Select Page

આરોગ્યમંત્રીની અધ્યક્ષતામાં ધામણવામાં વિકસિત ભારત કાર્યક્રમ યોજાયો

સરકારી સહાયને ઘરે-ઘરે પહોંચાડવાનો નિર્ધાર પ્રત્યેક નાગરિકને વિકાસની મુખ્ય ધારામાં જોડી રહ્યો છે-આરોગ્યમંત્રી ઋષિકેશ ભાઈ પટેલ

મહેસાણા
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, “વિકાસની કસર ક્યાંય બાકી ના રહે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ લાભાર્થીઓના ઘર આંગણે આવ્યો છે ત્યારે મોદીની ગેરંટી નો રથ છેવાડાના માનવીને જનધન ખાતા થકી બધી જ યોજનાઓનો સીધે સીધો લાભ અને સહાય પાત્રતા ધરાવતા લાભાર્થીઓની આપવા માટે આવી પહોંચ્યો છે. જેને યોજનાઓનો લાભ જોઈએ છે ,જેને ખાતું ખોલાવવું છે તેવા સૌ માટે ઘર આંગણે સંકલ્પ રથયાત્રા વિવિધ ૧૭ યોજનાઓની સહાય કરી આપે છે.”
મંત્રીશ્રીએ આ પ્રસંગે વિવિધ યોજનાઓ અને તેના લાભની વિગતો પૂરી પાડતા જણાવ્યું હતું કે, “આ માત્ર સંકલ્પ યાત્રા નથી પણ નાની-નાની બાબતોથી છેવાડા માનવીને વિકસિત ભારતમાં સાથે લેવાનો નિર્ધાર છે. આ તકે તેમણે ધામણવા વાસીઓને જણાવ્યું હતું કે ધામણવા કુપોષણ મુક્ત ગામ બને તેનો નિર્ધાર આપ સૌ કરો. સરકાર તો કરે જ છે સમાજે પણ તેમાં સહયોગ કરવાનો છે.”
આરોગ્ય મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “સરકાર સર્વાંગી વિકાસનો પ્રયત્ન કરી રહી છે. સમાજે તેને જાળવવા સહયોગ કરવો જોઈએ. ગામ નક્કી કરે તો ખૂબ મોટું પરિવર્તન લાવી શકે છે ગામ ચોરામાં વિકાસની ચર્ચા થાય તેમ જ સરકારે નક્કી કરેલી સહાયો ઘેર ઘેર સુધી પહોંચાડવાનો નિર્ધાર કરીને સમસ્ત ગામને વિકાસની ધારામાં જોડી શકાય છે.”
આ તકે મંત્રીશ્રીએ સંપૂર્ણ ગામ ઓડીએફ વાળુ થયું એનું પ્રમાણપત્ર પણ સરપંચ મનુભાઈ પટેલને અર્પણ કર્યું હતું. ધામણવાના અગ્રણીઓએ આરોગ્ય મંત્રીશ્રીનું ઉત્સાહભેર સન્માન કર્યું હતું.
મહેસાણા જિલ્લા કલેકટરશ્રી એમ. નાગરાજને સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, “ગામના છેવાડામાં રહેતા લાભાર્થીને વિકાસની ધારામાં લાવવાના સંકલ્પ સાથે પ્રારંભ થયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા આપના આંગણે આવી છે ત્યારે વિવિધ સરકારી યોજનાનો લાભ લો.”
આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય અને મેડિકલ મંત્રાલયના સંયુક્ત સચિવ ડો. વિપુલભાઈ અગ્રવાલ તેમજ કન્સલ્ટન્ટ ડો.ભુપેન્દ્રસિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મેરી કહાની મેરી જુબાની અંતર્ગત આ કાર્યક્રમમાં “મા કેર પ્રોજેકટ માટે ઠાકોર મનીષા બેને તેમજ પુર્ણાશક્તિ યોજના માટે રાવલ દીપિકાબેને , પ્રાકૃતિક ખેતી માટે ઠાકોર રમેશજીએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા.
ઉપસ્થિત મહાનુભાવો એ આ તકે વિવિધ યોજનાઓના લાભાર્થીને સાધન સહાય તેમજ ચેક અને પ્રમાણપત્રો અર્પણ કર્યા હતા. તેમજ આપણો સંકલ્પ વિકસિત ભારત ફિલ્મની પણ ગ્રામજનો એ મોટી સંખ્યામાં રસભેર નિહાળી હતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં ગ્રામજનોએ પ્રધાનમંત્રીનો વીડિયો સંદેશ નિહાળ્યો હતો.
આ કાર્યક્રમમાં વિસનગર તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન વણકર, ઉપ-પ્રમુખ જનકબા ચાવડા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન વી.પી.પટેલ, અગ્રણી, તાલુકા ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, એપીએમસી ડીરેક્ટર ભરતભાઈ પટેલ, મહામંત્રી મહેશભાઈ પટેલ, મહામંત્રી મહેન્દ્રભાઈ ચૌધરી તેમજ ગામના અગ્રણીઓ અને જિલ્લા વિકાસ ડો ઓમ પ્રકાશ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.મહેશભાઈ કાપડિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી બીરેનભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી સૂચિબેન પટેલ, મહેસાણા તાલુકા આરોગ્ય અધિકારી ડો.સુહાગભાઈ શ્રીમાળી તેમજ મામલતદાર અને પદાધિકારીઓને અધિકારીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર હાજર રહ્યા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us