ફક્ત ૨૦ માસના ટૂંકા સમયમાં વિવિધ મૃત્યુ સહાય યોજનાઓ સાથે વિકાસની કૂચ કોપરસીટી ક્રેડિટ સોસાયટીનું વર્કિંગ કેપિટલ ૪ કરોડ-ધિરાણ ૨ કરોડ પાર
વિસનગરમાં વિવિધ પ્રકારના વેપાર કરતા ૭૭ જેટલા એસોસિએશન દ્વારા બનેલું સંગઠન એટલે કોપર સીટી મર્ચન્ટ એસોસિએશન, કોપર સીટી મર્ચન્ટ એસોસિએશન દ્વારા બનેલી ક્રેડિટ સોસાયટી એટલે કોપર સીટી કોમર્શિયલ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ વિસનગર. કોપરસીટી ક્રેડિટ સોસાયટીની સ્થાપનાને હજુ ૨૦ મહિના પણ થયા નથી, છતાં પણ વીજળીવેગે પ્રગતિ કરી રહી છે. વિસનગરના વેપારીઓની આર્થિક સંસ્થા એક માત્ર કોપર સીટી ક્રેડિટ સોસાયટી છે. કોપર સીટી ક્રેડિટ સોસાયટીના પ્રમુખ રાજુભાઈ પટેલ, મેનેજિંગ ડાયરેક્ટર કિર્તીભાઈ પટેલ અને તેની ટીમ વિસનગરની વિવિધ સંસ્થાઓમાં નોંધનીય સેવાઓ આપી રહી છે. તાજેતરમાં થયેલી કારોબારી મીટીંગમાં મેનેજિંગ ડાયરેક્ટર કિર્તીભાઈ પટેલ સંસ્થાની માહિતી આપતા જણાવ્યું હતું કે, કોપર ક્રેડિટ સોસાયટી નું કુલ વર્કિંગ કેપિટલ ૪ કરોડથી ઉપર અને કુલ ધિરાણ બે કરોડથી ઉપર થઈ ગયું છે.
આ આંકડા સંસ્થાની સ્થાપનાના માત્ર ૨૦ મહિનાની અંદર જ થયા છે. કોપર સીટી સંસ્થાનો આ ટાર્ગેટ ૩૧ માર્ચ ૨૦૨૪ સુધી હતો, પરંતુ તે પહેલા પૂર્ણ થઈ ગયો છે. દરેક સભાસદ માટે કોપર સીટી દ્વારા વધુમાં વધુ ધિરાણ રૂા.૩૦ લાખ સુધી અપાય છે. હોમ લોન, ટુ વ્હીલર અને ફોર વ્હીલર વ્હિકલ લોન ફક્ત ૮ ટકાના વ્યાજથી આપવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ કોપર સીટી ક્રેડિટના સભાસદો માટે અકસ્માત મૃત્યુ સહાય યોજના અને કુદરતી મૃત્યુ યોજના પણ બનાવેલ છે. જે સંસ્થાના નીતિ નિયમ પ્રમાણે ચાલે છે.
જેમાં તાજેતરમાં સંસ્થાના સભાસદ ભરતભાઈ હીરાભાઈ પટેલ રહેવાસી કડા દરવાજા, વિસનગરનું કુદરતી રીતે બીમારીથી અવસાન થતા તેમના પુત્રને કિશનભાઇને રૂા.૧,૭૫,૦૦૦ નો મૃત્યુ સહાય ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. મૃત્યુ સહાય સંસ્થાના નિયમ મુજબ ઉંમર પ્રમાણે વધુમાં વધુ ૨,૫૦,૦૦૦ થી ૫,૫૦,૦૦૦ લાખ સુધી મળવાપાત્ર છે. જેમાં કુદરતી મૃત્યુ અને અકસ્માતે મૃત્યુ અલગ અલગ હોય છે. અને ઉંમર પ્રમાણે અલગ અલગ સહાય આપવામાં આવે છે. કોપર સીટી ક્રેડિટ સોસાયટી ના પ્રેસિડેન્ટ રાજુભાઈ ઇદ્ભ અને એમડી કીર્તિભાઈ કલાનિકેતન ઉપરાંત અન્ય હોદ્દેદાર પરેશભાઇ પટેલ, નિમેષભાઈ શાહ, નટુભાઈ પટેલ, કેશવલાલ પટેલ, અજિતભાઈ ચૌધરી, પી.સી.પટેલ, કરશનભાઇ પટેલ, પ્રવિણભાઈ ચૌધરી, રાજુભાઈ લક્ષ્મી, ભરતભાઈ પટેલ, અજ્યભાઈ પટેલ, કનૈયાલાલ પટેલ, રામાભાઈ પટેલ, દિનેશભાઈ, સંજયભાઈ સથવારા, ચંદુભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ, રમેશભાઈ પટેલ,જ્યંતિલાલ પટેલ રાજા વગેરે ખભે ખભા મિલાવીને સંસ્થાને મજબૂત કરી રહ્યા છે. કોપર સીટી દ્વારા ઑક્સિજન એન્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સેન્ટર પણ સેવાર્થે ચલાવવામાં આવે છે.