Select Page

ખેરાલુ નાગરિક બેંકની ભરતી વિરૂધ્ધમાં આક્ષેપો સાથે રાજ્ય રજીસ્ટ્રારમાં થયેલી અરજી સાચી કે ખોટી?

ખેરાલુ નાગરિક બેંકની ભરતી વિરૂધ્ધમાં આક્ષેપો સાથે રાજ્ય રજીસ્ટ્રારમાં થયેલી અરજી સાચી કે ખોટી?

ખેરાલુ નાગરિક સહકારી બેંકમાં ૧૭ પૈકી ૧૪ કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. જેમાં સહી કરનાર વ્યક્તિની શોધખોળ કરતા કોઈ મળી આવ્યો નથી. ખેરાલુ નાગરિક બેંકમાં ભરતી થઈ ત્યારે વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે. તેવી બજારમાં ચર્ચાઓ છેલ્લા એક મહિનાથી ચાલે છે. બેંકની ભરતીમાં એજન્સી દ્વારા લેખિત પરિક્ષા માટે ૧૫૫ ઉમેદવારોએ ડાયરેક્ટ ભરતી કરી હતી. તેમજ રોજગાર, વિનિમય કચેરી દ્વારા ૪૯૭ લોકોને એમ કુલ ૬૫૨ લોકોને બોલાવ્યા હતા. જેમાથી ૨૨૨ ઉમેદવારોએ ખેરાલુ કોલેજમાં પરિક્ષા આપી હતી. નેશનલ ઈન્સ્ટીટ્યુચ ઓફ કો.ઓપરેટીવ મેનેજમેન્ટ દ્વારા ૬૦% ઉપરના ૧૧૦ જણને મૌખિક ઈન્ટરવ્યુ માટે બોલાવ્યા હતા. જેમાંથી ૯૪ લોકોએ ઈન્ટરવ્યુ આપ્યુ હતુ. જેમાંથી ૯ કલાર્ક પાંચ પટાવાળાની ભરતી કરવામાં આવી છે. જ્યારે ત્રણ ઈ.ડી.પી. ઓફિસરના ઈન્ટરવ્યુ માટે પુરતા ઉમેદવારો ન આવતા ભરતી કરવાની બાકી રાખી છે. આજરીતે ગોજારીયા નાગરિક બેંક દ્વારા ૨૩ લોકોની ભરતી કરી છે. તેમજ મહેસાણા અર્બન બેંક દ્વારા પણ ત્રણ ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે. લેખિત પરિક્ષાના ૫૦% માર્કસ અને મૌખિક પરિક્ષાના ૫૦% માર્ક ગણીને હાલ ૧૪ લોકોની ભરતી થઈ છે. આ ભરતી પારદર્શક રીતે કરાઈ છે. તેવુ ખેરાલુ નાગરિક બેંકના જનરલ મેનેજર ભવાનભાઈ પટેલ જણાવે છે.
ઉપરોક્ત બાબતે વારંવાર ખુલાસા કરવા છતાં રાજ્ય રજીસ્ટ્રારને અરજી કરાઈ છે. અરજીના આક્ષેપો જોઈએ તો, બોર્ડ ઓફ ડિરેક્ટરનુ સંચાલક બોર્ડ ૮ વર્ષ ઉપરાંતનુ છે. જેથી બોર્ડ ઓફ ડિરેક્ટર્સને ડિઝોલ કરવુ ખાતાકીય તપાસ થાય તો ઘણીબધી નિયમ વિરૂધ્ધની કાર્યવાહી પકડાય તેમ છે. બેંકમાં ગેરકાયદેસર નિયમ વિરૂધ્ધ ભરતી પ્રક્રિયા ચાલુ છે. જેમાં કોઈપણ નિયમોનું પાલન કરાયુ નથી. સરકારના નિતી નિયમો વિરૂધ્ધ ભરતી પ્રક્રિયા થઈ છે. (૧) બેંક દ્વારા કોઈપણ બઢતી- ભરતીના નિયમો મંજુર કરાવેલ નથી. (૨) બેંક દ્વારા ભરત- બઢતી અંગેનું મહેકમ મંજુર કરાવેલ નથી.(૩) કામકાજના ભારણ પ્રમાણે મહેકમની મંજુર મળેલ નથી. (૪) બેંક દ્વારા કોઈપણ પ્રકારનુ રોસ્ટર મંજુર કરેલ નથી. (૫) ભરતી અંગેની જાહેરાત બારોબાર કોઈપણ પુર્વ મંજુરી મેળવ્યા સિવાય ઉત્તર ગુજરાત આવૃતિમાં આપીને બહોળી પ્રસિધ્ધિ ન કરી ઈચ્છુક ઉમેદવારોને વંચિત રાખ્યા છે. (૬) સરકારશ્રીના નિતી નિયમો મુજબ જાહેરાતમાં એસ.સી., એસ.ટી., ઓબીસી કે ઈ.ડબલ્યુ એસ.કે મહિલા અનામત કે વિકલાંગ અનામતની જોગવાઈ કરવામાં આવી નથી. (૭) નામદાર સરકારશ્રીના નિતી નિયમો મુજબ પાંચ વર્ષ ફિક્સ પગાર નક્કી કરવામાં આવે છે. પરંતુ નિયમો ભંગ કરી બે વર્ષ માટે ફિક્સ પગાર નક્કી કરવામાં આવેલ છે. આમ ઉપરોક્ત હકીકત ધ્યાને લઈ તપાસ કરાવી ભરતી પ્રક્રિયા તાત્કાલિક અસરથી સ્ટે કરી અને બેંકનું અહિત અટકાવવા માંગણી કરી છે. અરજીમાં સહી અરવિંદભાઈ એમ.દેસાઈ લખ્યુ છે. આ નામ ધરાવતા વ્યક્તિને પુછતા તેણે અરજી નથી કરી તેમ જણાવ્યુ હતુ. અરજી મુખ્યમંત્રી, સહકારમંત્રી, આરોગ્યમંત્રી, રીઝર્વબેંક તકેદારી આયોગ, અને જીલ્લા રજીસ્ટ્રારને નકલ રવાના કરાઈ છે.
આ બધી વાત ઉપરાંત હમણાંજ ગુજરાત સરકારે જાહેર કર્યુ છે કે, છેલ્લા ૨૦ વર્ષમાં સહકારી વિભાગોમાં થયેલી ભરતીની રાજ્ય સરકાર તપાસ કરશે જેમાં દુધનુ દુધ અને પાણીનુ પાણી થઈ જશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us