છ દેશના ૩૦૦ સ્પર્ધકમાં જ્વલંત સફળતા વૈશ્વી પટેલે કરાટે ચેમ્પીયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો
મોરના ઈંડા ચિતરવા ન પડે તે વિસનગરની દીકરી વૈશ્વી પટેલે સાબીત કરી બનાવ્યુ છે. વડોદરામા ઈન્ટરનેશનલ કરાટે ચેમ્પીયનશીપ યોજાઈ હતી. જેમા છ દેશના ૩૦૦ સ્પર્ધકમા વૈશ્વી પટેલે ગોલ્ડ મેડલ મેળવી તેમજ ધ્યાન પટેલે અંડર ૧૭મા ગોલ્ડ અને હરિશ્વ પટેલે અંડર ૧૬માં સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ મેળવી વિસનગર તળ કડવા પાટીદાર સમાજ, ફતેહ દરવાજા નુતન ડેન્ટલ કોલેજ, સહજાનંદ સ્કુલ અને વિસનગર સહીત સમગ્ર ગુજરાતનુ ગૌરવ વધાર્યુ છે.
બરોડા સ્પોર્ટસ કલબમા ભારત સહિત જાપાન, ઈગ્લેન્ડ, નેપાળ, શ્રીલંકા અને બાગ્લાદેશની ઈન્ટરનેશનલ કરાટે ચેમ્પીયનશીપ યોજાઈ હતી. જેમા છ દેશના ૩૦૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામા વિસનગરમા લક્ષ્મી પ્રીન્ટીંગ પ્રેસવાળા પાલિકાના પૂર્વ સભ્ય, ગુરદેવ ટાઉનશીપમા રહેતા પટેલ રાજેન્દ્રકુમાર કાંતીલાલ ગાંધીની દીકરી અને નુતન ડેન્ટલ કોલેજમા અભ્યાસ કરતી વૈશ્વી પટેલે ઓપન એજ ઓપન વેઈટમા ભાગ લઈ કદ અને શરીરે મજબુત બાંધો ધરાવતા હરિફોને માત કરી ઈન્ટરનેશનલ કરાટે ચેમ્પીયનશીપમા ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. વૈશ્વી પટેલ છેલ્લા બાર વર્ષથી કરાટેનુ કોચીંગ લઈ રહી છે. જેણે જિલ્લા રાજ્ય અને ઈન્ટરનેશનલ સ્પર્ધામા પ૮ સર્ટી મેળવ્યા છે. આ ઉપરાંત વિસનગરની સહજાનંદ સ્કુલમા અભ્યાસ કરતો અને મહેસાણા રોડ રોયલ રેસીડેન્સીમા રહેતો ધ્યાન ખુનીલકુમાર ફકીરચંદ પટેલે આ ચેમ્પીયનશીપમા અંડર-૧૭મા ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. ધ્યાન પટેલ છેલ્લા આઠ વર્ષથી કરાટેમા કોચીંગ લઈ રહ્યો છે. જ્યારે સહજાનંદ સ્કુલમા અભ્યાસ કરતો તથા શુકન સોસાયટીમા રહેતો હરિશ્વ રાહુલકુમાર રમેશભાઈ પટેલે અંડર-૧૬મા આ ચેમ્પીયનશીપમા સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે જે છેલ્લા પાંચ વર્ષથી કરાટેનુ કોચીંગ મેળવી રહ્યો છે.
આ ટુર્નામેન્ટ ત્રણ દિવસની હતી અને છ દેશના ૩૦૦ વિદ્યાર્થીઓએ ચીમ્પીયન બન્યા છે. આ ત્રણેય વિદ્યાર્થી તળ કડવા પાટીદાર સમાજ અને એ પણ ફતેહ દરવાજા વિસ્તારના છે. જેમણે સમાજનુ ગૌરવ વધાર્યુ છે. ગાંધીનગરના યોગેશ વિશ્વકર્મા વિસનગરમા અઠવાડીયામા બે દિવસ આવી કરાટે કોચીંગ કલાક ચલાવી રહ્યા છે.જેમની ટ્રેનીગ નીચે આ ત્રણ વિદ્યાર્થીઓ ઉપરાંત ગાંધીનગરના પણ
વિદ્યાર્થીનીઓએ ઈન્ટરનેશનલ કરાટે ચેમ્પીયનશીપમા મેડલ મેળવ્યો છે.
વૈશ્વી પટેલ માટે મોરના ઈંડા ચિતરવા ન પડે એ માટે કહેવામા આવ્યુ છે કે તેના પિતા લક્ષ્મીપ્રિન્ટીંગ પ્રેસવાળા રાજેન્દ્રભાઈ ગાંધીએ પાલિકા સભ્ય કાળમા વોટરવર્કસ ચેરમેનની સરાહનીય સેવા આપી હતી. રાજેન્દ્રભાઈ ગાંધી જરૂરીયાતમંદ મા-બાપ વગરની દીકરી હોય તો વિના મૂલ્યે કંકોત્રી છાપી આપે છે. જેમના સમાજ સેવાના અનેક કાર્યો છે. અને શહેરના દાતા પણ છે. રાજેન્દ્રભાઈ ગાંધીએ નાની ઉંમરે સમાજ સેવક તરીકેની નામના પ્રાપ્ત કરી છે. જ્યારે તેમની દીકરી વૈશ્વી પટેલે પણ ઈન્ટરનેશનલ કરાટે ચેમ્પીયનશીપમા ગોલ્ડ મેડલ મેળવી વિસનગરનુ ગૌરવ વધાર્યુ છે.