વિજયભાઈ પટેલના લેટર સામે પાલિકાએ મૌન સેવ્યુ
પાલિકાની સાધારણ સભાના એજન્ડાના ઠરાવોની વિગતો માગતા
- લોખંડના કન્ટેનર છે જ નહી તેવો પુર્વ ઉપપપ્રમુખ રૂપલભાઈ પટેલે જવાબ આપ્યો- તો ક્યા કારણથી રીપેરીંગનો ઠરાવ કરાયો?
વિસનગર પાલિકાની જનરલના એજન્ડાના ઠરાવ બાબતે સભ્ય વિજભાઈ પટેલે ૧૦ જેટલા ઠરાવો બાબતે જવાબ માગતો લેટર પાલિકામાં આપ્યો હતો. ત્યારે આ લેટરનો જવાબ આપવા સામે પાલિકાએ મૌન સેવ્યુ હતુ. મહત્વની બાબત લોખંડના કન્ટેનર રીપેરીંગના અને રિવોલ્વીગ ચેર ખરીદી હતી. જનરલમા પુર્વ ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલે લોખંડના કન્ટેનર છે જ નહી તેવો જવાબ આપ્યો હતો. તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, કન્ટેનર હતા જ નહી તો રીપેરીંગ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત ક્યાથી થયો?
વિસનગર પાલિકાની જનરલનો ઠરાવનો એજન્ડા સભ્યોને પહોચતો કરવામાં આવ્યા બાદ પાલિકાના સિનિયર સભ્ય તેમજ બાંધકામ વિભાગના પુર્વ ચેરમેન વિજયભાઈ પટેલે જનરલ સભાના ચાર દિવસ પહેલા કેટલાક ઠરાવોની સ્પષ્ટતા બાબતે પાલિકા ચિફ ઓફિસરને લેટર લખ્યો હતો. મહત્વના ક્યા ઠરાવોની વિગતો માગી તે જોઈએ તો ઠરાવ નં.૧૮ દિપરા દરવાજા ખેતી માટે પાણી પુરૂ પાડનારી સહ.મંડળી લી.નો કોન્ટ્રાક્ટ ચાલુ રાખવા બાબતે, ગંદા પાણીનુ શુધ્ધીકરણ કરવા, એસ.ટી.પી. પ્લાન્ટ ચાલુ કર્યો છે કે નહી, ગટરનુ દુષિત પાણી સીધુજ આપવાથી કેન્સર જેવા રોગોની શક્યતા રહેલ છે. ઠરાવ નં.૨૦ એ જુના લોખંડના કન્ટેનર તુટી ગયા હોવાથી રીપેરીંગ કરવા માટેનો હતો ત્યારે લેટરમાં જુના કન્ટેનરોની સંખ્યા જણાવી ખર્ચના અંદાજ સાથે આગામી જનરલમા કામ મુક્યુ. ચાલુ મિટીંગમાં કામ મુક્યુ હોય તો ખર્ચનો અંદાજ કેટલો છે તે જણાવવુ. ૨૩ નંબરની ઠરાવ રિવોલ્વીંગ ચેર ખરીદીનો હતો. ૨૦,૦૦૦ની મર્યાદામા ખર્ચ કરવાની પ્રમુખની સત્તા હોવાથી આ સત્તા હેઠળ ખર્ચ કરવા લેટરમા જણાવ્યુ છે. ઠરાવ નં.૩૨ ખાનગી ટ્રસ્ટની જગ્યામાં ચકુબાઈ બાલમંદિર ટ્રસ્ટમા ૭૦ઃ૨૦ઃ૧૦ની સ્કીમમા પેવર બ્લોક નાખવાનો હતો. ત્યારે લેટરમા જણાવ્યુ હતુ કે, આવા દરેક ખાનગી ટ્રસ્ટની માંગણી આવશે તો બધાના કામ મંજુર થઈ શકશે નહી. આ સીવાય પણ અન્ય ઠરાવોના જવાબ માગ્યા હતા. પરંતુ જાણવા મળ્યા પ્રમાણે પાલિકા ચિફ ઓફિસર આ સિનિયર સભ્યના એક પણ પ્રશ્નનો જવાબ આપી શક્યા નથી.
પાલિકાની જનરલમાં કન્ટેનર રીપેરીંગનો પ્રશ્ન ચર્ચાતા સભ્ય રૂપલભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, કન્ટેનર છે જ નહી પ્રશ્ન એ થાય છે કે, કન્ટેનર હતા જ નહી તો રીપેરીંગ કરવાના ઠરાવ પાછળ કોઈ મેલી મુરાદ હતી. ઉત્તમભાઈ પટેલના પ્રમુખ કાળની પ્રથમ જનરલથી જ વિજયભાઈ પટેલે વેધક પ્રશ્ન કરતો લેટર લખ્યો છે. ત્યારે ઉત્તમભાઈ પટેલના પ્રમુખકાળના અઢી વર્ષના શાસન ઉપર વિજયભાઈ પટેલની બાજ નજર રહેશે તેવુ હાલ પુરતુ જણાય છે.