સ્માર્ટ મીટરની લોભામણી વાતોથી ચેતજો-બાબુભાઈ રાયકા
આ સ્માર્ટ નહી પરંતુ ચીટર મીટર છે
ગુજરાત વિજ વિભાગ દ્વારા પોતાની માલીકીના મીટરો હટાવી સ્માર્ટ મીટર લગાવવાની હોડ લાગી છે જે દરેક ગ્રાહક માટે અપાર નુકશાન કારક છે. દરેક વિજ ગ્રાહક સારી રીતે જાણે છે કે જુના મીટરના બિલ તેમજ ચીટર મીટર ના બિલમા જમીન-આસમાનનો ફર્ક હોય છે. કોઈ ગ્રાહક આવા ખોટા બિલો ભરવા તૈયાર નહોય પરંતુ સારી સારી રીતે અને સુફિયાણી વાતો કરી ગ્રાહકના મીટર બદલવામા આવે છે. જેમા કોઈની પણ સંમિત લેવાતી નથી. જે ખરેખર તદ્દન ખોટી સિસ્ટમ છે. વિજ કંપની અત્યારે પ્રાઈવેટ સેક્ટરનો ફાયદો કરાવવા નીકળી હોય તેમ આડેઘડ બિલો આવે એ દિશામા મીટરો બદલવાની ઝડપી કોશીશ કરી રહી છે. જે ભારણ વધારનાર છે અત્યારે લોકો સરકારની સુચના મુજબ વીજળી તેમજ પાણીની કરકસર કરે છે. ત્યારે નવાઈની વાત એ છે કે ધાર્યા કરતા અને વપરાશ કરતા વધારે બિલ લોકોને ભરવા પડે છે આ બધો એક જાતનો ખેલ જ છે. ગ્રાહકનેછેતરવાની નવી નવી તરકીબો પૈકીની આ એક તરકીબ જ છે.
જે લોકો ને ૧૦૦૦થી ૧ર૦૦ આસપાસના બિલ આવતા હતા તેમને રપ૦૦થી ૪૦૦૦ સુધી બિલ આવે છે. કેટલાકને તો ૮૦૦૦ સુધી બે માસનુ બિલ ભરવુ પડયુ છે.
આ બાબતે બાબુભાઈ રાયકાએ જણાવ્યુ છે કે સૌએ ભેગા મળી વિરોધ કરવો પડશે નહી તો ગ્રાહકો ભરે છે અને આપણે બિલ ફાડયે રાખો એવુ વિચારનાર અધિકારીઓ તમને ફાયદો થાય તેવુ કયારેય નહી કરે. પરંતુ ગ્રાહક લુંટાય અને તિજોરીઓ ભરાય એવુજ કર્યા કરશે. સૌ પ્રથમ તો પ્રશ્ન ઉદ્ભવે છેકે જુના મીટરો સારા હતા, સિલબંધ પેટીઓમા સુરક્ષિત હતા, તેની સાથે કોઈપણ જાતના ચેડા થતા ન હોતા.વપરાશ પ્રમાણે બિલ આવતા હતા તો પછી એવી તો શુ જરૂર પડી કે સ્માર્ટ (ચીટર) મીટર લગાવવા પડયા ?
સૌ જાણો છો તેમ જે તે વિસ્તારમા આ મીટર નો વિરોધ કરી લોકો રસ્તા પર ઉતર્યા ત્યા હજી જુના મીટરો ચાલે છે. મતલબ કે આપણે જાતે જ લુંટવાનુ છે કે શુ ? કેમ આપણે સૌ વિરોધ કરવા માટે બહાર આવતા નથી ? બાબુભાઈ રાયકાએ જણાવ્યુ છે કે મારો પોતાનો અનુભવ છે કે આ મીટરો લોકોના ખિસ્સા ખાલી કરવાની એક યોજના છે. જો સ્માર્ટ મીટરમા વિજબીલ વધારે ન આવતુ હોય અને જો ખરા અર્થમા તે સારા હોય તો જીઈબી વિભાગે એ સાબિત કરવુ પડે. કોઈપણ એક ગ્રાહકના ત્યાં એક સ્માર્ટ મીટર અને એક જુનુ મીટર બંને લગાવો ત્યારે ખ્યાલ આવે કે કયુ મીટર આપણા માટે લુંટવા આવ્યુ છે અથવા તો એક માસ માટે સ્માર્ટ લગાવો ને ત્યારબાદ બીજા માસ માટે જુનુ મીટર લગાવી ચેક કરો તો પણ દૂધનુ દૂધ અને પાણીનુ પાણી થઈ જશે આપ સૌને માહિતગાર કરુ તો માર નિવાસસ્થાને ૩૧ જુલાઈના રોજ ભુલથી બીજાનુ મીટર લાગી ગયુ છે. એટલે બદલવા આવ્યા છીએ તેવુ વિજ કંપનીના કર્મચારીએ જણાવ્યુ હતુ. ત્યારે મે કીધુ કે આવી કેવી ભુલ તો કર્મચારીએ તેમના અધિકારી ને ફોન લગાવ્યો હતો. મે જણાવ્યુ કે તમે મીટર બદલો છો અને એવરેજ કરતા અથવા વપરાશ કરતા વધારે બી લ આવશે તો કોણ ભરશે ? એ જવાબદારી નક્કી કરો પછી મીટર બદલો તો સામેથી અધિકારીનો સ્પીકર ફોન પર જવાબ સાંભળી હું તો બે ઘડી ચક થઈ ગયો. અધિકારીએ હેલ્પરને કહ્યુ કે રહેવા દો આપણે અહીથી બધુ મેનેજ કરી લઈશુ તેમનુ બિલ કેટલુ આપવુએ અહી કોમ્પ્યુટરથી રીંડીંગ લખીશુ શુ સમજવુ આને ? જો ગ્રાહક જાગૃત ન રહે તો ચોક્કસ આ લોકો લુંટવાજ આવ્યા છે. ગ્રાહકોએ જાતે જ આ માટે હોશિયાર થવુ પડશે. બાકી લુંટવાવાળા તો લુટયે જ રાખશે અને આપણે ખોટા બિલો ભરતા રહીશું.