ખેરાલુમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી
ખેરાલુ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાના આયોજન માટે શહેર ભાજપ તથા શહેર યુવા ભાજપ ટીમ અને નગરપાલિકા પરિવાર દ્વારા અભુતપુર્વ આયોજન કરાયુ હતુ. જેના સહકારમાં ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની સુચનાથી શહેર અને તાલુકમાં સોશિયલ મિડીયામાં પ્રસાર પ્રચાર કરાયો હતો. હર ઘર તિરંગા અંતર્ગત ખેરાલુ પાલિકા દ્વારા લોકોને તિરંગા ઘેર ઘેર પહોંચતા કરાયા હતા.
ખેરાલુમાં તા.૧૧-૮-૨૦૨૫ના રોજ ખેરાલુ મ્યુનિસિપલ હાઈસ્કુલથી તિરંગાયાત્રા શરૂ થઈ હતી. જે ખારીકુઈ, મેઈનબજાર, જુમ્મા મસ્જીદ, લિમ્બચમાતા મંદિર થી ખોખરવાડા સંઘ થઈ તાલુકા સેવાસદન ખાતે સમાપન કરાયુ હતુ. તાલુકા સેવા સદન ખાતે હાજર તમામ આગેવાનો અને બાળકોને ચા-બિસ્કીટ ખવડાવ્યા હતા. આ તિરંગા યાત્રા ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને નિકળી હતી. જેમાં પુર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર, જિલ્લા સદસ્ય નરેન્દ્રજી ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખ વસુબેન ભુપતજી ઠાકોર, તાલુકા ભાજપ પ્રમુખ ભરતજી ઠાકોર, મહામંત્રી શક્તિભાઈ ચૌધરી તથા ગોવિંદભાઈ પ્રજાપતિ, ખેરાલુ શહેર ભાજપ પ્રમુખ આકાશભાઈ ચૌૈધરી, મહામંત્રી અજયભાઈ બારોટ તથા પુર્વ તાલુકા ભાજપ પ્રમુખ પરથીભાઈ ચૌૈધરી, પાલિકા પુર્વ પ્રમુખ હેમન્તભાઈ શુકલ, પુર્વ શહેરભાજપ પ્રમુખ વી.ડી.દેસાઈ, પાલિકા પ્રમુખ મોહિનીબેન વિશાલભાઈ પંડ્યા, ઉપપ્રમુખ કારોબારી ચેરમેન સહિત ભાજપના તમામ પાલિકા સભ્યો, બાબુજી ઠાકોર (વાવડી), દિનેશભાઈ ચૌધરી (હિરવાણી), ભૂપતજી ઠાકોર ડભોડા, વિનુભાઈ ચૌધરી (પ્રિન્સીપાલ), અશોકસિંહ રાણા (ચાણસોલ), અશ્વિનભાઈ રાજગોર (ચાણસોલ), ડી.જે.ચૌધરી (મહિયલ), રમેશજી ઠાકોર (નળુ), મામલતદાર ડાભી તથા સ્ટાફ પી.આઈ. દરજી સહિત સ્ટાફ, હાઈસ્કુલના તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીઓ, ખેરાલુ કોલેજના વિદ્યાર્થીઓ, એન.સી.સી.સ્ટુડન્ટસ, શહેર ભાજપ સંગઠન તથા યુવા ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા. ૭૦૦ થી ૮૦૦ લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા. શહેર ભાજપ સંગઠન દ્વારા પત્રકારોને વ્યક્તિગત જાણ ન કરતા કેટલાક પત્રકારો અકળાયા હતા.