક્ષ રીપેરીંગ અટકાવી ડભોડા ફિડરમાં પાણી છોડવા માંગણી કરાઈ છે. ખેરાલુના પૂર્વ ધારાસભ્ય અને ચિમનાબાઈ સરોવર સિંચાઈ સમિતિના અધ્યક્ષ તથા ઉત્તર ગુજરાતના પાણીવાળી બાઈ તરીકે પ્રસિધ્ધ રમીલાબેન દેસાઈ સમક્ષ ચિમનાબાઈ સરોવરમાં પાણી છોડાવવા ખેડુતોએ માંગણી કરી હતી. રમીલાબેન દેસાઈની સુચનાથી સિંચાઈ સમિતિએ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, અધિક્ષક ઈજનેર સુજલામ સુફલામ વર્તુળ- ર તથા કાર્યપાલક ઈજનેર ધરોઈ નહેર પેટા વિભાગ- ર ને પત્ર લખ્યો છે. ધારાસભ્યને પત્રમા સ્પષ્ટ જણાવ્યુ છે કે રવિ સિઝનમા ડભોડા શાળાની દિવાલ તુટી હતી. છ મહિના દરમ્યાન ફિડર બંધ રાખવામા આવ્યુ હતુ. વારંવાર અધિકારીઓને શાળાના વરંડાનુ તેમજ ચિમનાબાઈ મુખ્ય કેનાલમાં (૧) ગેટ (ર) ફોલ (૩) મુખ્ય કેનાલમા લાઈનીંગ વગેરે કામો ઝડપથી પુર્ણ કરાવવા સેંકડો ફોન કર્યા હતા. છતા પરિણામ શૂન્ય છે. ચિમનાબાઈ સરોવરની સિંચાઈ સમિતિની મિટીંગમા ધરોઈ નહેર પેટા વિભાગ-ર ના અધિકારીને હાજર રાખી કામો ઝડપથી પુર્ણ કરવા જણાવ્યુ હતુ. ત્યારે તેઓએ જણાવ્યુ હતુ કે, ચોમાસામા પણ રીપેરીંગ ચાલુ રહેશે. અમે કામો સમયસર પુર્ણ કરીશુ. હાલ બધા જ કામો ગોકળગાયની ગતીએ ચાલે છે. આકામો ઝડપથી પુર્ણ કરાવી ચિમનાબાઈ સરોવરમા પાણી પુરતા પ્રમાણમાં મળે તે માટે ઘટતી કાર્યવાહી કરવા ધારાસભ્યને વિનંતી કરી છે. ધારાસભ્ય રાજસ્થાનના ભિનમાલ ખાતે ચુંટણી પ્રવાસમાં હોવાથી ખેડુતો ભારે અકળાયા હોય તેવુ લાગે છે.
ચિમનાબાઈ સરોવરની સિંચાઈ સમિતિને પુર્વ ધારાસભ્યની સુચનાથી ધરોઈ નહેર પેટા ધારાસભ્યની સુચનાથી ધરોઈ નહેર પેટા વિભાગ- ર ના કાર્યપાલક ઈજનેરને પણ પત્ર લખ્યો છે. જેમા જણાવ્યુ છે કે ડભોડા ફિડર, કુડા ફિડર દ્વારા ચિમનાબાઈ સરોવરને પમ્પીંગ સ્ટેશનથી ભરવા સરકારે મંજૂરી આપી છે. ડભોડા ફિડરમા ધોવાણ ફેબ્રુઆરી- ર૦ર૩મા થયુ હતુ. જેનુ રીપેરીંગ સાત-આઠ માસ થવા છતા પુર્ણ થયુ નથી. તાત્કાલિક રીપેરીંગ કામ બંધ કરી માટીકામ કરી યુધ્ધના ધોરણે ડભોડા ફિડરમાં પાણી છોડવામાં આવે જેથી ડભોડા ફિડર અને કુડા ફિડર મારફત ચિમનાબાઈ સરોવરમાં મહત્તમ પાણી ભરી શકાય. જેથી રવિ સિઝનમાં પાણી આપી શકાય. ચિમનાબાઈ સરોવરના લાભાન્વિત ગામોમાં પાણીની ખૂબજ અછત છે. બન્ને ફિડર મારફત પાણીની સપાટી ચિમનાબાઈ સરોવરમાં વધે તો રવિ સિઝનમા ખેડુતોને પાણી આપે શકાય તેમ છે. ડભોડા ફિડરનું રીપેરીંગ બંધ કરી તાત્કાલિક પાણી છોડવા માંગણી કરી છે. ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા જે અધિકારીઓની આળસને કારણે ડભોડા ફિડરમાં રીપેરીંગ કામ સમયસર ન થયુ તે અધિકારીઓ ઉપર કાયદેસરના પગલા ભરી કાર્યવાહી કરવા ખેડુતોએ માંગણી કરી છે. પરંતુ રાજકીય છત્ર છાયામા આળસુ અધિકારીઓ વિરૂધ્ધમા કોઈ કાર્યવાહી નહી થાય તેવુ લાગે છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us