Select Page

વડાપ્રધાનના સ્વચ્છ શહેર, સ્વચ્છ ગામ, સ્વચ્છ ગુજરાત અને સ્વચ્છ ભારતના સંકલ્પને સાર્થક કરવા આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે હાથમાં ઝાડુ લીધુ

વડાપ્રધાનના સ્વચ્છ શહેર, સ્વચ્છ ગામ, સ્વચ્છ ગુજરાત અને સ્વચ્છ ભારતના સંકલ્પને સાર્થક કરવા આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે હાથમાં ઝાડુ લીધુ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પો અને પ્રકલ્પોને પૂર્ણ કરવા કટીબંધ બનેલા આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે હાથમાં ઝાડુ લઈ સફાઈ કરી સ્વચ્છતા ઝુંબેશને પ્રોત્સાહન આપ્યુ હતુ. બે દિવસના સઘન સ્વચ્છતા અભિયાનમાં શહેર સંગઠનના હોદ્દેદારો અને પાલિકાના સભ્યો જોડાયા હતા.
સ્વચ્છતા હી સેવા અંતર્ગત આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે વિસનગર શહેરમાં સ્વચ્છતા કરીને સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત સફાઈ કરવા માટેનું પ્રેરકબળ પૂરું પાડ્યું હતું. આ અભિયાન અંતર્ગત જણાવ્યું હતું કે, સ્વચ્છતાને જીવનનો ભાગ બનાવીએ. આપણે જેમ ઘર ગલી ચોખ્ખા રાખીએ છીએ તેમ શહેરના રસ્તાઓ અને નગરો પણ સ્વચ્છ રાખવાની આદત પાડીએ. આરોગ્ય સાથે સ્વચ્છતા પણ સંકળાયેલી છે. જો સ્વચ્છતા હશે તો આરોગ્ય આપો આપો સ્વસ્થ રહેશે.તેમણે વધુ માં જણાવ્યું હતું કે,”સ્વચ્છતા ની ઝુંબેશ હેઠળ નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ શહેર, સ્વચ્છ ગામ, સ્વચ્છ ગુજરાત અને સ્વચ્છ ભારતનો સંદેશ આપ્યો છે તેને સાથે મળી સાર્થક કરીએ. મંત્રીશ્રીએ સફાઈ કર્મીઓ સાથે સંવાદ કર્યો હતો.
આ અભિયાન હેઠળ વિસનગર નગરપાલિકા દ્વારા આદર્શ વિદ્યાલય પાસેથી ગુરુનાનક સોસાયટી સુધીના જાહેર રોડ ઉપર સ્વચ્છતા ઝુંબેશ કરી હતી. જેમાં શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ પટેલ ગળિયા, મહામંત્રી ખુશાલભાઈ પટેલ, રણછોડભાઈ દેસાઈ, પાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, ઉપ પ્રમુખ વિષ્ણુજી ઠાકોર, ચીફ ઓફિસર પાર્થકુમાર ત્રિવેદી, સ્વચ્છતા કમીટીના ચેરમેન જગદીશભાઈ પટેલ, પાલિકાના પૂર્વ પ્રમુખ વર્ષાબેન પટેલ, પાલિકા સભ્ય આર.ડી.પટેલ., યુવા મોરચા પ્રમુખ મોતીસિંહ પુરોહિત, નગરપાલિકાના કર્મચારીઓ તથા પાલિકાના સફાઈ કામદારો જોડાયા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us