Select Page

કેન્સર પીડિતો માટે કેશદાન કરી લક્ષ્મીપુરાની દીકરીએ મુંડન કરાવી માનવતાની મહેક પ્રસરાવી

કેન્સર પીડિતો માટે કેશદાન કરી લક્ષ્મીપુરાની દીકરીએ મુંડન કરાવી માનવતાની મહેક પ્રસરાવી

૨૭ ગામ કડવા પાટીદાર સમાજના લક્ષ્મીપુરા (વાલમ) ગામના વતની સચી પટેલે ઈન્સ્ટાગ્રામ (Bald Beauty India) એકાઉન્ટ પર કેન્સર પીડિતો માટે વાળ ડોનેટ કરતો વિડિયો જોયો ત્યારે આ માનવતા ના કાર્યથી પ્રભાવિત થઈને પોતે પણ Hair Donate કરવાનો નિર્ણય લીધો, પરિવારની સંમતિથી ૧૩/૦૫/૨૪ ના રોજ સચી પટેલે Hair Donate કરતી સંસ્થાના વ્યવસ્થાપક વિસનગરના તુષારભાઈ પટેલનો સંપર્ક કરી પોતાના સંપૂર્ણ વાળ મુંડન કરાવી કેન્સર પીડિતો માટે કેશ દાન કરી સમગ્ર પંથકમાં માનવતાની મહેક પ્રસરાવી છે.
આ વિશે વધુમાં જાણવા મળ્યું કે ડોનેટ કરેલા વાળ Hyderabad Hair Donation for Cancer Patients નામની સંસ્થામાં મોકલવામાં આવે છે, ત્યાંથી Hair Wigs બનાવીને સમગ્ર ભારતભરમાં કેન્સરના દર્દીઓને મફતમાં Hair Wigs આપવાનું અભિયાન ચાલે છે. અત્યાર સુધીમાં ૩૦૦ થી વધુ કેન્સર પીડિત બહેનોને Hair Wigs આપીને તેમના ચહેરા પર સ્મિત લાવવાનું ઉમદા કાર્ય કરવામાં આવેલ છે.
મુંડન કરાવવાના પોતાના નિર્ણય પર સચી પટેલે જણાવ્યું હતું કે આપને સૌ પૈસાનુ તો દાન કરી શકીએ છીએ પણ વાળનું દાન સંવેદના – લાગણી સાથે જોડાયેલ છે. મારા વાળ તો થોડા સમયમાં પાછા આવી જશે પણ જેને વાળ નથી તેમને મારા વાળ મળશે એટલે એમના ચેહરા પર ખુશી આવશે એ જ મારા માટે મહત્વની વાત છે.
સચી પટેલે વધુમાં જણાવ્યું હતું કે મૈ જોયું છે કે ગણી બહેનો પોતાના વાળ ખરવા લાગે તો ડિપ્રેશનમાં આવવા લાગે છે, તેમજ વાળ ચાલ્યા જવાના ડરથી ખોટા વિચારે ચડી જાય છે. હું આ તમામ બહેનોને કહેવા માગું છું કે વાળ ના હોવા શરમનું પ્રતીક નથી, તે પણ આપણા શરીરનો હિસ્સો છે એને આપણે સહજતાથી સ્વીકારવું જોઈએ અને તમારે કોઈ પણ જાતના ટેન્શન કે ડિપ્રેશન વગર ખુલ્લા મને જાહેરમાં ફરવું જોઈએ, મારા જેવી હજારો છોકરીઓ છે જે ખુશીથી મુંડન કરાવી ટોપી કે સ્કાફ વગર જાહેરમાં ફરે છે, મને વિશ્વાસ છે કે અમારા આ પ્રયાસથી આવી ગણી બધી બહેનોને કોંફીડેન્સ આવશે.
અન્ય બહેનોએ પણ Hair Donate કરી કેન્સર પેશન્ટ ને મદદ કરવી હોય તો મો.નં. ૯૭૨૩૨૧૧૩૫૪ ઉપર સંપર્ક કરી અથવા ઈન્સ્ટાગ્રામ પર Bald Beauty India નામના પેજ પર જોડાઈને આ અભિયાનમાં સહયોગી થઈ શકો છો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us