Select Page

વિસનગરમાં મતદારોને જાગૃત કરવાના વહીવટીતંત્રના પ્રયાસો નિષ્ફળ

વિસનગરમાં મતદારોને જાગૃત કરવાના વહીવટીતંત્રના પ્રયાસો નિષ્ફળ
      મહેસાણા જીલ્લા ચુંટણી અધિકારીના આદેશથી વિસનગર તાલુકા વહીવટીતંત્ર દ્વારા લોકસભાની ચુંટણીમાં મતદાન બાબતે લોકોમાં જાગૃતિ  લાવવા માટે અવનવા પ્રયોગો અને કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. છતાં આ લોકસભાની ચુંટણીમાં વિસનગર તાલુકામાં ૫૯.૭૩ ટકા મતદાન થતા મતદારોનો નિરૂત્સાહ જોવા મળ્યો હતો. મતદારોનો નિરૂત્સાહ ભાજપ માટે ચિંતાજનક કહેવાય.
કેન્દ્રીય ચુંટણી પંચે આ લોકસભા-૨૦૨૪ની ચુંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદારોનો ઉત્સાહ વધારવા રાજ્યના તમામ જીલ્લાના કલેક્ટર એવમ્‌ મુખ્ય જીલ્લા ચુંટણી અધિકારીને આદેશ આપ્યા હતા. ચુંટણી પંચના આદેશથી મહેસાણા જીલ્લા કલેક્ટર એવમ્‌ મુખ્ય જીલ્લા ચુંટણી અધિકારી એમ.નાગરાજન સહિત સમગ્ર જીલ્લા વહીવટી તંત્રએ લોકોમાં મતદાન બાબતે જાગૃતિ લાવવા માટે મોડેલ મતદાન કેન્દ્ર, મહેંદી, રંગોળી, રન ફોર યુનિટિ જેવા કાર્યક્રમો કર્યા હતા. જેમાં વિસનગર પ્રાન્ત અધિકારી એવમ્‌ મદદનીશ ચુંટણી અધિકારી દેવાંગભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. શહેરના વેપારીઓ દ્વારા અવનવી ડીસ્કાઉન્ટીંગની ઓફરો મુકી મતદારોને જાગૃત કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ચુંટણી પંચે ગત લોકસભાની ચુંટણી કરતા આ લોકસભાની ચુંટણીમાં મતદારોનો ઉત્સાહ વધારવા અનેક પ્રયોગો કર્યા હતા. છતાં આ ચુંટણીમા ગુજરાતની મોટાભાગની બેઠકો ઉપર ગત લોકસભાની સરખામણીમાં ઓછું  થયું છે. જેમાં મહેસાણા લોકસભા બેઠકના વિસનગર તાલુકામાં ૫૯.૭૩ ટકા મતદાન થયું છે. જ્યારે ગત લોકસભાની ચુંટણીમાં આ તાલુકામાં ૬૫.૭૫ ટકા મતદાન થયુ હતુ. આમ આ લોકસભાની ચુંટણીમાં મતદારોમાં મતદાન બાબતે જાગૃતિ લાવવાના વહીવટીતંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ નિવડ્યા છે. મતદારોનો નિરૂત્સાહ ભાજપ માટે ચિંતાજનક કહેવાય.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us