Select Page

તરભમાં પ્રસ્થાપિત થનાર વાળીનાથ મહાદેવ મહાશિવલિંગનો રૂદ્રાભિષેક કરાયો

યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં

  • ગુજરાતના સૌથી મોટા બીજા નંબરના શિવ મંદિરની વિસનગર તાલુકાનાં વાળીનાથની જગ્યા તરભમાં તા.૨૨ ફેબ્રુઆરીએ પ્રાણ-પ્રતિષ્ઠા થશે
  • વાળીનાથ મહાદેવને માથુ ટેકનારને બાર જ્યોતિર્લિંગનુ ફળ મળશે

તરભ ખાતે પ્રસ્થાપિત થનાર વાળીનાથ મહાદેવના મહાશિવલિંગની યાત્રા ભારતભરમાં બાર જ્યોતિર્લિંગ તથા ચારધામ સાથે પાવનકારી પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ ખાતે પરિપૂર્ણ કરાઈ હતી.
શ્રદ્ધા અને આસ્થાના પ્રતિક એવા વિસનગર તાલુકાનાં તરભ ખાતે આવેલ આશરે ૯૦૦ વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતી રબારી સમાજની જગ્યામાં વાળીનાથ મહાદેવ પ્રાણ-પ્રતિષ્ઠા થનાર દેવતાઓની મૂર્તિઓ અને કલ્યાણકારી મહા શિવલિંગની ૧૨ જ્યોતિર્લિંગ, ચાર ધામ તથા નેપાળ પશુપતિનાથ યાત્રાધામમાં રુદ્રાભિષેક મહાપૂજા તેમજ મહા આરતી અને પુજા અર્ચના કરવામાં આવી હતી. જેના ભાગરૂપે રવિવારની સાંજે પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવના મંદિર પરિસરમાં રાત્રે ચાર પ્રહર રુદ્રાભિષેક મહાપૂજા તેમજ મહા આરતીનું સહિતની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા અર્ચના કરવામાં આવી હતી. વિસનગર પંથકના વિદ્વાન ભુદેવોએ પૂજા કરાવી હતી. તેમજ સદભાવના ગ્રાઉન્ડ સોમનાથ ખાતે પ્રસાદી અને ભવ્ય લોક ડાયરાનુ આયોજન કરાયુ હતુ.
વિસનગર તાલુકાનાં તરભ ખાતે આવેલ શિવધામ વાળીનાથ મહાદેવ(અખાડા, તરભ) આશરે ૯૦૦ વર્ષ જુની રબારી સમાજ સહિતના સમાજની આસ્થાની જગ્યા છે. ગુજરાતભરના રબારી સમાજના આસ્થાની આ પૌરાણીક જગ્યામાં ગુજરાતમાં સોમનાથ પછીનુ બીજા નંબર સોથી મોટુ મહાદેવનુ ભવ્ય નવનિર્મિત પ્રતિષ્ઠિત મંદિર મુહૂર્ત આધારે ૨૨મી ફેબ્રુઆરી, ૨૦૨૪ને ગુરૂવારના રોજ ભગવાન વાળીનાથ મહાદેવની પ્રાણ-પ્રતિષ્ઠા થનાર છે.
પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને અનુસંધાને કલ્યાણકારી મહાશિવલિંગની ૧૨ જ્યોતિર્લિંગ અને ચાર ધામમાં રુદ્રાભિષેક મહાપૂજા તેમજ મહા આરતી કરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે ગુજરાતમાં ભવ્ય શિવલીંગનું નાગેશ્વર મહાદેવ દ્વારકામાં પુજા આરતી અને રુદ્રાઅભિષેક સહિતની શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી હતી. ત્યાર બાદ ભવ્ય શિવલીંગનું નાગેશ્વર મહાદેવ દ્વારકાથી સોમનાથ ખાતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ સોમનાથ ખાતે સોમનાથ મંદિર પરિસરથી નજીક પથિકાશ્રમ મેદાનમાં રાત્રે ૧૨ થી ૪ વાગ્યા સુધી ચાર પ્રહરની રુદ્રાભિષેક મહાપુજા કરવામાં આવી હતી અને આ સમયે સોરાષ્ટ્ર રબારી સમાજ દ્વારા સર્જુગાન કરવામાં આવ્યુ હતુ. તા.૦૬ નવેમ્બરના રોજ સવારે ૪ કલાકે ચાર પ્રહરની ચાર મહાઆરતી કર્યા બાદ સવારે ૮ કલાકે મંદિર પરિસરમાં ભવ્ય શિવલીંગની પુજા અર્ચના કરવામાં આવી હતી.અને ભોજનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ ભવ્ય લોકડાયરો યોજાયો હતો. જેમાં ભક્તો , સાધુ – સંતો, રાજકીય અને સામાજીક અગ્રણીઓ સહિતનો લોકો જોડાયા હતા.
નોધનીય છે કે શ્રી શિવધામ વાળીનાથ મહાદેવ(અખાડા, તરભ) નવનિર્મિત મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર ભવ્ય શિવલિંગની યાત્રા ભારતભરમાં બાર જ્યોતિર્લિંગ તથા ચારધામ સાથે પાવનકારી જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ ખાતે પરિપૂર્ણ કરાઈ છે.અને વિસનગર તાલુકાનાં તરભ ખાતે તા.૨૨ ફેબ્રુઆરીના વિસનગર તાલુકાના તરભ ખાતે આવેલી વાળીનાથ મંદીરની જગ્યામાં વાળીનાથ મહાદેવની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ પાવન અને કલ્યાણકારી પ્રસંગે સામાજિક અગ્રણીઓ તથા ભુવા આતા, આઈ માતાઓ, રાજકીય અને સામાજીક મહાનુભાવો સહિત ગુજરાત ભરના રબારી સમાજે હાજરી આપી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts