પહેલગામમાં આંતકવાદી હુમલાના વિરોધમાં ખેરાલુમાં VHP-કોંગ્રેસ-ભાજપની કેન્ડલ માર્ચ
પહેલગામ આતંકી હુમલા બાદ ભારતના હિન્દુઓ તથા મુસ્લીમો એક સાથે પાકિસ્તાન ઉપર સર્જીકલ સ્ટ્રાઈક કરીને સબક શિખવાડવાની વાતો કરી રહ્યા છે. આખા દેશના લોકોમાં પાકિસ્તાન વિરૂધ્ધ જબરદસ્ત ગુસ્સો છે. સમગ્ર દેશમાં મૃતકોના આત્માની શાંતિ માટે ઠેર ઠેર કેંડલ માર્ચ નિકળી રહી છે. ત્યારે ખેરાલુમાં હિન્દુ એક્તાની વાતો કરનારા નેતાઓએ રાજકીય જશ ખાંટવા તમામ હિંદુ સંગઠનો એક સાથે કેન્ડલ માર્ચ કાઢવાને બદલે અલગ-અલગ કેન્ડલ માર્ચ કાઢીને હિન્દુ એક્તાની વાતોનો છેેદ ઉડાડી દીધો છે. કોંગ્રેસ દેશની તકલીફ સમયે કોઈપણ પ્રકારના વિરોધ કેન્દ્ર સરકારને આતંકવાદીઓ સામે લડવા સમર્થન જાહેર કર્યુ છે. ત્યારે ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદ ભેગા મળીને કેન્ડલમાર્ચનો કાર્યક્રમ કરી શક્તા નથી. જે ખુબજ દુઃખદ બાબત કહેવાય. કોંગ્રેસે અલગ કેન્ડલ માર્ચ કાઢી તે વ્યાજબી છે. પરંતુ વી.એચ.પી. અને ભાજપ એક ન થઈ શકે તે નવાઈ પમાડે તેવી બાબત છે.
પહેલગામમાં આતંકીઓ દ્વારા હિંદુધર્મ પુછીને પર્યટકોને મારી નાંખ્યા ત્યારે આખા દેશમાં વાયુવેગે સમાચારો વહેતા થતા લોકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો. વિશ્વહિંદુ પરિષદ દ્વારા બનાવના બીજા દિવસે આતંકવાદીનું શેતાની પુતળુ લઈને મૃતકોને મૌન શ્રધ્ધાંજલિ પાઠવી હતી. બજરંગદળના પ્રમુખ રંગુજી ઠાકોર અને વિશ્વહિંદુ પરિષદના પ્રમુખ રમેશજી ઠાકોર સહિત આગેવાનો ખારીકુઈ પહોચ્યા હતા. ત્યારે જુજ કાર્યકરો હતા. થોડા સમય પછી બીજા આગેવાનો પહોચ્યા હતા. ત્યારે આતંકવાદીના પુતળાનું દહન કર્યુ હતુ. ત્રીજા દિવસે ભાજપ અને કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજી અલગ અલગ સમયે પહેલગામમાં માર્યા ગયેલા લોકોને શ્રધ્ધાંજલિ અર્પી હતી. હિંદુઓ ઉપરના હુમલામાં હિન્દુઓની સંખ્યા ઓછી હોય તે હિન્દુપ્રજાની નામોશી કહેવાય. ભાજપની કેન્ડલમાર્ચમાં ધારાસભ્ય સરદારભાઈ ચૌૈધરી, પુર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર, તાલુકા ભાજપ સંગઠન, શહેર ભાજપ સંગઠન સહિત તાલુકાના આગેવાનો હાજર રહ્યા હતા.
કોંગ્રેસની કેન્ડલમાર્ચમાં વેપારી મહામંડળના પ્રમુખ મુકેશભાઈ દેસાઈ સાથે કોંગ્રેસના આગેવાનો અને વેપારી અગ્રણીઓ હાજર રહ્યા હતા.