Select Page

વિસનગરમાં મતદાતાઓને ખાણીપીણીમાં ૫ થી ૧૦ ટકા ડિસ્કાઉન્ટ

૭ મી મે મતદાનના બીજા દિવસે આંગળી ઉપર ટપકુ બતાવનારને ફાયદો

  • શહેરના જાણીતા રેડીમેડ શોરૂમ ગેટ વે મા ૫ ટકા ડિસ્કાઉન્ટ
  • નાઈન માર્ટ મૉલમાં આકર્ષક ગીફ્ટ આપવામા આવશે
વિસનગરમાં મતદાન જાગૃતિ અંતર્ગત પાલિકા ચીફ ઓફીસરના માર્ગદર્શનમાં સ્વીપ એક્ટીવીટી ચાલી રહી છે. સોસાયટીઓ અને મહોલ્લામાં મીટીંગો કરીને મતદાનનુ મહત્વ સમજાવવામાં આવી રહ્યુ છે. મતદારોમાં મતદાન કરવાનો ઉત્સાહ વધે તે માટે ચીફ ઓફીસરના પ્રયત્નોથી શહેરની હોટલો અને રેસ્ટોરંટના વેપારીઓએ એક દિવસની પ્રોત્સાહક યોજના અમલમાં મુકી છે. જેમા મતદાનના બીજા દિવસે આંગળી ઉપર ટપકુ બતાવનાર મતદાતાને ૫ થી ૧૦ ટકા સુધી ડિસ્કાઉન્ટ મળશે.
લોકસભાની ચુંટણીના પ્રથમ અને બીજા તબક્કાના મતદાનમાં મતદારોમાં નિરૂત્સાહ જોવા મળતા ત્રીજા તબક્કામાં ગુજરાતમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચુંટણી પંચના આદેશથી મહેસાણા જીલ્લા સીટના ચુંટણી અધિકારી એમ.નાગરાજનના માર્ગદર્શનમાં મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત વિસનગર પાલિકા ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રીવેદીના માર્ગદર્શનમાં સ્વીપ એક્ટીવીટી ચાલી રહી છે. જેમાં મતદાનનુ કેટલુ મહત્વ છે તેની માહિતી મતદારોને આપવામાં આવી રહી છે. તેમ છતા મતદાન દિવસ એટલેકે ૭ મી મેના રોજ મતદારોનો ઉત્સાહ વધે તે માટે ચીફ ઓફીસરની અધ્યક્ષતામાં શહેરના વેપારીઓની મીટીંગ મળી હતી. આ મીટીંગમાં મતદારો મતદાન કરવા જાગૃત થાય તે માટે આકર્ષક ગીફ્ટ, આકર્ષક વળતર અને ડિસ્કાઉન્ટ આપવા માટે વેપારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં હોટલ અને રેસ્ટોરંટના વેપારીઓએ મતદાન કરનારને ૫ થી ૧૦ ટકા વળતર આપવા સંમતી આપી હતી. આ મીટીંગમાં આર.કે.પાર્ટી પ્લોટની સામે રામ હલ્દી સેન્ટરમાં ૧૦ ટકા, પાલડી ત્રણ રસ્તા ફન પોઈંટ રેસ્ટોરંટમાં ૫ ટકા, હોટલ માટેલમાં ૭ ટકા, ખેરાલુ રોડ ઈટ એન્ડ સ્ટ્રીટ રેસ્ટોરંટમાં ૫ ટકા, મહેસાણા ચાર રસ્તા સ્વાગત હોટલ સામે શ્રી રામ કુટીર રેસ્ટોરંટમાં ૫ ટકા, થલોટા ચાર રસ્તા શુકન રેસ્ટોરંટમાં તા.૮, ૯ અને ૧૦ ત્રણ દિવસ ૧૦ ટકા, મહેસાણા ચાર રસ્તા હેપ્પી જર્ની રેસ્ટોરંટમાં ૧૦ ટકા, મહેસાણા ચાર રસ્તા સમર્પણ સામે શ્રી રામ ઝુંપડી રેસ્ટોરંટમાં ૧૦ ટકા, ર્ડા.જયરાજભાઈ પટેલની બાજુમાં ક્રિષ્ણા કાઠીયાવાડીમાં ૧૦ ટકા, કડા ત્રણ રસ્તા પાસે શ્રી ખોડીયાર કાઠીયાવાડીમાં ૧૦ ટકા, નવદુર્ગા ભાજીપાઉંમાં ડીસ ઉપર રૂા.૫ અને નવદુર્ગા નાસ્તા હાઉસમાં ૨૫૦ ગ્રામ ફરસાણની ખરીદીમાં રૂા.૫ તથા સ્પાન ચંદન મૉલ માર્કેટમાં આકર્ષક વળતર, નાઈન માર્ટ મૉલમાં આકર્ષક ગીફ્ટ તથા શહેરના જાણીતા રેડીમેડ શોરૂમ ગેટ વેમા ૫ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. મતદાનના બીજા દિવસે એટલે કે તા.૮-૫ ના રોજ ફક્ત એક દિવસ ડિસ્કાઉન્ટનો લાભ મળશે. આગળી ઉપર મતદાન કર્યાનુ ટપકુ બતાવનાર મતદાતાનેજ ડિસ્કાઉન્ટનો લાભ મળશે. મતદાતાઓને પ્રોત્સાહન આપનાર આ યોજનામાં નામ નોધાવવા માગતા વેપારીઓ પાલિકા ઓ.એસ.સુધીરભાઈ કંસારાનો મો.નં.૮૧૪૧૫૨૪૨૭૫ ઉપર સંપર્ક કરી શકે છે. આ યોજનામાં જોડાયેલા વેપારીઓના નામ તા.૬-૫-૨૦૨૪ ના પ્રચાર સાપ્તાહિકના અંકમાં જાહેર કરવામાં આવશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us