Select Page

વિસનગર બ્લડ બેંક ડેન્ગ્યુના વધતા કેસમાં ફૂલ એક્શનમાં

વિસનગર બ્લડ બેંક ડેન્ગ્યુના વધતા કેસમાં ફૂલ એક્શનમાં

તાજેતર માં ડેગ્યું એ માથું ઉચક્યું છે. દરેક દવાખાને ડેગ્યુના દર્દી ઉભરાઈ રહ્યા છે. ડેગ્યુ થાય એટલે દર્દીના બ્લડ માં પ્લેટલેટ ઘટી જાય છે.પ્લેટલેટ એટલે ગુજરાતીમાં ત્રાક કણો કહેવાય છે.કે જે લોહીના અંદર આવેલો બ્લડનો એક ભાગ કહેવાય. નોર્મલ માણસના અંદર બ્લડ ની અંદર પ્લેટલેટ (ત્રાક કણો ) અંદાજિત ૪,૫૦,૦૦૦ થી ૫,૫૦,૦૦૦ સુધી હોય છે. જ્યારે ડેગ્યુ થાય ત્યારે શરૂઆત હોય ત્યારે ડેંક્યુ ના કારણે પ્લેટલેટ ઘટી જાય છે. જે ત્રણ લાખ આસપાસ પણ થઈ જાય છે. ડેન્ગ્યુ ની જ્યારે શરીરમાં વધુ અસર થઈ જાય તો પ્લેટલેટ ઘટવાની ઝડપ વધી જાય છે અને જ્યારે ૧.૫ લાખ અંદર પ્લેટલેટ થઈ જાય તો ફરજિયાત બ્લડ બેંક માં થી બ્લડના પ્લેટલેટ મેળવી ચડાવવા પડે છે. ડેન્ગ્યુ ની વધુ અસરમાં પ્રતિદિન ૧૫ થી ૨૦,૦૦૦ પ્લેટલેટ ઘટતા હોય છે. આવા સંજોગોમાં દર્દીને વધુ તકલીફ ના થાય ત્યારે તાત્કાલિક પ્લેટલેટ ની જરૂર પડે છે.આવા સંજોગોમા દર્દી ને તાત્કાલિક પ્લેટલેટ મળી રહે તેવા શુભ આશય થી વિસનગર વોલન્ટરી બ્લડ બેંકના ચેરમેન રાજુભાઈ પટેલ અને મેનેજિંગ ડાયરેક્ટર કિર્તીભાઈ પટેલ કલાનીકેતને વિસનગર શહેરને આજુબાજુની પ્રજા માટે ૨૪ કલાક પ્લેટલેટ મળી રહે તેવી સુવિધા કરી છે. આમ તો રક્તદાતા એ રક્તદાન કર્યા પછી તે રક્તદાનમાંથી રેડ બ્લડ છૂટું પાડ્યા પછી પ્લેટલેટ અલગથી છૂટા પાડવાના હોય છે.જે માટે ૩ થી ૪ કલાક લાગે છે.તાત્કાલિક રક્તદાતા લાવવા અને રકતદાન કરવું તેમા બ્લડ ટેસ્ટ તથા પ્રોસેસમા એક દિવસ થઈ જાય છે.વળી આવા પ્લેટલેટ નું આયુષ્ય અંદાજિત ફક્ત પાંચ જ દિવસનું હોય છે.જેથી બ્લડ બેંક વધુ આર્થિક ભારણ પડી શકે છે. જેથી પ્લેટલેટ વધુ ડિસ્ટ્રોય કરવા પડે છે. પરંતુ ડેન્ગ્યુના દર્દીઓ માટે તેમના જીવના રક્ષણ અર્થે દર્દીઓને તાત્કાલિક ધોરણે પ્લેટલેટ મળી રહે તેવા આશય થી ૨૪ કલાક પ્લેટલેટ સુવિધાનો શુભારંભ કર્યો છે. વિસનગર વોલન્ટરી બ્લડ બેંક દાતાઓના સહયોગથી, કોપર સિટી વેપારી મિત્રોના સહયોગથી, તેમજ રક્ત દાતાઓના સહયોગથી સુંદર રીતે ચાલી રહી છે. પરંતુ સંસ્થા મેનેજમેન્ટ ટીમ ખૂબ જ ઊંડાણપૂર્વક રસ લઈ વધુમાં વધુ દર્દીઓને મદદરૂપ થવાનો અનેરો પ્રયાસ કરી રહી છે. મેનેજિંગ ડાયરેક્ટર કિર્તીભાઈ પટેલે અંગત રસ લઈ અને ચેરમેન રાજુભાઈ પટેલના માર્ગદર્શનમા પ્લેટલેટ ની ૨૪ કલાક સુવિધા ઉપલબ્ધ કરાવી દીધી છે. જે માટે વિસનગર શહેર તેમજ આજુબાજુના શહેરોના ડોક્ટર મિત્રો એ પણ આ સેવાને આવકારી છે. એટલું જ નહીં પણ ઘણા બધા દર્દીઓને ખોટા ખર્ચાઓ અને જીવના જોખમમાથી બચાવવામાં ૨૪ કલાક પ્લેટલેટ સુવિધા ખૂબ જ ઉપયોગી બની રહેશે. જે ખૂબ જ પ્રશંસનીય કાર્ય છે. વિસનગર વોલન્ટરી બ્લડ બેન્કના ચેરમેન રાજુભાઈ પટેલ એક દાનવીર છે, જ્યારે સ્ડ્ઢ મેનેજિંગ ડાયરેક્ટર કિર્તીભાઈ પટેલ એક કર્મવીર સેવક છે. જેઓ વિસનગર ને માટે ખૂબ જ ઉપયોગી બની રહ્યા છે. ભગવાન બંનેને હજુ પણ વધુ જાહેર જનતાની સેવા કરવાની તક આપે, શક્તિ આપે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી દરેક નગરજનો પ્રાર્થના કરી રહ્યા છે. બ્લડ બેંક માં ડો.પી એન પટેલ તથા સ્ટાફ ડેન્ગ્યુના કારણે બ્લડ બેંકના નિષ્ઠાપુર્વકની સેવા આપી રહ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts