ખેરાલુ શહેરની હદમાં ૩૭ કેમ્પ દ્વારા માઈભક્તોની સેવા
ખેરાલુ શહેરની હદ સુંઢિયા આંબાવાડીથી ચાલુ થાય છે. જે સાંઈ મંદિર થી અંબાજી તરફથી ખેરાલુ શહેરમાં પ્રવેશતા રસ્તા સુધીમાં ૩૭ ઉપરાંત સેવા કેમ્પો દ્વારા પગપાળા યાત્રાળુઓની વિવિધ રૂપે સેવા કરવામાં આવે છે. ખેરાલુ શહેરના લોકોમાં પવનભાઈ ચૌધરીનો સેવા કેમ્પ અને ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના સેવા કેમ્પની ચર્ચાઓ જોવા મળી હતી. કોઈપણ રાજકીય, સમાજીક અગ્રણી હોય તે બંન્ને કેમ્પની અવશ્ય મુલાકાત લેતા જોવા મળ્યા હતા.
ખેરાલુ શહેરની હદમાં કયા કયા કેમ્પો યોજાય તે જોઈએ તો (૧) તરભ ગામ સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ તરફથી જયઅંબે સેવા મંડળ દ્વારા ચા-પાણીની સેવા (૨) જયઅંબે યુવક મંડળ ચાંદલોડીયા-અમદાવાદ તથા સ્વ. નટવરસિંહ ચેલાજી ઠાકોર (આંબાવાડી- સુંઢિયા) તરફથી કચ્છી ભેળ, ચા-પાણી, આરામગૃહ (૩) વિશ્વકર્મા સેવા મિત્ર મંડળ નિકોલ-અમદાવાદ (રામનગરવાળા) દ્વારા ભોજન પ્રસાદ-આરામગૃહ (૪) જય અંબે સેવા કેન્દ્ર આંબાવાડી ફળિયુ (ભવાનપુરાની પોળ શાહપુર) તરફથી ગાંઠીયા, ચા-પાણી (૫) માઁ જગદંબા સેવા કેન્દ્ર આણંદવાળા જીજ્ઞેશભાઈ પટેલ (ભુરિયો) દ્વારા મયુર પેટ્રોલપંપ સામે ખમણ કેમ્પ (૬) ગીરીરાજ ડિઝીટલ અમદાવાદ ગરમા ગરમ ગોટા (૭) જય અંબે મિત્ર મંડળ કલોલ (સરદાર પટેલ ગૃપ SPG) ચા-નાસ્તો, આરામગૃહ, ઠંડા પાણી (૮) કેસરી નંદન યુવક મંડળ-ગાંધીનગર મસાલા ઢોંસા, ઠંડા પાણી, મ્યુઝીક પાર્ટી રાસ-ગરબા (૯) જમીયતપુરા કેન્દ્ર રબડી ચા- ઠંડુ પાણી (૧૦) મા શ્રી જયઅંબે મિત્ર મંડળ નારાયણપુરા અમદાવાદ ૨૭ વર્ષથી આર.ઓ.નુ શુધ્ધ પાણી તથા મહા પ્રસાદ (૧૧) ખેરાલુના પ્રસિધ્ધ બચુભાઈ જી.પટેલ (સિંગચણાવાળા) પરિવાર તરફથી ચોથા વર્ષે ખીચડી-કઢી-છાશ, આરામગૃહ, ચા-પાણી (૧૨) ખેરાલુ તાલુકા આરોગ્ય કચેરીના અર્બન હેલ્થ સેન્ટર દ્વારા દિવસ-રાત ખેરાલુ સિવિલ ખાતે મેડીકલ કેમ્પ (૧૩) જય અંબે મિત્ર મંડળ સેવા કેમ્પ તથા સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ખેરાલુનો સૌથી ચર્ચાસ્પદ પવનભાઈ ચૌધરીના કેમ્પમાં લાઈવ ઢોકળા, ચા-પાણી, મેડીકલ સેવા આરામગૃહનુ આયોજન (૧૪) જય અર્બુદા સેવા કેમ્પ ખેરાલુ તાલુકા ચૌધરી સમાજ તથા ખેરાલુ શહેર ભાજપ મહામંત્રી રાકેશભાઈ દેસાઈની ટીમ તથા જયઅંબે સેવા કેમ્પ ચાંદખેડા મિત્ર મંડળ દ્વારા બટાકા પૌઆ, મેડીકલ અને આરામગૃહ ખેરાલુ કોલેજ પાસે (૧૫) મંદ્રોપુર ગામ સમસ્ત અંબાજી પગપાળા સેવા કેમ્પ હેલ્થ એન્ડ ફાઉન્ડેશન આયોજીત ભુંગળા બટાકા, ચા-પાણી (૧૬) જય અંબે સેવા કેમ્પ મું.નાયકપુરા તા.માંડલ જી.અમદાવાદ મેડીકલ તથા પોપકોર્ન (મકાઈની ગરમા ગરમ ધાણી) (૧૭) મા દુર્ગા પાર્લર સામે શ્રી માઁ જગદંબા સેવા કેન્દ્ર એચ.એમ.પટેલ ફાઉન્ડેશન અન્નદાતા સ્વ. હસમુખભાઈ એમ.પટેલ તથા નિર્મલકુમાર હસમુખભાઈ પટેલ કવિઠાવાળા (USA) દ્વારા ખમણ તથા મેડીકલ કેમ્પ (૧૮) કલ્પતરૂ મિત્ર મંડળ વસ્ત્રાલ-અમદાવાદ ગૃપ દ્વારા લાઈવ ભજીયા ચા-પાણી (૧૯) હિંગળાજ સેવા કેમ્પ સિધ્ધપુર દ્વારા છ વષથી મંગલમ રજનીભાઈ ગોપાલભાઈ બારોટ તથા મહાકાલી બચત મંડળ દ્વારા ભુંગળા બટાકા (૨૦) શ્રી ચામુંડા મિત્ર મંડળ કલોલ દ્વારા ત્રણ વર્ષથી લાઈવ ફુલવડી ચા-પાણી (૨૧) ગૌરી ગજાનંદ સેવા કેન્દ્ર ખેરાલુ પાલિકા ઉપપ્રમુખ પતિ વિક્રમભાઈ ચૌધરી દ્વારા ગરમા ગરમ ભજીયા, ગોટા, ટીકડી, મેડીકલ કેમ્પ, આરામગૃહ, ઠંડા પાણીનો ખેરાલુ ખાતેનો ભવ્ય કેમ્પ (૨૨) જય અંબે સેવા કેમ્પ સરદાર ચોક અમદાવાદ ચા-પાણી, આરામગૃહ (૨૩) સન એક્ઝોટીકા માધવ ફાર્મની સામે વસ્ત્રાલ અમદાવાદ દ્વારા એપલ કોમ્પલેક્ષ પાસે ચા-પાણી, ફુલવડી, મેડીકલ કેમ્પ (૨૪) કેર ફાર્મા હોલસેલ મેડીકલ દ્વારા સૌજન્ય કિરણભાઈ ચૌધરી, ભગવાનભાઈ પ્રજાપતિ, પ્રકાશભાઈ દ્વારા મહાપ્રસાદ (ગરમ શીરો), (૨૫) ગાયત્રી પેટ્રોલ પંપ પાસે લાયન્સ ક્લબ ઓફ કડી દ્વારા મેડીકલ કેમ્પ (૨૬) ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી ખેરાલુ તાલુકા બ્રાન્ચ દ્વારા મેડીકલ કેમ્પ (૨૭) માણેકબેન બેચરદાસ પટેલ પરિવાર તથા સમસ્ત ડાકલી પરિવાર ચા-નાસ્તો, ભોજન, મેડીકલ તથા વિસામો (૨૮) જય અંબે મિત્ર મંડળ સેવા કેમ્પ ખેરાલુ ગરમ નાસ્તો, પાપડી, ચા-કોફી, ઠંડુ પાણી, આરામગૃહ ૧૯૮૨થી ચાલુ છે. (૨૯) શ્રી બજરંગ યુવક મંડળ આયોજીત મહાદેવનગર વસ્ત્રાલ અમદાવાદ દ્વારા સતત પાંચ વર્ષથી લાઈવ લસ્સી તથા આરામગૃહ (૩૦) જય અંબે મિત્ર મંડળ ખેરાલુના નયનભાઈ પટેલ (ભાડજ), ગુજરાત સો મિલ ખેરાલુ, લક્ષ્મી કોર્પોરેશન ખેરાલુ, અંબિકા વિજય સો-મિલ ખેરાલુ, હરિઓમ ટીમ્બર માર્ટ ખેરાલુ દ્વારા ઠંડાપીણામાં થમ્સઅપ, લીમ્કા, મીરીન્ડા, મેડીકલ કેમ્પ (૩૧) લિસ્ટર ટેક ગૃપ અમદાવાદ દ્વારા ભોજન, મેડીકલ કેમ્પ, આરામ, ચા-પાણી (૩૨) સનાતન ફાઉન્ડેશનની ટીમમાં ખેરાલુ શહેર યુવા ભાજપ પ્રમુખ શુભમ પટેલ, ઉમંગ દરજી સહિત ૨૦ ઉપરાંત યુવાનોની ટીમ દ્વારા વઘારેલા મમરા, મેડિકલ કેમ્પ, આરામ વિસામો (૩૩) ખેરાલુ ધારાસભ્ય દ્વારા શ્રી ચામુંડા સેવા કેમ્પ ફત્તેહપુરા તથા સુરજ ફાઉન્ડેશન પરિવાર દ્વારા ગરમા ગરમ ફાફડા, જલેબી, ગોટા, મેડીકલ કેમ્પ ચા-પાણી તથા ૩૫૦ લોકો એકસાથે આરામ કરી શકે તેવી વ્યવસ્થા સાથે મોબાઈલ ચાર્જિંગ સુવિધા, ખેરાલુ વિધાનસભામાં ધારાસભ્યના કેમ્પની ચર્ચા સૌથી વધુ જોવા મળી હતી (૩૪) મહાદેવ સેવા ગૃપ કડી ચા-નાસ્તો, ઠંડુ પાણી, આરામની સુવિધા (૩૫) કાન્તીભાઈ હરિભાઈ પટેલ પરિવાર દ્વારા કેળા, ઠંડાપાણી (૩૬) જય અંબે મિત્ર મંડળ ખેરાલુ દ્વારા ગરમા ગરમ ખીચુ, આઈસક્રીમ, આરામગૃહ (૩૭) શ્રી અંબાજી પગપાળા યાત્રાળુ કેમ્પ સુભાષ સર્કલ ગૃપ અમદાવાદ ૧૯૯૭થી લીંબુ શરબત સેવા.