Select Page

પાલડી મંડળીમા ખોટા સભાસદો બનાવી રૂા.૩૭ લાખની ઉચાપત

પાલડી મંડળીમા ખોટા સભાસદો બનાવી રૂા.૩૭ લાખની ઉચાપત

બે કરોડ રૂપિયાનુ કૌભાંડ છતા ત્રણ વર્ષથી ફરિયાદ થતી નથી

  • પાલડી ગામના ૧૫ વ્યક્તિઓની ગ્રાહક સુરક્ષા મંડળમાં રજુઆત – કેસીસી ધિરાણ માટે અરજી પણ કરી નથી કે બેંકના સેવિંગ્સ ખાતામાંથી રકમ પણ ઉપાડી નથી
  • મંડળીના પૂર્વ મંત્રીએ ઉચાપતના પૈસા નહી ભરવા અને રેકર્ડ બાળી નાખવાની ધમકી આપવા છતા કાર્યવાહી થતી નથી
  • ૭/૧૨ ના ઉતારામા નામ નથી તેવા વ્યક્તિઓના નામે લોન લઈ તેમના પરિવારના નામે ચાલતી જમીનમાં બોજા નોધ કરી

વિસનગર તાલુકાના પાલડી ગામની સેવા સહકારી મંડળીમા પૂર્વ મંત્રીના વહિવટ દરમ્યાન થયેલ કૌભાંડોની વિગતો ઓડીટ રીપોર્ટમા બહાર આવવા છતા છેલ્લા ત્રણ વર્ષથી કોઈ કાર્યવાહી થતી નથી અને રાજકીય રીતે આવા કૌભાંડીઓને ખોટી રીતે છાવરવામાં આવી રહ્યા છે. પાલડી ગામના ૧૪ વ્યક્તિઓએ વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષામા રજુઆત કરી છેકે તેઓ મંડળીમા સભાસદ નથી છતા તેમના નામે ખોટી રીતે ખેત ધિરાણની લોન લઈને જમીન ઉતારામા બોજા નોધ પાડવામા આવી છે. રૂા.૩૭ લાખનુ ધિરાણ લઈ ઉચાપતના આ કેસમા તાલુકાના સહકારી ક્ષેત્રમાં ભારે ચકચાર જાગી છે.
પાલડી સેવા સહકારી મંડળીના પૂર્વ મંત્રી, મહેસાણા ડીસ્ટ્રીક્ટ બેંક ઉમતા શાખા તથા મામલતદાર ઓફીસના ઈ-ધરા કેન્દ્રના કર્મચારીઓની મીલીભગતથી પાલડી ગામના ૧૪ વ્યક્તિઓ ખોટી રીતે દંડાઈ રહ્યા છે. પાલડી મંડળીના કુલ ૪૫૨ સભાસદોમા ગામના આ ૧૪ ખેડૂતોનુ સભાસદમા ક્યાય નામ નથી છતા તેમના નામે પાક ધિરાણ લઈ તેમની જમીનોમા બોજા નોધ કરવામાં આવતા ફસાયા છે. વર્ષ ૨૦૨૧-૨૨ ઓડીટ રીપોર્ટ પ્રમાણે મંડળીના કુલ ૧૨૯ સભાસદોને વર્ષ ૨૦૨૧-૨૨ મા ડીસ્ટ્રીક્ટ બેંકની ઉમતા શાખામાંથી કે.સી.સી. ધિરાણ આપવામાં આવ્યુ હતુ. જેમાં ચૌધરી મહેશભાઈ હરિસંગભાઈ દોલાભાઈ રૂા.૩૭,૦૦૦, ચૌધરી કનુભાઈ બબાભાઈ વેલજીભાઈ રૂા.૩,૦૦,૦૦૦, પટેલ વિષ્ણુભાઈ ત્રિભોવનદાસ રૂા.૬૦,૦૦૦, ચૌધરી રમેશભાઈ બાબુભાઈ રૂા.૨,૮૫,૦૦૦, ચૌધરી રાકેશભાઈ જગુભાઈ રૂા.૨,૯૦,૦૦૦, ચૌધરી જૈમીનભાઈ ધનજીભાઈ રૂા.૨,૧૦,૦૦૦, ચૌધરી વિનુભાઈ કાનજીભાઈ રૂા.૨,૭૫,૦૦૦, ચૌધરી ગોવિંદભાઈ વિરાભાઈ રૂા.૨,૮૫,૦૦૦, ચૌધરી સુરેશભાઈ રમણભાઈ દલસંગભાઈ રૂા.૩,૦૦,૦૦૦, ઠાકોર સિધ્ધરાજજી પ્રહલાદજી રૂા.૩,૦૦,૦૦૦, ઠાકોર શૈલેષજી રાજુજી રૂા.૩,૦૦,૦૦૦, ચૌધરી અલ્કેશકુમાર જગુભાઈ રૂા.૨,૯૦,૦૦૦, ચૌધરી મેહુલકુમાર ગાંડાભાઈ રૂા.૩,૦૦,૦૦૦ તથા ચૌધરી શંકરભાઈ દોલાભાઈ રૂા.૨,૪૫,૦૦૦ તથા ચૌધરી જશવંતભાઈ ભગવાનભાઈ રૂા.૨,૪૦,૦૦૦ એવુ ધિરાણ છેકે જેમને કરજખતની અરજી કરી નથી અને બેંકની શાખામાં ચાલતા કે.સી.સી. સેવિંગ્સ ખાતામાં જમા થયેલ રકમ બાબતે કોઈ જાણકારી નથી. જેમાં ચૌધરી જશવંતભાઈ ભગવાનભાઈ રૂા.૨,૪૦,૦૦૦ ભરીને આ વિવાદમાંથી છુટકારો મેળવ્યો છે. પાલડી મંડળી દ્વારા ખોટા નામે લોન મંજુર કરાવી રૂા.૩૭,૧૭,૦૦૦ ની ઉચાપત કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૧ ના જૂન અને જુલાઈમાં આ કૌભાંડ આચરવામાં આવ્યુ હતુ. જેમાં મહત્વની બાબત તો એ છેકે, ખેડૂત ખાતેદાર હોય અને ૭/૧૨ મા નામ હોય તેમનેજ પાક ધિરાણની લોન મળતી હોય છે. આ ૧૫ વ્યક્તિઓમાં સિધ્ધરાજજી ઠાકોર તથા શૈલેષજી ઠાકોરનુ ૭/૧૨ મા ક્યાય નામ નથી. છતા તેમના નામે લોન મંજુર કરી અને તેમના પરિવારના નામના ઉતારામા બોજા નોધ કરવામાં આવી છે. ખોટા ડૉક્યુમેન્ટ ઉભા કરી, ખોટી લોનો લઈ અને ખોટા બોજા પાડવામાંઆવ્યા હોવાની રજુઆત સાથે આ ખેડૂતો ન્યાય માટે ભટકી રહ્યા છે. છતા વિસનગર તાલુકાના તંત્રમાં કોઈ સાંભળતુ નથી. મંડળીના પૂર્વ મંત્રીની ગેરરીતીમાં ફસાયેલા આ ખેડૂતોએ ન્યાય માટે વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળમાં અરજી કરી છે.
નોંધપાત્ર બાબત છેકે, ઓડીટ દરમ્યાન મંડળીના પ્રમુખે લેખીતમાં જણાવ્યુ છેકે અગાઉના મંત્રી રાજેન્દ્રકુમાર રામસંગભાઈ ચૌધરીએ મંડળીના કેટલાક રેકર્ડ, સિક્કા, પાન કાર્ડ, હિસાબોનુ રેકર્ડ લઈ લીધુ છે. જેને ઉચાપતના પૈસા નહી ભરવા અને રેકર્ડ બાળી નાખવા ધમકી આપી છે. જે બાબતે તા.૯/૧૦/૨૦૨૧ ના રોજ વિસનગર સીટી પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી કરવા માટે પણ અરજી આપવામાં આવી છે. છતા ત્રણ વર્ષથી કોઈ કાર્યવાહી નહી થતા તાલુકાના સહકારી ક્ષેત્રમાં તરેહ તરેહની ચર્ચાઓ થઈ રહી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts