Select Page

તારીખ ૧૮, ૧૯ ,૨૦, ૨૧ ઓક્ટોબર કોપરસીટી ગરબા નાઈટ પ્રોગ્રામનું આયોજન – રાજુભાઈ પટેલ પ્રોજેક્ટ ચેરમેનબ્લડબેંકના લાભાર્થે કોપરસીટી ગ્રુપનો ભવ્ય નવરાત્રી મહોત્સવ

તારીખ ૧૮, ૧૯ ,૨૦, ૨૧ ઓક્ટોબર કોપરસીટી ગરબા નાઈટ પ્રોગ્રામનું આયોજન – રાજુભાઈ પટેલ પ્રોજેક્ટ ચેરમેનબ્લડબેંકના લાભાર્થે કોપરસીટી ગ્રુપનો ભવ્ય નવરાત્રી મહોત્સવ

વિસનગર વોલન્ટરી બ્લડ બેંકમા અત્યારે એકજ બેચની મશીનરી છે. જેનાથી કોઈ પણ મશીન બગડે તો સમગ્ર બ્લડ બેંકની પ્રોશેસ બંધ થઈ જાય છે. તો ક્યારેક રક્તનો સ્ટોક બગડવાની પણ પરિસ્થિતિ ઉભી થાય છે. રાજુભાઈ પટેલ આર.કે., કિર્તિભાઈ પટેલ કલાનિકેતન અને તેમની ટીમના સંચાલન બાદ બ્લડ બેંકમાં રક્તની બોટલોની માંગ વધી છે. ત્યારે બ્લડ બેંકની સેવા અવિરત રહે તે માટે બીજા બેચની મશીનરી માટે મોટા ફંડની જરૂરીયાત ઉભી થતા નવરાત્રી મહોત્સવનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. જે સેવા કાર્યમાં દાતાઓએ દાન આપી અભુતપુર્વ સહકાર આપી રહ્યા છે. આ સેવા યજ્ઞમા એન્ટ્રી પાસ લેનારને નવરાત્રી ગરબાનો લ્હાવો પણ મળશે અને સાથે સાથે બ્લડ બેંકના વિકાસ ફાળામા પણ સહયોગી બનશે. શહેરના દાતાઓ તથા ગરબા શોખીનોને સાથ સહકાર આપવા કોપરસીટી મરચન્ટ એસો. ગૃપ અને સહયોગી સંસ્થાઓ દ્વારા અપીલ કરવામાં આવી છે.
કોપરસીટી નવરાત્રી મહોત્સવમાં બ્લડ બેન્ક લાભાર્થે નોંધાયેલ મુખ્ય સ્પોન્સર અને સહયોગી જાહેરાત દાતાઓ
♦ ૨,૫૦,૦૦૦ મર્ચન્ટ કોલેજ રાજુભાઈ દાળિયા અને યોગેશભાઈ દાળિયા, ♦ ૨,૫૦,૦૦૦ સેન્ટર પોઇન્ટ જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીઝ, કડા રોડ રાજુભાઈ પટેલ, અનિલભાઈ પટેલ, પરિમલભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ અને હરેશભાઈ પટેલ, ♦ ૨,૫૦,૦૦૦ એપીએમસી વિસનગર ચેરમેન શ્રી પ્રિતેશભાઈ પટેલ, ♦ ૨,૫૦,૦૦૦ હરેશભાઈ પટેલ પૂજા ડેવલોપ પર્સ, ♦ ૧,૦૦,૦૦૦ પટેલ જવેલર્સ વિપુલભાઈ જશવંતભાઈ (લાલાભાઇ) પટેલ, ૧,૦૦,૦૦૦ શ્રીજી બુલીયન ભાવેશભાઈ ભગવાનભાઈ પટેલ, ♦ ૧,૦૦,૦૦૦ ગેટવે શો-રૂમ મહેશજી પ્રતાપજી પરમાર બાપુ, ♦ ૧,૦૦,૦૦૦ સ્પર્શ વીલા પટેલ અનિલભાઈ નારાયણભાઈ શ્ પટેલ રાજેશભાઈ કાનજીભાઈ, ♦ ૧,૦૦,૦૦૦ સમર્થ ડાયમંડ ગોવિંદલાલ માણેકભાઈ પટેલ, ♦ ૧,૦૦,૦૦૦ શૈલેષભાઈ રાવલ સંસ્કૃતિ દાદાજી, ♦ ૧,૦૦,૦૦૦ નટુભાઈ પટેલ તિરુપતિ, ♦ ૫૦,૦૦૦ ઓમકાર પ્લાયવુડ એન્ડ હાર્ડવેર રાજેશભાઈ ડાહ્યાભાઈ પટેલ દલાલ, ♦ ૫૦,૦૦૦ શિવાલયા ડેવલોપરસ પટેલ પ્રવીભાઈ ડાહ્યાલાલ પીડી બિલ્ડર, ♦ ૫૦,૦૦૦ મનીષભાઈ પટેલ બિલ્ડર, ♦ ૫૦,૦૦૦ દેવુભાઈ પટેલ બિલ્ડર, ♦ ૫૦,૦૦૦ ધી કાંસા પીપલ્સ કો-ઓ ક્રેડીટ સો. જશુભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, ♦ ૫૦,૦૦૦ પટેલ ફાર્મ, ઉમેશભાઈ સોમાભાઈ પટેલ, ♦ ૨૫૦૦૦ રાજેશકુમાર ઓમપ્રકાશ પટેલ ગાયત્રી બિલ્ડર્સ, ♦ ૨૫૦૦૦ રીધમ વુમન્સ હોસ્પિટલ એન્ડ એન્ડોસ્કોપી સેન્ટર ડો.વિરલભાઈ નારાયણભાઈ પટેલ, ♦ ૨૫૦૦૦ સ્પર્શ વિલા પટેલ કમલેશ મણીલાલ પટેલ ( મુખી )
વિસનગર શહેરમાં વેપારી સંગઠનના કાર્યો સાથે સાથે આમ જનતાની સેવાના કાર્યક્રમ પણ કોપર સીટી મર્ચન્ટ એસોસિએશન દ્વારા કરવામાં આવે છે. પરિવાર સાથે ગરબા માણી શકાય તે માટે નવરાત્રી મહોત્સવ – કોપર સીટી ગરબા નાઈટનુ આયોજન કરવામાં આવ્યુ છે.આ નવરાત્રી મહોત્સવ વિસનગર વોલન્ટરી બ્લડ બેંક ના લાભાર્થે થશે.જેમાં જાહેર જનતા પણ ભાગ લઈ શકશે, પણ દરેક માટે પ્રવેશ પાસ ફરજીયાત રાખવામાં આવ્યા છે. વિશાલ પાર્ટી પ્લોટમાં નવરાત્રી મહોત્સવ થશે પરંતુ પ્રવેશ પાસ વગર કોઈને પણ પ્લોટ માં પ્રવેશ મળશે નહિ, વિસનગર શહેરમાં વિસનગર વોલન્ટરી બ્લડ બેંક નું સંચાલન કોપરસીટી ગ્રુપ દ્વારા થઈ રહ્યું છે. વિસનગર વોલન્ટરી બ્લડ બેંકને અત્યંત આધુનિક બનાવવામાં આવી છે. પરંતુ આધુનિક બનાવવા જે જે મશીનરી વસાવવામાં આવી છે, તેની એક જ બેચ બની છે. જેથી સિંગલ બેચમાં જ્યારે કોઈપણ મશીનરી બંધ પડે કે કોઈપણ મશીનરી બગડે ત્યારે મશીનરી રીપેર ન થાય ત્યાં સુધી બ્લડ બેંક બંધ રાખવી પડે તેવા સંજોગો ઊભા થાય, બ્લડ બેંકની સેવાઓ અવિરત રહે તે માટે મશીનરી બગડતા બ્લડ બેંકમાં જે કંઈ બ્લડનો સ્ટોક હોય તે બગડવાની સંભાવના પણ ઊભી થાય.બ્લડ બેંકની સેવાઓ અવિરત ચાલુ રહે તે માટે બ્લડ બેંકમાં બીજી મશીનરી બેચ બને તેવી મશીનરી વસાવવા માટે બ્લડ બેંક મેનેજમેન્ટ તૈયારી શરૂ કરી છે. બીજી બેંચ માટેં આર્થિક જરૂરિયાત ઊભી થઈ હોવાથી કોપર સીટી મર્ચન્ટ એસોસિયેશન, કોપરસીટી કોમર્શિયલ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી, સ્વસ્તિક મિત્ર મંડળ અને અંતિમ વિસામો ટ્રસ્ટ સાર્વજનિક સ્મશાન ગૃહ ના સંયુક્ત પણે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.નવરાત્રી મહોત્સવના આયોજન થી મુખ્ય સ્પોન્સર સહયોગી દાતાઓ દ્વારા અને જાહેરાત દાતા ઓ દ્વારા વિવિધ દાન એકત્ર કરવામાં આવશે. તેમજ દરેક નાના મોટા દાતાઓને પાસ વિતરણ કરવામાં આવશે. નવરાત્રી મહોત્સવ દ્વારા મોટુ દાન એકત્ર કરવાનુ આયોજન છે. આ માટે કોપર સીટી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ કિર્તીભાઈ જે પટેલ કલાનિકેતન અને સેક્રેટરી પ્રવીણભાઈ ચૌધરી અને સમગ્ર મેનેજમેન્ટ દ્વારા વિવિધ વેપારી મંડળોના પ્રમુખશ્રીઓ,
મંત્રીશ્રીઓ અને કોપર સીટી મર્ચન્ટ એસોસિયેશનના હોદ્દેદારોની મીટીંગ આર કે પાર્ટી પ્લોટ માં બોલાવવામાં આવી હતી . મિટીંગમાં બ્લડ બેંકના લાભાર્થે નવરાત્રી મહોત્સવ ઉજવવાનો સર્વાનુંમતે નિર્ણય કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દર વર્ષે નવરાત્રીનું આયોજન કરતી સંસ્થા રોટરી ક્લબ ઓફ રાઉન્ડ ટાઉન ના સમગ્ર મિત્રોએ પણ આ નવરાત્રી મહોત્સવમાં સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી છે. કોપર સીટી મર્ચન્ટ એસોસિયેશનની સભામાં રાજુભાઈ કે. પટેલ આર.કે ની પ્રોજેક્ટ ચેરમેન તરીકે સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવી હતી. રાજુભાઈ પટેલે વિસનગરના ભામાશા નુ બિરૂદ મેળવ્યુ છે. જેમના નેતૃત્વમાં વિસનગર શહેરમાં ઘણી બધી સેવાઓ આમ જનતા માટે ઊભી કરવામાં આવી છે. અને હજુ પણ તેઓ નવી નવી સેવાઓ ઉપલબ્ધ કરવા માટે થનગની રહ્યા છે. આમ તેમની લોકચાહનાની વિચારસરણીને અનુસરી સર્વ વેપારી મિત્રોએ તેમને પ્રોજેક્ટ ચેરમેન બનાવી આ કાર્યક્રમને આગળ ધપાવવા સંપૂર્ણ સત્તાઓ આપી છે. આ સભામાં સ્વાગત પ્રવચન સેક્રેટરી પ્રવીણભાઈ ચૌધરીએ કર્યું હતું. નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માટે દરેક વેપારી મિત્રોને અને દરેક એસોસિએશનનો ને પ્રાસંગીક પ્રવચનમાં રાજુભાઈ કે.પટેલ, પરેશભાઈ પટેલ ડાયરેક્ટર ગંજબજાર અને હરેશભાઈ પટેલ પુજા દ્વારા હાંકલ કરવામાં આવી હતી. આભાર વિધિ નટુભાઈ પટેલ સદુથલા વાળા એ કરી હતી. કાર્યક્રમ નું સંચાલન નિમેષભાઈ શાહ દ્વારા કરાયુ. નવરાત્રી મહોત્સવનાઆયોજનની મિટીંગનાભોજન દાતા પ્રેસિડેન્ટ કીર્તિભાઈ પટેલ કલાનીકેતન અને સેક્રેટરી પ્રવિણભાઇ ચૌધરી આવકાર હતા.આ કાર્યક્રમ દરમિયાન નવરાત્રી મહોત્સવ ઉજવવા માટેનો સમગ્ર કાર્યક્રમ અને તેની માહિતી અને કઈ રીતે દાનભેટ એકત્ર કરવામાં આવશે. કઈ રીતે પાસ વિતરણ કરવામાં આવશે તેમજ દરેકે એસોસિયનના પ્રમુખ,મંત્રીઓ અને કારોબારી સભાની જવાબદારીઓ કઈ હશે તેવી સંપૂર્ણ માહિતી કિર્તીભાઈ પટેલે આપી હતી. જેમાં દરેક પ્રમુખ અને મંત્રીઓએ ટૂંક સમય માં પોતાના એસોસિએશનની કારોબારી સભા અને જનરલ સભા બોલાવીને આ માહિતી આપવાની રહેશે. ઉપરાંત આગામી ૧૮/૦૯/૨૩ ને સોમવારના રોજ દરેક એસોસિયેશનના કારોબારી સભા ના સભ્યો અને પ્રમુખ મંત્રી ઓ ની મહાસભા એટલે કે કુલ ૬૦૦ થી વધુ વેપારી હોદ્દેદારોની સભા સમર્થ ડાયમંડ હોલમાં સાંજે પાંચ કલાકે બોલાવવામાં આવી છે. જેમાં આગામી કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે.આ ઉપરાંત બીજી નાની મોટી મીટીંગોમાં પણ દરેક હોદ્દેદારોને હાજર રહેવા જણાવવામાં આવેલ છે.આ કાર્યક્રમ ની જાહેરાત થતાની સાથે જ મુખ્ય સ્પોન્સર તરીકે ૨,૫૦,૦૦૦ નક્કી કરવામાં આવ્યા હતા, રૂા.૨,૫૦,૦૦૦ મર્ચન્ટ કોલેજ રાજુભાઈ દાળિયા અને યોગેશભાઈ દાળિયા, – રૂા.૨,૫૦,૦૦૦ સેન્ટર પોઇન્ટ જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીઝ, કડા રોડ રાજુભાઈ પટેલ, અનિલભાઈ પટેલ, પરિમલભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ અને હરેશભાઈ પટેલ – રૂા.૨,૫૦,૦૦૦ એપીએમસી વિસનગર ચેરમેન શ્રી પ્રિતેશભાઈ પટેલ અને રૂા.૨,૫૦,૦૦૦ હરેશભાઈ પટેલ પૂજા ડેવલોપર્સ એમ ચાર મુખ્ય સ્પોન્સર ની્‌ે જાહેરાત કરી છે. આ ઉપરાંત સહ સંયોજક દાતાશ્રીઓ તરીકે પણ દાતાઓએ જાહેરાત કરી છે જેમાં રૂા.૧,૦૦,૦૦૦૦/-, રૂા.૫૦,૦૦૦/- ના અને રૂા.૨૫,૦૦૦/- ના દાતાઓ પણ નોંધાવવાનું ચાલુ થઈ ગયું છે. જે પણ નોંધ થઈ રહી છે. છેલ્લે પ્રોજેકટ ચેરમેન રાજુભાઇ પટેલ ઇદ્ભ એ જણાવેલ કે આ નવરાત્રી મહોત્સવ ના કાર્યક્રમ દ્વારા વિસનગર વોલન્ટરી બ્લડ બેંકને મજબુત બનાવી ને વધુ માં વધુ સેવા કાર્યો કરવાના છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us