ખેરાલુ-સતલાસણાના સેવા કેમ્પોમાં ગૃહમંત્રીનુ ભવ્ય સ્વાગત
ખેરાલુ અને સતલાસણા તાલુકાના સેવા કેમ્પોની મુલાકાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી આવવાના હોવાથી બંન્ને તાલુકાના ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો. અંબાજી જતા પદયાત્રિકોનો ભારે ઘસારો હોવાને કારણે ખેરાલુ અને સતલાસણા તાલુકાના સેવા કેમ્પોની મુલાકાતનો સમય રાતના સમયનો રાખ્યો હતો. જે ખરેખર સરાહનીય કહેવાય. તા.૨-૯-૨૦૨૫ના દિવસે અંબાજી દર્શન કરીને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ સાથે સતલાસણા પહોચ્યા હતા.
સતલાસણા એ.પી.એમ.સી. સામે મહેસાણા યુવક મિત્ર મંડળ દ્વારા જીજ્ઞેશભાઈ પટેલ આયોજીત સેવા કેમ્પમાં હર્ષ સંઘવી રાત્રે ૧૧-૦૦ કલાકે પહોંચ્યા હતા. જ્યા તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ ખેરાલુ-સતલાસણા વચ્ચે શાહુપુરાકંપા ખાતે ધ્રુમિલભાઈ પટેલ આયોજીત ખીચુ સેવા કેમ્પની ગૃહમંત્રીએ મુલાકાત લીધી હતી. જ્યાંથી આગળ ખેરાલુ તરફ જયદિપ ઠાકોર દ્વારા ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણા આયોજીત સેવા કેમ્પમાં ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર પણ ગૃહમંત્રીના સ્વાગત માટે હાજર રહ્યા હતા. જ્યાથી રાત્રે ૧ વાગે શ્રી ચામુંડા સેવા કેમ્પ કે જે ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી દ્વારા આયોજીત હતો તે કેમ્પની મુલાકાત લીધી હતી. જેમાં ખેરાલુ ખાતે ખેરાલુ મ્યુનિસીપલ હાઈસ્કુલના પ્રિન્સીપાલ વિનુભાઈ ચૌધરી, ખેરાલુ પાલિકાના પુર્વ પ્રમુખ હેમન્તભાઈ શુકલ, ખેરાલુ શહેર ભાજપ પ્રમુખ આકાશભાઈ ગૌસ્વામી તેમની ટીમ સાથે હાજર રહી ગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક તથા ગુજરાત પ્રદેશ ભાજપના યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટનું સ્વાગત કર્યુ હતુ. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ તમામ મહાનુભાવોનું માતાજીની છબી દ્વારા સ્વાગત કર્યુ હતુ. ત્યારબાદ ખેરાલુના ભાજપ અગ્રણી પવનભાઈ ચૌધરીના જય અંબે મિત્ર મંડળ સેવા કેમ્પ કે રિલાયંસ પેટ્રોલપંપની બાજુમાં ખેરાલુ આવેલો છે. ત્યાં ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક તથા ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટનું પવનભાઈ ચૌધરી સાથે ખેરાલુ તાલુકા ભાજપના પુર્વ પ્રમુખ પરથીભાઈ ચૌધરી સહિત દેસાઈવાડા ચૌધરી સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરાયુ હતુ. પવનભાઈ ચૌધરી દ્વારા હર્ષભાઈ સંઘવીને પરંપરાગત ચૌધરી સમાજની પાઘડી પહેરાવી ભવ્ય સ્વાગત કર્યુ હતુ.