Select Page

દેશ આઝાદ થયા બાદ પ્રથમ વખત ધાર્મિક સ્થળોનો વિકાસ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશના પવિત્ર યાત્રાધામોના નવનિર્માણના શિલ્પી

દેશ આઝાદ થયા બાદ પ્રથમ વખત ધાર્મિક સ્થળોનો વિકાસ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશના પવિત્ર યાત્રાધામોના નવનિર્માણના શિલ્પી

તંત્રી સ્થાનેથી…
પ્રાચિન સમયમાં ભારતમાં વિવિધ રાજાઓએ જે શાનદાર ભવ્ય મંદિરોની ભેટ આપી છે એ સમય જાણે પુનરાવર્તિત થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં આઝાદી બાદ પ્રથમ વખત દેશના ધાર્મિક સ્થળોની કાયાપલટ થઈ રહી છે. સદીઓથી વિવિધ આક્રમણકારો દ્વારા ધ્વંશ કરવામાં આવેલા અનેક મંદિરોને એક નવજીવન મળી રહ્યુ છે. કોંગ્રેસના શાસનમાં વર્ષોથી હિન્દુ મંદિરોના વિકાસને નજરઅંદાજ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસન સમયથી ભારતના રાજકારણમાં મંદિરોની ભૂમિકા સૌથી મહત્વની બની ગઈ છે. મંદિર વિકાસ અભિયાનથી હિન્દુઓના મન અને માનસિકતામાં મૃતપાય બનેલી સનાતન ધર્મની સંસ્કૃતિ ખીલી ઉઠી છે. વડાપ્રધાનની મંદિર વિકાસ ભૂમિકા આગામી સમયમાં નવી સકારાત્મક વિચારધારાને પણ જન્મ આપે તેવી શક્યતા છે. મંદિર અભિયાનથી હિલ સ્ટેશનોમાં ફરવા જતા ટુરીસ્ટ હવે યાત્રાધામો અને પવિત્ર ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. છેલ્લા ૧૦ વર્ષમાં દેશમાં જેટલા મંદિરોના રિનોવેશન, ડેવલપમેન્ટ નિર્માણ તેમજ દર્શનનુ મહાત્મ્ય વધ્યુ છે તેવુ ભૂતકાળમાં ક્યારેય જોવા મળ્યુ નથી. ગુજરાતમાં મહાકાળી માતાનુ સ્થાનક યાત્રાધામ પાવાગઢ વર્ષોથી જૈસે થે સ્થિતિમાં હતુ. ત્યારે સર્વાંગી વિકાસ માટે રૂા.૨૩૮ કરોડનો ખર્ચ કરવામાં આવશે. તળેટી, માંચી અને મંદિર એમ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેચાયેલા આ યાત્રાધામમાં યાત્રિકોની સુવિધા અને સવલત માટેના અનેક વિકાસ કામ કરવામાં આવ્યા છે. મંદિર દર્શન માટે ભક્તોને સરળતા રહે તે માટે રોપ-વે એક્સટેન્શનની કામગીરી સાથે મંદિર પરિસર સુધી પહોચવા હાઈડ્રોલીક લીફ્ટની પણ સુવિધા પુરી પાડવામાં આવશે. ઉત્તર ગુજરાતનુ યાત્રાધામ અંબાજી મંદિર દેશના ૫૧ શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. મંદિરના શિખર ઉપર ૩૫૮ સુવર્ણકળશ લાગ્યા હોવાથી તેમજ શિખરને સોનેથી મઢવામાં આવતા ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે. આવનાર સમયમાં અંબાજી વિશ્વનુ સૌથી મોટુ શક્તિપીઠ બને તેવી તૈયારીઓ સરકારના નવા પ્રોજેક્ટમાં જોવા મળી રહી છે. જેમાં અંદાજે રૂા.૨૦૦૦ કરોડના ખર્ચે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અંબાજી મુખ્ય મંદિરથી લઈને મંદિર આસપાસના વિસ્તારને સાકળતા વિવિધ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. યાત્રાધામ અંબાજી કોરિડોરનો ડેવલપ પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં આવેલ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે પણ કાશી વિશ્વનાથ મહાદેવની જેમ કોરિડોર બનાવવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને આખરી ઓપ અપાઈ રહ્યો છે. કોરિડોરના નિર્માણમાં વચ્ચે આવતા કોમર્શિયલ અને રહેણાંક સહિતના નાના મોટા ૫૦૦ થી પણ વધારે બાંધકામ દૂર કરવામાં આવશે. ટૂંક સમયમાં ફાઈનલ ડિઝાઈન તૈયાર થઈ જશે પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમક્ષ મુકવામાં આવશે. વડાપ્રધાનની મંજુરી મળે એટલે ૨૦૨૪ માં કોરિડોરનું કામ શરૂ થઈ જશે. મધ્યપ્રદેશમાં દેશના ૧૨ જ્યોર્તિલિંગમાં મહાકાલેશ્વર મહાદેવ મંદિર સ્થાપિત છે. વર્ષો સુધી મંદિરનો કોઈ વિકાસ થયો નહોતો. ત્યારે ઉજ્જૈનમાં રૂા.૮૫૬ કરોડના ખર્ચે મહાકાલેશ્વર મંદિર કોરિડોર વિકાસ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનુ ઉદ્‌ઘાટન વડાપ્રધાન મોદીએ કર્યુ. મહાકાલ લોક પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો તીર્થયાત્રીઓને વિશ્વ કક્ષાની આધુનિક સુવિધાઓ પુરી પાડીને મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓના અનુભવને સમૃધ્ધ બનાવશે. ઉત્તરપ્રદેશની પૌરાણિક નગરી કાશી આજનુ વારાણસીમાં આવેલ પ્રાચિન મંદિર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરનો ૩૫૨ વર્ષ પહેલા રાણી અહિલ્યાબાઈએ જીર્ણોધ્ધાર કર્યો હતો. ત્યારબાદ મહારાજા રણજીતસિંહે મંદિરના શિખર ઉપર સોનાની પરત ચડાવી હતી. આ યાત્રાધામની પરિસ્થિતિ વર્ષોથી જૈસે થે હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી રૂા.૩૩૯ કરોડના ખર્ચે ૫ લાખ સ્કવૅર ફૂટમાં ૪૦૦ વર્ષ પછી કાશી વિશ્વનાથ કોરિડોરનું નિર્માણ થયુ. જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આભારી છે. વારાણસીમાં બાબા વિશ્વનાથ મંદિરની આસપાસ સેકડો અન્ય મંદિરો હતા. જેનુ અધિગ્રહણ કરીને આ કોરિડોરનું નિર્માણ કર્યુ. રામ જન્મભૂમિ અયોધ્યામાં ૫૦૦ વર્ષ સુધી રામલલ્લા નિજ મંદિરમાં બીરાજી શક્યા નહોતા. વડાપ્રધાન મોદીની ઈચ્છાશક્તિથી અબજો રૂપિયાના ખર્ચે મંદિરનું નિર્માણ થયુ અને ૨૨ મી જાન્યુઆરીએ શ્રીરામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવના સૌ સાક્ષી બન્યા. ભારત દેશમાં ચારધામ યાત્રાનુ વિશેષ મહત્વ છે. જીવનમાં એક વખત ચારધામ યાત્રાની દરેક દેશવાસીની તમન્ના હોય છે. તમામ ઋતુમાં યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ ચારધામની યાત્રા કરી શકાય તે માટે રૂા.૧૨ હજાર કરોડના ખર્ચે ૯૦૦ કિલોમીટરના માર્ગનો પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાયો છે. ચારધામ યાત્રાના માર્ગ પણ પહોળા કરવામાં આવશે. આ પ્રોજેક્ટ દેશની સુરક્ષા માટે પણ મહત્વનો સાબીત થશે. વડાપ્રધાન મોદી દેશના પવિત્ર યાત્રાધામોના નવનિર્માણના શિલ્પી બનતા યાત્રાધામ પ્રવાસને વેગ મળી રહ્યો છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us