Select Page

ખેરાલુમાં ભારતીય કિસાન સંઘ દ્વારા પાણી મુદ્દે આવેદનપત્ર

ખેરાલુમાં ભારતીય કિસાન સંઘ દ્વારા પાણી મુદ્દે આવેદનપત્ર


ખેરાલુ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા ખેરાલુ, સતલાસણા તાલુકાની જનતા જનાર્દનના લાંબા સમયના જીવનનિર્વાહના પ્રાણ પ્રશ્નોના પરિણામ લક્ષી નિરાકરણ લાવવા મહા મહિમ રાજ્યપાલશ્રીને સંબોધી ૩૦-૫-૨૦૨૨ના રોજ પ્રાંત અધિકારી ખેરાલુને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. આવેદનપત્રના તમામ મુદ્દા યોગ્ય અને સાચા છે જેથી સરકારે ઝડપથી પ્રશ્નોનો નિકાલ કરવો જોઈએ.
આવેદનપત્રના ૧૩ મુદ્દા બાબતે જોઈએ તો મોઢેરા, મોટીદઉ, રસુલપુર, કુડા, ભીમપુર, નર્મદા આધારીત પાઈપ લાઈનનો સંપુર્ણ ક્ષમતા પ્રમાણે ક્યારેય ઉપયોગ થતો નથી વિજ કચેરીમાં પમ્પ હાઉસનો હોર્સ પાવર પણ ઘટાડી દેવામાં આવ્યા છે. પાઈપ લાઈનથી મશીનરીનો સમયસર મરામત કરાવી દેવી, ખેરાલુ, સતલાસણા તાલુકાની તમામ જમીન ધરોઈ ડેમ જળાશય યોજનાની સિંચાઈ કમાન્ડ વિસ્તારમાં સમાવેશ કરવો. સતલાસણાનુ ભીમપુર ખાતેનું વરસંગ તળાવને જીલ્લા પંચાયત હસ્તકથી રાજ્ય સરકાર હસ્તક કરી જળસંગ્રહ શક્તિમાં વધારો કરી જીલ્લાના “અમૃત સરોવરો” મા સમાવેશ કરવો, ચિમનાબાઈ સરોવરને ૧૦ મીટર સુધી ભરેલુ રાખવા જીલ્લાના “અમૃત સરોવર” તરીકે જાહેર કરી સંરક્ષીત કરવુ, સરોવરની માટીની પાળો લાઈનીંગ પાકી કરી કાચી માટીની પાળની ડાઉન સ્ટ્રીમમાં લીકેજ ન થાય તે માટે સમારકામ કરવુ, સંભવનાથ પાસેની નર્મદા પાઈપ લાઈનને ડાવોલ તળાવ સુધીની પાઈપલાઈનનુ કામ તેમજ વરેઠા ગામની પાઈપ લાઈન નાંખવાનુ કામ ઝડપથી પુર્ણ કરવુ, રૂપેણ નદીને ભીમપુર તળાવથી જશપુર, વરેઠા, ચિમનાબાઈ સુધી જીવંત કરવી, ધરોઈ નર્મદા ઓવરફ્લો થાય ત્યારે તાલુકાના તળાવો ભરવા, ખેરાલુ, સતલાસણા તાલુકાના નીમ થયેલા તળાવોનો વિકાસ કરવો તેમજ સરકારી જમીનો ઉપર નવા તળાવો નીમ કરી વિકસાવવા, ખેરાલુ, સતલાસણા તાલુકાના ૪૪ ગામ તળાવો ભરવા માટે સરકારે યોજના બનાવી છે જેને યુધ્ધના ધોરણે પુર્ણ કરવા માંગણી કરી છે. ખેરાલુ તાલુકામાં સૈનિક સ્કુલ મંજુર થઈ છે જે સત્વરે ચાલુ કરવી તેમજ લશ્કરી, અર્ધ લશ્કરી દળોના, નૌ સેના, વાયુ સેના, ભુમી સેના, ઝ્રઇઁહ્લ/જીઇઁ ની ભરતી માટેની લેખિત, શારીરિક, મૌખીક પરીક્ષાનુ તાલીમ કેન્દ્ર શરૂ કરવા માંગણી કરી છે. સરકાર દ્વારા પીયજ, લોદરા, રામપુરાથી ધરોઈ ડેમ સુધી જે પાઈપ લાઈન બંધ છે તેને ભીમપુર તળાવ, ચિમનાબાઈ સરોવર અને મોકેશ્વર ડેમ સુધી લંબાવવી તેમજ કડાણા ડેમ આધારીત સુજલામ- સુફલામ કેનાલથી મહુડી-વિજાપુરથી લીફ્ટ કરી વરસંગ તળાવમાં પાણી નાંખી ખેરાલુ- સતલાસણા ગામોને પાણી આપવુ. ખેરાલુ વૃંદાવન મહાદેવથી આગળ જે ગૌચર છે તેને રાજ્યપાલશ્રીના સુંદર અભિગમ સાકાર કરવા ગૌશાળા દેશી ગાયોનો રાખ રખાવ કરી સુભાષ પાલેકર આધારીત પ્રાકૃતિક ખેતી માટે તાલિમ કેન્દ્ર બનાવવુ અને તેને લગતુ જીવામૃત બનાવવા ખેતીવાડી ખાતા દ્વારા કામગીરી કરવી. તાલુકામાં ધોરણ૮ થી દ્ગઝ્રઝ્ર તાલીમ કેન્દ્રો, નિવૃત જવાનોની મદદથી રાષ્ટ્રહિતમાં યુવાનોને ટ્રેનીંગ આપવા માંગણીઓ કરી છે.
આવેદનપત્ર બાબતે ભારતીય કિસાન સંઘના પ્રમુખ કિર્તિભાઈ ચૌધરી (ડાવોલ)એ જણાવ્યુ હતુ કે, છેલ્લા ૨૫ વર્ષથી ભાજપની સરકાર છે. કાયમ ખેરાલુ- સતલાસણા તાલુકા સાથે અન્યાય થયો છતાં તાલુકા/જીલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભામાં ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા છે છતાં પાણી મુદ્દે અન્યાય થયો છે જેથી હવે જળ આંદોલન શરૂ કરાયુ છે. સાંસદ ભરતસિંહ ડાભીએ પણ વારંવાર પાણી મુદ્દે રજુઆતો કરી છે છતાં પરિણામ મળતુ નથી. શું આ પ્રશ્નોના હલ સરકાર કરી શકશે? ૨૦૨૨ની વિધાનસભાની ચુંટણીમા ભાજપ માટે આ આંદોલન કપરા ચડાણ સાબિત કરશે. આવેદનપત્ર આપવા માટે પ્રમુખ કિર્તિભાઈ ચૌધરી (ડાવોલ) સાથે મંત્રી ગિતેશભાઈ જોષી (વરેઠા), દલજીભાઈ દેસાઈ (ખેરાલુ), દિનેશભાઈ ચૌૈધરી (ચાણસોલ) સહિત ખેડુત આગેવાનો હાજર રહ્યા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us