Select Page

પાટણ લોકસભામાં કઈ વિધાનસભામાં કોને લીડ

પાટણ લોકસભામાં કઈ વિધાનસભામાં કોને લીડ

પાટણ લોકસભા ર૦ર૪ મા ભરતસિંહ ડાભીની ૩૦૪પ૭ મતે જીત થઈ છે. ગત ર૦૧૯ લોકસભામા ખેરાલુ, સિધ્ધપુર, પાટણ, રાધનપુર, ચાણસ્મા, કાંકરેજ તથા વડગામ વિધાનસભામાંથી માત્ર એક વિધાનસભા વડગામમા કોંગ્રેસને લીડ મળી હતી. જયારે ર૦ર૪ લોકસભામાં કોંગ્રેસને ત્રણ વિધાનસભા સિધ્ધપુર, કાંકરેજ અને વડગામમાંથી લીડ મળી છેે જેમા સાતે વિધાનસભામા સૌથી વધુ લીડ કોંગ્રેસને વડગામ વિધાનસભામાંથી મળી છે. ભાજપને ચાર વિધાનસભામા લીડ મળી છે. જેમા ખેરાલુ, પાટણ, રાધનપુર અને ચાણસ્મા વિધાનસભામા લીડ મળી છે. સાતે વિધાનસભામા સૌથી વધુ ભાજપને લીડ આપવાની પરંપરા છેલ્લી ત્રણ લોકસભાની ચુંટણીમાં ખેરાલુ વિધાનસભાએ જાળવી રાખી છે. ખેરાલુ વિધાનસભાના સંયોજક હેમન્તભાઈ શુકલએ જણાવ્યુ હતુ કે ભાજપને સૌથી વધુ લીડ આપવાની પરંપરા ભાજપના ધારાસભ્ય, ભાજપના આગેવાનો અને બુથ લેવલના કાર્યકરોના સહકારથી જળવાઈ રહી છે.
૨૦૨૪ પાટણ લોકસભામાં કઈ વિધાનસભામાં કેટલી લીડ
વિધાનસભા કોંગ્રેસ ભાજપ લીડ
ખેરાલુ ૪૬૧ર૬ ૮પપ૩૯ ૩૯૪૧૩ (ભાજપ)
સિધ્ધપુર ૯પ૭૪૭ ૭૧૧૩૮ ર૪૬૦૯ (કોંગ્રેસ)
પાટણ ૮ર૬૮૭ ૯૧૮૪૪ ૯૧પ૭ (ભાજપ)
રાધનપુર ૬૧૪૦૬ ૯૬૧૧ર ૩૪૭૦૬ (ભાજપ)
ચાણસ્મા ૬૬૩૪પ ૯૩૬૧૪ ર૭ર૬૯ (ભાજપ)
કાંકરેજ ૮૭ર૦૪ ૭૧૯૯૬ ૧પર૦૮ (કોંગ્રેસ)
વડગામ ૧૧પ૬૧૯ ૭પ૩૪૮ ૪૦ર૭૧ (કોંગ્રેસ)
પપપ૧૩૪ પ૮પપ૯૧ ૩૦૪પ૭ (ભાજપ)

૨૦૧૯ પાટણ લોકસભામાં કઈ વિધાનસભામાં કેટલી લીડ
વિધાનસભા કોંગ્રેસ ભાજપ લીડ
ખેરાલુ ૩૬૨૪૬ ૯૫૧૯૧ ૫૮૯૪૫ (ભાજપ)
સિધ્ધપુર ૬૭૫૮૧ ૭૭૮૮૭ ૧૦૩૦૬ (ભાજપ)
પાટણ ૭૧૯૪૯ ૯૭૯૪૯ ૨૬૦૦૦ (ભાજપ)
રાધનપુર ૫૭૦૮૦ ૯૫૨૦૮ ૩૮૧૨૮ (ભાજપ)
ચાણસ્મા ૬૧૫૩૬ ૯૩૬૮૦ ૩૨૧૪૪ (ભાજપ)
કાંકરેજ ૬૦૪૭૮ ૮૯૯૭૨ ૨૯૪૯૪ (ભાજપ)
વડગામ ૮૨૪૪૨ ૭૯૯૨૬ ૨૫૧૬ (કોંગ્રેસ)
પોષ્ટલ ૨૧૩૧ ૩૫૫૫ ૧૪૨૪ (ભાજપ)
કુલ ટોટલ ૪,૩૯,૪૪૩ ૬,૩૩,૩૬૮ ૧,૯૩,૯૨૫ (ભાજપ)
ર૦૧૯ લોકસભા કરતા કઈ વિધાનસભામાં ભાજપની લીડ ઘટી તે જોઈએ તો ખેરાલુમા ૧૯પ૩ર ની લીડ ઘટી છે. સિધ્ધપુરમા ગત વિધાનસભાની ૧૦૩૦૬ની ભાજપની લીડ હતી તેનુ ધોવાણ થતા ર૪૬૦૯ની લીડ કોંગ્રેસને મળી છે. પાટણની લીડ ૧૬૮૪૩ ઘટી છે. રાધનપુરની લીડ ૩૪રર ઘટી છે. ચાણસ્માની લીડ ૪૮૭પ ઘટી છે. કાંકરેજમાં ર૯૪૯૪ની ભાજપને લીડ હતી. તે પલટાઈને ૧પર૦૮ કોંગ્રેસને લીડ મળી છે. વડગામમા કોંગ્રેસને ૧૪ર૪ ની લીડ હતી તે વધીને ૪૦ર૭૧ થઈ ગઈ છે. આમ ર૦૧૯મા ભાજપને ૧,૯૩,૯રપ ની લીડ હતી તેમા ક્ષત્રીય રાજપૂત સમાજની નારાજગીને કારણે ૧,૬૩,૪૬૮ ભાજપના મતનુ ધોવાણ થયુ છે. પાટણ લોકસભામા ભાજપના ભરતસિંહ ડાભી માંડ માંડ જીત્યા છે. ભરતસિંહ ડાભી નસીબદાર છે. તેઓ સરપંચથી સંસદ સુધી જીવનમા કયારેય હાર્યા નથી જેથી માત્ર ૩૦૪પ૭ મતની લીડ થી જીત્યા છે. બિન ભ્રષ્ટાચારી અને સૌને સાથે લઈને ચાલનાર તેમજ ગમે તેવા અપમાનો પક્ષમાં સહન કરીને નિષ્ઠાથી પક્ષને તેમજ પ્રજાને વફાદાર રહેનાર ભરતસિંહ ડાભીની ઈશ્વરીય કૃપા વગર જીત શક્ય નહોતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts