Select Page

સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના વિવિધ ઓડેટોરીયમમાં વિકસિત ભારત ૨૦૪૭નું જીવંત પ્રસારણ કરાયુ વડાપ્રધાનની પ્રતિબધ્ધતા પરિપૂર્ણ કરવા હાથ મિલાવીએ-પ્રકાશભાઈ પટેલ

Viksit Bharat @ 2047 એ ભારત સરકારનું ૨૦૪૭ સુધીમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાનું વિઝન છે, જે તેની આઝાદીનુ ૧૦૦ મુ વર્ષ છે. આ વિઝનમાં આર્થિક વૃદ્ધિ, સામાજિક પ્રગતિ, પર્યાવરણીય સ્થિરતા અને સુશાસન સહિત વિકાસના વિવિધ પાસાઓનો સમાવેશ થાય છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૧૧ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા Viksit Bharat @ 2047 : યુવાનોનો અવાજ’ રજૂ કર્યો હતો. અને આ પ્રસંગે વડાપ્રધાને પહેલની શરૂઆતના પ્રતીક તરીકે દેશભરના રાજભવનોમાં એક વર્કશોપ નું આયોજન કરી દેશભરની યુનિવર્સીટીઓના વાઇસ-ચાન્સેલરો, સંસ્થાઓના વડાઓને આમંત્રિત કરવાનું આહવાન કર્યું હતું. જેના ભાગરૂપે ગુજરાત રાજ્યના રાજભવનમાં આ સદર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઋષિકેશભાઈ પટેલ કેબિનેટ મિનિસ્ટર, પ્રફુલકુમાર પાનસુરીયા મિનિસ્ટર એજ્યુકેશન તથા રાજ્યની વિવિધ યુનિવર્સીટીઓના વાઇસ-ચાન્સેલરો, સંસ્થાઓના વડાઓએ તેમજ એજ્યુકેશન વિભાગના વિવિધ હોદ્દેદારો તેમજ કેબિનેટ મિનિસ્ટરે ભાગ લીધો હતો.
રાજભવન ખાતેના આ કાર્યક્રમમાં સાંકળચંદ પટેલ યુનિવર્સીટી વિસનગર તરફથી ડો. પ્રફુલકુમાર ઉદાણી પ્રોવોસ્ટ, ડો.પરિમલ ત્રિવેદી રજિસ્ટ્રાર, ડો. વીજયસિંહ બાઘેલ ડીન, ફેકલ્ટી ઓફ મેડિસિન, ડો.વિલાસ પટેલ ડીન, ફેકલ્ટી ઓફ ડેન્ટલ સાયન્સિસ, ડો.સંતોષ શાહ ડીન, ફેકલ્ટી ઓફ એન્જિનિરીંગ અને ડો. ઈંદ્રજિત સિંઘવી ડીન, ફેકલ્ટી ઓફ ફાર્મસી હાજર રહ્યા હતા.
આ સંદર્ભે પ્રકાશભાઈ પટેલ, પ્રમુખ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, Viksit Bharat @ 2047 : યુવાનોનો અવાજ" સંબંધે ગુજરાત રાજ્યના રાજભવનમાં આયોજિત વર્કશોપના જીવંત પ્રસારણમાં ભાગ લેવા માટે અદ્યાપક ગણ તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના વિવિધ ઓડિટોરીયમોમાં ઉપરોક્ત વિડિયો કોન્ફરન્સનું જીવંત પ્રસારણ કરવાનું આયોજન કર્યું.  જેમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ની સંલગ્ન સંસ્થાઓના વડાઓ, અદ્યાપક ગણ અને વિદ્યાર્થીઓ વિગેરે થઈને ૧૨૦૦ થી વધુ વ્યક્તિઓ આ કોન્ફરન્સનો ભાગ બન્યા હતા.
આમ ભારતના યુવાનોને Viksit Bharat @ 2047 ના વિઝનમાં તેમનો ફાળો આપવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે વિકસીત ભારત વર્કશોપ ૨૦૪૭ સુધીમાં જ્યારે ભારત તેની સ્વતંત્રતાના ૧૦૦ વર્ષ પૂર્ણ કરશે ત્યારે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે તેમના વિચારો અને સૂચનો શેર કરવા માટે યુવાનોને જોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવવા, યુનિવર્સિટીના શિક્ષણવિદોને સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ S.O.P. માં યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓ માટે દર્શાવેલ વિવિધ નિર્દેશોનો અમલ અચૂક રીતે થાય તે બાબતનું ખાસ દયાન રાખવાનું આહવાન કર્યું હતું. પ્રકાશભાઈ પટેલે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના આદ્યાપક ગણને ભારતને ઝડપથી વિકસિત રાષ્ટ્ર બનાવવાના માર્ગો શોધવા પર કામ કરવા કરવા નિર્દેશો કર્યા હતા અને આ રીતે Viksit Bharat @ 2047   ના સામાન્ય ધ્યેયને હાંસલ કરવા માટે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ઊર્જાને ચેનલાઈઝ કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો.
પ્રકાશભાઈએ વડાપ્રધાન દ્વારા કરવામાં આવતા સતત પ્રયાસો પર ભાર મુકીને Viksit Bharat @ 2047  નું નિર્માણ કરવાની વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરવા માટે દરેકને હાથ મિલાવવાનો અનુરોધ કર્યો હતો. અને Viksit Bharat @ 2047  સંકલ્પ યાત્રામાં સક્રિયપણે ભાગ લેવા અને યોગદાન આપવા અપીલ કરી હતી. તેમજ ભારપૂર્વક જણાવ્યું હતું કે, યુવાનોના સહયોગી સમર્થન, વિશ્વાસ અને સામૂહિક પ્રયાસો દ્વારા જ Viksit Bharat @ 2047 ના સંકલ્પને સાકાર કરવો શક્ય છે.
વડાપ્રધાનની દીર્ઘ દૃષ્ટિ વિકાસના વિવિધ પાસાઓને જુએ છે, જેમાં આર્થિક વૃદ્ધિ, સામાજિક પ્રગતિ, સુશાસન અને પર્યાવરણીય સ્થિરતા, તથા અન્ય પાંસાઓનો સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદીએ ૨૦૪૭ સુધીમાં Viksit Bharat @ 2047  નું લક્ષ્ય હાંસલ કરવા માટેના ભારતના વિઝન વિશે ભાષણ આપતી વખતે ભારત અને તેના યુવાનો વિશે કેટલીક મુખ્ય બાબતો પર પ્રકાશ પાડ્યો હતો.
વડાપ્રધાનના મતે ભારત માટે આ સમય, યોગ્ય સમય છે અને “ભારતના ઈતિહાસનો આ એ સમયગાળો છે જ્યારે દેશ ક્વોન્ટમ લીપ લેવા જઈ રહ્યો છે”. તેમણે એ સમયગાળો યાદ કર્યો જ્યારે કાશી, લખનૌ, વિશ્વ ભારતી, ગુજરાત વિદ્યાપીઠ, નાગપુર યુનિવર્સિટી, અન્નામલાઈ, આંધ્ર અને કેરળ યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીઓએ ભારતના ભવ્ય સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન રાષ્ટ્રની ચેતનાને ઉજાગર કરવામાં મદદ કરી હતી. તેમના મતે, “આજે, દરેક સંસ્થા અને દરેક વ્યક્તિએ એક સંકલ્પ સાથે આગળ વધવું જોઈએ કે દરેક પ્રયાસ અને કાર્ય વિકસિત ભારત માટે થશે. તમારા ધ્યેયો, તમારા સંકલ્પોનું લક્ષ્ય માત્ર એક જ હોવું જોઈએ -Viksit Bharat @ 2047 ”.શિક્ષણથી આગળ વધવાના મહત્વ પર ભાર મૂક્યો અને નાગરિકો વચ્ચે નાગરિક સમજ અને "રાષ્ટ્રીય હિત માટે સતર્કતા" માટે હાકલ કરી. વડા પ્રધાનશ્રીએ કહ્યું હતું કે "જ્યારે નાગરિકો, કોઈપણ ભૂમિકામાં, તેમની ફરજ બજાવવાનું શરૂ કરે છે, ત્યારે દેશ આગળ વધે છે". વડાપ્રધાનશ્રીએ એ વાત પર ભાર મૂક્યો હતો કે "આપણી સામે અમૃત કાળ ના ૨૫ વર્ષ છે. આપણે Viksit Bharat @ 2047  ના ધ્યેય માટે ૨૪ કલાક કામ કરવું પડશે. આ એવું વાતાવરણ છે જે આપણે એક પરિવાર તરીકે બનાવવાનું છે". ભાષણ સમાપ્ત કરતી વખતે, વડાપ્રધાને નિર્દેશ કર્યો કે દરેક નાગરિકની ઇનપુટ અને સક્રિય ભાગીદારી હશે તો "સબકા પ્રયાસ" ના મંત્રથી આપણે સૌથી મોટા સંકલ્પને પણ પૂર્ણ કરી શકીશું.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts