Select Page

રોટરી ક્લબ ઓફ વિસનગર દ્વારા શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ

રોટરી ક્લબ ઓફ વિસનગર દ્વારા શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ

સંસ્થાની કાયમી સેવાકીય પ્રવૃત્તિઓ અવિરત રહે તે માટે સુજ્ઞ દાતાઓને સહકાર આપવા અપીલ

સેવાયજ્ઞનું મંદિર એવા રોટરી ક્લબ ઓફ વિસનગર દ્વારા તબીબી, સામાજીક, શૈક્ષણિક જેવી અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. શહેરનો ક્રિમ અને બુધ્ધીજીવી વર્ગ ધરાવતા આ સંસ્થાના સભ્યો દ્વારા દિવસે દિવસે સેવાકીય પ્રવૃત્તિઓમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. સેવાકીય ખર્ચને પહોચી વળવા માટે ફંડ વધારવુ પણ એટલુજ જરૂરી છે. વિસનગર પંથકમાં રોટરી ક્લબ થકી સેવાકાર્યો અવિરત રહે તે માટે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં વિવિધ આયોજનમાં સૌજન્ય દાતાની જોગવાઈ કરવામાં આવી છે. ભાગવત સપ્તાહ દરમ્યાન વિવિધ કાર્યક્રમના દાતા બની સંસ્થાના સેવાકીય કાર્યોમાં સહભાગી બનવા માટે દાતાઓને નમ્ર અપીલ કરવામાં આવી છે.
સમગ્ર ઉત્તર ગુજરાતની ૧૯૪૮ માં સ્થપાયેલ જુનામાં જુની રોટરી ક્લબ ઓફ વિસનગર અનેકવિધ તબીબી, સામાજીક અને શૈક્ષણિક પ્રવૃતિઓ છેલ્લા ૭૪ વર્ષથી વિસનગર અને આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારમાં કરી રહી છે. સેવા ક્ષેત્રે વિશિષ્ટ પ્રતિભા ધરાવતી સંસ્થા ચાલું વર્ષે તેની અવિરત સેવા યાત્રાના ૭પ મા વર્ષમાં પ્રવેશ કરી અમૃત મહોત્સવની ઉજવણી કરવા જઈ રહી છે.
રોટરી ક્લબમાં જોડાનાર તમામ સભ્યો સેવા અને માનવતાના ઉદ્‌ેશ્ય સાથે શહેર અને તાલુકાના ગામડાઓમાં જરૂરીયાતમંદ લોકોના બહેતર જીવન માટે તેના કાયમી પ્રોજેક્ટ જેવા કે (૧) આપી પ્રિવેન્ટીવ હેલ્થ ક્લિનીક (ર) ફીઝીયોથેરાપી સેન્ટર (૩) એક્સરે તથા સોનોગ્રાફી સુવિધા (૪) કોમ્પ્યુટરાઈઝ પેથોલોજી લેબોરેટરી (પ) એમ્બ્યુલન્સ સેવા (૬) મલ્ટી પરપઝ મેડીકલ સેન્ટર (૭) રસીકરણ સેન્ટર (૮) રોટરી લાયબે્રરી (૯) પોલીયો નાબૂદી (૧૦) વ્યસન નાબૂદી કેમ્પ (૧૧) અંબાજી મેડીકલ કેમ્પ રોટરી (૧ર) જલમંદિર (૧૩) તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે સ્કોલરશીપ (૧૪) ગામડાની શાળાઓ દત્તક લેવી (૧પ) પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન (૧૬) સાક્ષરતા અભિયાન (૧૭) ડેડ બોડી ફ્રિઝર બોક્ષ (૧૮) રોટરી સર્કલ (૧૯) મોબાઈલ મેડીકલ વાન (ર૦) પીક-અપ સ્ટેન્ડ (ર૧) માનવતાની દિવાલ (રર) અન્ન દાન (ર૩) રોટરી જનની ઉર્ઝા (ર૪) ઓક્સીજન બેેંક (રપ) રોટરી રીડીંગ લાયબે્રરી ઉપરાંત યુવાનો, અપંગો, વૃધ્ધો અને ગામડા હંમેશા રોટરીની પ્રવૃતિઓના કેન્દ્ર સ્થાને રહ્યા છે. કુદરતી આપત્તિ જેવી કે દુષ્કાળ, રેલ રાહત, ભૂકંપ, કોરોના જેવા વાઈરસથી ફેલાતા રોગો તેમજ સર્વરોગ નિદાન કેમ્પ, નેત્ર યજ્ઞ, ક્ષય નિવારણ, ગરીબ દર્દીઓને આર્થીક મદદ, હ્ય્દયરોગ અને ડાયાબીટીસના દર્દીઓને વિશિષ્ટ સારવાર, શાળાઓમાં પાથરણા વિતરણ, યુવાનોને માર્ગદર્શન, અપંગોને સહાય, વૃધ્ધોને હુંફ અને ગામડાઓને દત્તક લઈને તેમની તમામ પ્રકારે સુખાકારી માટેના પ્રયાસો અને ગ્રામીણ ભારતના નવસર્જનમાં સહયોગ, શ્રેષ્ઠ કામગીરી અને વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન જેવી અનેકવિધ સામાજીક પ્રવૃતિઓથી રોટરી ક્લબ વિસનગર ધમધમતી રહી છે અને સમાજમાં એક વિશિષ્ટ ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું છે તથા હેલ્થ સેન્ટર, રસીકરણ સેન્ટર, ઓ.પી.ડી.માં અનુભવી ડોક્ટરશ્રીની સેવાઓ તેમજ રોટરી ક્લબ દ્વારા દત્તક લીધેલ વિવિધ ગામડાઓમાં સ્વાસ્થ્યને લગતી સેવાઓ હર હંમેશ માટે કેન્દ્ર સ્થાને રહીં છે.
આ સઘળી પ્રવૃતિઓ લોકો સુધી પહાેંચે અને તેની સમાજના વધુ ને વધુ લોકો લાભ લઈ શકે તે માટેના સઘળા પ્રયત્નો થતા રહે છે. ઉપરાંત મિત્રતા અને સમર્પણની મજબૂત ગાંઠે બંધાઈને રોટેરીયનોને માનવ સેવાની સતત પ્રેરણા મળતી રહે છે. રોટરી ક્લબની કાયમી સેવાકીય પ્રવૃત્તિઓને વધુ ગતિશીલ બનાવવા અને સેવાની જ્યોત અનેકવિધ સેવા કાર્યોથી ઝળહળતી રાખવા તારીખ ૨પ/૧૨/૨૦૨૨ થી ૩૧/૧૨/૨૦૨૨ દરમ્યાન અતિ ભવ્ય શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન અમૃત પાર્ટી પ્લોટ, આઈ.ટી.આઈ. ચાર રસ્તા, વિસનગર ખાતે થઈ રહ્યું છે. જેના વ્યાસપીઠ ઉપર વિદ્વાન કથાકાર ભાગવતાચાર્ય પૂ. શ્રી કનૈયાલાલ ભટ્ટ (રાજકોટ વાળા) બિરાજમાન થઈ સંગીતમય કથાનું દિવ્ય રસપાન કરાવશે. તો આ સેવા યજ્ઞમાં સહકારમય બની આ ભગીરથ કાર્યમાં આપ સૌને તન, મન અને ધનથી સહકાર આપવા / અપાવવા નમ્ર વિનંતી છે.
આ સપ્તાહમાં મુખ્ય યજમાન, સહ યજમાન – ર, દૈનિક યજમાન – ૭, મુખ્ય ભોજન દાતા – પૂર્ણાહુતી પ્રસંગે, કથા મંડપના દાતા, પોથીયાત્રા ભોજન દાતા – શુભારંભ પ્રસંગે, બ્રહ્મ ભોજન દાતા, આયોજનના સહભાગી દાતા, દાતા શુભેચ્છકશ્રી, વિશેષ શુભેચ્છકશ્રી, શુભેચ્છકશ્રી, સાંસ્કૃતિક કાર્યક્રમ દાતા – ૩, વિડીઓ-ફોટોગ્રાફીના દાતા, લાઈટ ડેકોરેશનના દાતા, મુદ્રણ સૌજન્ય, કથા વેશભૂષા દાતા, ફુલહારના દાતા, ચા-પાણીના દાતા, મીનરલ વોટરના દાતા, મેઈનગેટ જાહેરાતના દાતા, જાહેરાત ગેટના દાતા અને જાહેરાતના બેનર જેવા વિવિધ સૌજન્યની જોગવાઈ કરવામાં આવી છે. રોટરી ક્લબ ઓફ વિસનગર દ્વારા કાયમી સેવાકીય પ્રવૃત્તિઓમાં આર્થીક સહયોગ આપવા દાતાશ્રીઓને ખાસ અપીલ કરાઈ છે. તેમજ ભાગવત કથા શ્રવણ કરવા શહેર તથા આજુ-બાજુના સર્વે ભાવિક નાગરીકોને હાર્દિક આમંત્રણ છે.
આ બાબતે વધુ માહિતી તથા જાણકારી માટે પ્રમુખ રોટે.હિતેશ આર.રાવલ મો.નં.૯૮૯૮૯૮૦૯૭૮, સેક્રેટરી રોટે. સંજય પી.પટેલ મો.નં.૯૮૨૫૧૦૦૫૯૯, પ્રોજેક્ટ ચેરમેન રોટે.રાજેશ એસ.પટેલ મો.નં.૯૪૨૯૭૨૭૬૭૨ તથા પ્રોજેક્ટ કો.ચેરમેન રોટે.નિરવ એસ.પટેલ મો.નં.૯૮૨૫૨૩૧૦૯૫, રોટે.વિષ્ણુભાઈ વી.પટેલ મો.નં.૯૮૭૯૫૨૨૭૨૧ ઉપર સંપર્ક કરવા વિનંતી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts