Select Page

૧૫ વર્ષે ઐતિહાસિક દેળીયુ તળાવ છલોછલ

ધરોઈ કેનાલનુ પાણી છોડાતા તથા ભારે વરસાદથી

વિસનગર શહેર અને તાલુકાના મોટાભાગના તળાવો ભરવા નર્મદા પાઈપલાઈનની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરનુ ઐતિહાસિક દેળીયુ તળાવ ભરવા માટે પાઈપલાઈન નાખવા પાલિકા દ્વારા ટેન્ડરીંગ અને ખાતમુહુર્ત કરાયુ. પરંતુ વિસનગર પંથક ઉપર મેઘરાજાની મહેર તેમજ ધરોઈ કેનાલનુ પાણી છોડવામાં આવતા દેળીયુ તળાવ ૧૫ વર્ષ બાદ છલોછલ ભરાયુ છે. પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલે તળાવના પાણીની આવક ઉપર સતત ત્રણ દિવસ દેખરેખ રાખી હતી.
ધારાસભ્ય ઋષિભાઈ પટેલના સિંચાઈથી વંચીત વિસ્તારને પાણીદાર બનાવવાના પ્રયત્નોથી તાલુકાના મોટાભાગના તળાવોને નર્મદા પાઈપલાઈનથી જોડવામાં આવ્યા છે. વિસનગરનુ એકમાત્ર દેળીયુ તળાવ એવુ હતુ કે નર્મદા લાઈનથી ઢાળ મળતો નહી હોવાથી તળાવો ભરવાની યોજનાથી વંચીત રહ્યુ હતુ. ત્યારે પાલિકા દ્વારા વડનગર રોડ ઉપરની ધરોઈની મુખ્ય કેનાલથી તળાવ સુધી પાઈપલાઈન નાખવા રૂા.૧૨૭ લાખનુ ટેન્ડરીંગ કરવામાં આવ્યુ હતુ. જેનુ કેબીનેટ મંત્રી દ્વારા ખાતમુહુર્ત કરાયુ હતુ. પાઈપલાઈન દ્વારા ધરોઈ ડેમના ઓવરફ્લોથી આવતા વર્ષે તળાવ ભરાય તેમ હતુ.
તા.૧૯-૮ ના રોજ ધરોઈ ડેમમાં પાણીની મોટા પ્રમાણમાં આવક થતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. ડેમનુ ઓવરફ્લો પાણી કેનાલમાં નાખવામાં આવ્યુ હતુ. ધરોઈ કેનાલથી દેળીયુ તળાવ ભરવાની વ્યવસ્થા થાય તે માટે સિંચાઈ મંત્રી ઋષિભાઈ પટેલને રજુઆત કરવામાં આવતા પાલડી રોડ કેનાલમાંથી દેળીયા તળાવમાં પાણી ઠાલવવા વ્યવસ્થા કરાઈ હતી. ધરોઈ કેનાલથી તળાવમાં પાણીની આવક શરૂ થઈ હતી. એવામાં વિસનગર પંથકમાં તા.૨૩ અને ૨૪ ઓગષ્ટ ધોધમાર વરસાદ પડતા તળાવના કુદરતી આવરા પણ સજીવ થયા હતા. એક તરફ ધરોઈ કેનાલનુ પાણી અને બીજી તરફ કુદરતી આવરામાં પાણીની આવક દેળીયા તળાવમાં શરૂ થઈ હતી. તા.૨૩-૮ થી તળાવમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક શરૂ થઈ ગઈ હતી. જે દિવસે સાંજે ૫-૦૦ કલાકે પાંચ થી છ ફૂટ તળાવ ભરાવાનુ બાકી હતુ. સતત ત્રણ દિવસ સુધી મોટા જથ્થામાં પાણીની આવક થતા તા.૨૬-૮ ના રોજ તળાવ છલોછલ ભરાઈ ગયુ હતુ.
જોકે ૧૫ વર્ષ બાદ દેળીયુ તળાવ છલકાયુ છે. વર્ષ ૨૦૦૭ માં ચીફ ઓફીસર તરીકે આર.ટી.ગજ્જર હતા. જે વર્ષે ભારે વરસાદથી તળાવ ઓવરફ્લો થયુ હતુ. તે સમયના ભાજપના બોર્ડના સભ્ય ર્ડા.કાન્તીભાઈ પટેલ તથા અન્ય સભ્યોએ પ્લાસ્ટીકની પાઈપો તળાવમાં નાખી ઓવરફ્લો પાણીનો નિકાલ કર્યો હતો. વર્ષો બાદ તળાવ છલકાયુ છે ત્યારે પાલિકા દ્વારા તળાવમાં સફાઈ કરવામાં આવે તે જરૂરી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts