સતલાસણા તાલુકા પંચાયત કોંગ્રેસ પાસેથી ભાજપે છીનવી
પ્રચાર સાપ્તાહિકની આગાહી અક્ષર સહઃ સાચી ઠરી
સતલાસણા તાલુકામાં કોંગ્રેસના જીતેન્દ્રસિંહ જોરાવરસિંહ પરમાર ભાજપનુ સમર્થન કરતા તેમના પ્રબળ ટેકેદાર રાણપુર સીટના સભ્ય કનુભાઈ બારોટે પણ ભાજપને સમર્થન જાહેર કર્યુ છે. ભાજપ પાસે પુરતુ સંખ્યાબળ થતા સતલાસણા તાલુકા પંચાયત ભાજપ હસ્તગત કરશે તેવી પ્રચાર સાપ્તાહિકે ગત સોમવારે આગાહી કરી હતી જે આગાહી હવે અક્ષર સહઃ સાચી ઠરી છે. મહેસાણા જિલ્લામાં એક માત્ર સતલાસણા તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે હતી.ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની ચાણક્ય નિતીના કારણે કોંગ્રેસવાળા ઉંઘતા ઝડપાયા છે. પ્રમુખ ઉપપ્રમુખની ચુુંટણીમા કોંગ્રેસના સદસ્ય કનુભાઈ બારોટ ગેર હાજર રહેતા છેવટે ૭ વિરૂધ્ધ ૮ મતે જીત મેળવી હતી.
સતલાસણા તાલુકા પંચાયતની ચુંટણી થઈ ત્યારે ભાજપને સાત સીટો મળી હતી. કોંગ્રેસને આઠ સીટો મળી હતી. તેમજ અપક્ષને એક સીટ મળી હતી. ગત અઢી વર્ષ પહેલાની ચુંટણીમા સતલાસણબા એ.પી.એમ.સી.ના પૂર્વ ચેરમેન વિરેન્દ્રસિંહ એચ.પરમાર (સુદાસણા) અપક્ષને ભાજપના સમર્થનમા લાવ્યા હતા. જેથી બન્ને પક્ષે ૮-૮ સભ્યો થયા હતા. ચુંટણી સમયે ઉમરી સીટના વસંતકુમાર વાડીલાલ જોષી ઉપર ફરીયાદ દાખલ કરી તેઓ આતંકવાદી હોય તે રીતે પ્રમુખની ચુંટણીમાં મત આપવા જાય તે પહેલા તેમની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી. જેનો કેસ હાઈકોર્ટમાં ચાલી જતા ફરીથી પ્રમુખની ચુંટણી યોજાઈ હતી. જેમા ચિઠ્ઠીઓ ઉછળતા કોંગ્રેસને સત્તા મળી હતી. આ વખતે કોંગ્રેસને ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ ઉંઘતી ઝડપી હતી. જીતેન્દ્રસિંહ જોરાવરસિંહ પરમાર કોંગ્રેસનુ સતલાસણા તાલુકામા મોટુ માથુ કહેવાય. જેને ભાજપના સમર્થનમા લાવવામા ધારાસભ્ય છેલ્લા કેટલાય સમયથી પ્રયત્નમા હતા. સતલાસણા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણીમાં જીતેન્દ્રસિંહ પરમારને ભાજપમાં લાવવામાં સફળ થતા સતલાસણા તાલુકા પંચાયત ભાજપની બની છે.
સતલાસણા તાલુકા પંચાયત પ્રમુખ- ઉપપ્રમુખની ચુંટણી બુધવારે યોજાઈ હતી. ભાજપે પ્રમુખપદે ચૌહાણ વિલાસબા કિશોરસિંહ તથા ઉપપ્રમુખ પદે અરવિંદકુમાર સોમાભાઈ પટેલનો મેન્ડેટ આપ્યો હતો. કોંગ્રેસ દ્વારા પ્રમુખ પદે ભીખાભાઈ ચેલાભાઈ ચૌધરી અને ઉપપ્રમુખ પદે વસંતકુમાર વાડીલાલ જોષીને મેન્ડેટ આપ્યો હતો. ચુંટણી દરમ્યાન રાણપુર સીટના કોંગ્રેસી સદસ્ય કનુભાઈ બારોટ ગેર હાજર રહેતા ભાજપના ૭ તથા ૧અપક્ષ સાથે ભાજપનુ સંખ્યાબળ ૮ થયુ હતુ. કોંગ્રેસના ૭ સભ્યો હાજર હતા. ચુંટણી અધિકારી દ્વારા વિલાસબા કિશોરસિંહ ચૌહાણ અને ઉપપ્રમુખ તરીકે અરવિંદભાઈ પટેલ ૭ વિરુધ્ધ ૮ મતે ચુંટાયેલા જાહેર કર્યા હતા.ભાજપ પક્ષે મેન્ડેટ કારોબારી ચેરમેન તરીકે ગાંડાજી નવાજી ઠાકોર (કનેડીયા) નુ મેન્ડેટ મા નામ હતુ. દંડક તરીકે મીનાબેન નરેશજી ઠાકોર અને પક્ષના નેતા ભારતીબા કિસ્મતસિંહ ચૌહાણનુ મેન્ડેટમા નામ જાહેર કરાયુ હતુ.
સતલાસણા તાલુકા પંચાયતની ચુંટણી જાહેર થતા અઠવાડીયા પહેલાથી ભાજપના તમામ સભ્યોને લઈને સતલાસણા તાલુકા ભાજપ પ્રમુખ વિનુસિંહ ચૌહાણ મહામંત્રી નાનજીભાઈ ચૌધરી તથા દશરથસિંહ ચૌહાણ રાજસ્થાન ઉપડી ગયા હતા. ભાજપનો કેમ્પ રાજસ્થાન પહોચ્યો ત્યાં સુધી કોગ્રેસને ખબર ન પડી પાછળથી કોંગ્રેસવાળા પણ કોઈ અજ્ઞાત સ્થળે ઉપડી ગયા હતા. સતલાસણા તાલુકા પંચાયતમા ગત અઢી વર્ષમા કોંગ્રેસનુ શાસન હોવા છતા પ્રજાના વિકાસના પ્રશ્નો હલ થતા નહોતા ભાજપને સત્તા મળતા ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી જાગૃત હોવાથી સતલાસણા તાલુકાના વિકાસના તમામ પ્રશ્નો યુધ્ધના ધોરણે હલ થઈ જશે તેવુ સતલાસણા તાલુકા ભાજપ મહામંત્રી દશરથસિંહ પરમાર જણાવે છે.