ખેરાલુ પાલિકાની જનરલમાં કોંગ્રેસના હોબાળાને ભાજપનુ અંશતઃ સમર્થન
ખેરાલુ પાલિકાની જનરલ મિટીંગની શરૂઆત કોંગ્રેસના અગ્રણી મુકેશભાઈ દેસાઈના પ્રશ્નોથી શરૂઆત થઈ હતી. કેટલાક મુદ્દે ભાજપના સભ્યો પણ મુકેશભાઈ દેસાઈના સમર્થનમાં જોવા મળ્યા હતા. ભાજપ પક્ષના નેતા ચેતનજી ઠાકોર તથા પાલિકા ઉપપ્રમુખ કેટલાક મુદ્દામા સમર્થન કરતા ભાજપના સમર્થક સભ્યોને પણ આશ્ચર્ય થયુ હતુ. ભાજપના સભ્યો ઉપર કોઈનુ કંટ્રોલ નથી તેવુ સ્પષ્ટ જોવા મળ્યુ હતુ. જનરલમાં ચર્ચા દરમ્યાન ચિફ ઓફિસરે કારોબારી ચેરમેન રાજુભાઈ સથવારાનું કોંગ્રેસને હિસાબો બાબતે સમર્થન કરતા ચિફ ઓફિસર ભરતભાઈ વ્યાસે ટકોર કરી હતી કે તમે સત્તાધારી પક્ષમાં છો કોને સમર્થન કરો છો તે વિચારો. જે હોય તે પણ કોરબારી ચેરમેન રાજુભાઈ સથવારાએ કોંગ્રેસને દરેક મુદ્દે ધારદાર જવાબો આપ્યા હતા.
ખેરાલુ પાલિકાની જનરલમાં કોંગ્રેસના મુકેશભાઈ દેસાઈ દ્વારા શરૂઆતમાં રજુઆત કરી કે સફાઈના પ્રશ્નો હલ થયા ત્યારે પાણીની લીકેજ લાઈનો રિપેરીંગ કરાતી નથી. પ્લમ્બરો ખાડા ખોદી રીપેરીંગ કર્યા પછી ખાડા પુરતા નથી. ઉભરાતી ગટરો રિપેરીંગ થતી નથી. જુની ગટરો ભરાઈ જતા ઠેર ઠેર ગટરો ઉભરાય છે. જુની ગટરો કાઢી નાંખી નવી ગટરો નાંખો, પાલિકામાં કેટલાક સભ્યો લેટ આવતા ખુરશીઓ ખુટી પડતા નવી ખુરશીઓ ક્યારે લાવશો તેવી ઉગ્ર રજુઆતો થઈ હતી.જનરલના મુદ્દાની શરૂઆતમાં ગત સામાન્ય સભાના ઠરાવો વંચાણે લઈ બહાલ રાખવાના મુદ્દા મુકેશભાઈ દેસાઈની રજુઆતથી ફરજીયાત વંચાણમાં લેવામાં આવ્યા હતા. જેમાં ૨૦૨૪-૨૫ના કામો યથાવત રાખ્યા, રોડની દરખાસ્તો થઈ ગઈ છે. સાત કરોડનું ટેન્ડર એક મહિનામાં આવશે. જે નેળીયા કાયદેસર છે. તેમાંજ રોડ બનશે. રૂપેણ નદીમાં ૮ કરોડના ખર્ચે ચેકડેમ બનશે. રોડ રિસર્ફેસીંગની ગ્રાન્ટથી ડામર રોડના ખાડા પુરાતા નથી તેવુ મુકેશભાઈ દેસાઈએ જણાવ્યુ હતુ. સ્પોર્ટસ સંકુલ માટે ૪૦૦૦ ચોરસ મિટર જમીન નીમ કરવા ઠરાવ કરાયો. ૬૫ લાખની સ્વચ્છતાની ગ્રાન્ટ ક્યાં વાપરશો તેવા પ્રશ્નો પુછાયા હતા. વધારાની ગ્રાન્ટ વાપરવાની થાય તો વધુમાં વધુ એક લાખ રૂપિયા સ્વભંડોળમાંથી ખર્ચાશે. પાલિકામાં એ.સી. તાત્કાલિક લગાવો, બોર ઓપરેટર, ડ્રાઈવર, કારકુનના પગારા વધારા બાબતે કોંગ્રેસે હોબાળો કર્યો હતો. સર્વે નં.૫૩૪૦માં ફાયર સ્ટેશન બનાવવાની દરખાસ્ત થશે. તળાવો રોયલ્ટી ભરી ઉંડા કરવા ઠરાવ કરાયો. કારોબારીના ઠરાવો વેચાણે લેવા બાબતે તા.૫-૮-૨૦૨૫ અને તા.૧૬-૧૦-૨૦૨૫માં મીસા કન્ટ્રક્સનનુ ટેન્ડર બાબતે કોંગ્રેસે ભારે વિવાદ કર્યો હતો. જેમાં કોંગ્રેસે જણાવ્યુ કે જે કોન્ટ્રાક્ટરે કામો પુર્ણ ન કર્યા હોય તેનુ ટેન્ડર ખોલવુ નહી. કોન્ટ્રાક્ટરને બ્લેકલીસ્ટ કરવો તેવુ જણાવતા ભાજપના સભ્યએ ટકોર કરી હતી કે, ધારાસભ્યની સુચનાથી ટેન્ડર ખોલાયુ છે. રસીકભાઈ પરમારે રજુઆત કરી હતી કે ધોરમનાથનુ ટેન્ડર કેમ ખોલાતુ નથી. ત્યારે ભાજપ પક્ષના નેતા ચેતનજી ઠાકોરે જણાવ્યુ હતુ કે, સરકારના નિયમ પ્રમાણે મંજુર કર્યુ છે. તમે સરકારમાં જઈ વિરોધ કરો.
જનરલ સભાના એજન્ડા નં.૫ પ્રમાણે સ્ટ્રોમ વોટર લાઈનના કામો નક્કી કરવા બાબતના ઠરાવમાં મુકેશભાઈ દેસાઈએ રજુઆત કરી હતી કે વોર્ડનં.૪ના ત્રણ કોર્પોરેટરોની મારૂન્ડા માતા પાસેની ગટર લાઈનના નાણાં જુદા ફાળવી દો તેનુ ટેન્ડર બહાર પડાવો અમારે બીજા નાણાં જોઈતા નથી. ત્યારે રાજુભાઈ સથવારાએ જણાવ્યુ કે ડી.પી.આર માટે એજન્સી નક્કી કરી છે. કન્સલ્ટીંગ થયા પછી ટેન્ડરીંગ થશે. ખેરાલુ હદ વિસ્તારના આઉટ ગ્રોથ વિસ્તારના પરા વિસ્તારના કામો નક્કી કરવાની સત્તા પ્રમુખને અપાઈ. ૪૫મા નાણાં પંચની બચત ગ્રાન્ટમાંથી વૃંદાવન ચાર રસ્તાથી સાંઈબાબા મંદિર સુધી નેશનલ હાઈવેના કોન્ટ્રાક્ટરે ડી.આઈ. પાઈપો ઉખાડી નાંખી છે. તેને ફરીથી નાંખવા માટે ટેન્ડરીંગ કરાશે. વિવિધ કામોના ટેન્ડરો મંજુર/નામંજુર કરવા બાબતે દિશા કન્સ્ટ્રક્શનનુ ૨૧ ટકા નીચુ ટેન્ડર આવતા તેને મંજુર કરાયુ છે. ખોખરવાડા વણકરવાસનુ સ્મશાન નીમ કરવા ઠારવ કરાયો. શિત કેન્દ્ર પાસે રબારી સમાજે ગેટ બનાવવા કરેલી અરજી વંચાણે લઈ પાલિકા સાથે પરામર્શ કરી ગેટ બનાવવા ચર્ચા વિચારણ કરવા ઠરાવ્યુ, સિધ્ધપુર ચાર રસ્તાથી સંકટમોચન હનુમાનજી મંદિર સુધી માર્ગ મકાન વિભાગ સ્ટ્રીેટ લાઈટ નાંખે તે માટે ભલામણ કરવા ઠરાવ્યુ, આવક જાવકના હિસાબો મંજુર કરવા બાબતે મુકેશભાઈ દેસાઈએ જણાવ્યુ કે, જે હિસાબો જોયા નથી તેને અમે મંજુર કેવી રીતે કરીએ. ત્યારે કારોબારી ચેરમેન રાજુભાઈ સથવારાએ કોંગ્રેસને સમર્થન આપી જણાવ્યુ કે અમે પણ હિસાબો જોયા નથી. પેન્ડીંગ કરો. ત્યારે ચિફઓફીસરે ટકોર કરી કે રાજુભાઈ તમે સત્તાધારી પક્ષમા છો. હિસાબો મંજુર નહી કરો તો પગારો અટકી જશે. બિલો ભરાશે નહી જેથી રાજુભાઈએ હિસાબો મંજૂર કરવા બહુમતીથી ઠરાવ કરવા જણાવ્યુ હતુ. નટુભાઈ લિમ્બાચીયાની હંગામી કેબીન મળ્યુ નથી અને વેરો આવે છે તે માટે નિર્ણય કરવાની સત્તા ચિફ ઓફીસરને આપી હતી. વિજળી કરણના કામો નક્કી કરવા ઠરાવ કરાયો. પાલિકા સંચાલિત શાળામા હંગામી શિક્ષક અને પટાવાળાનો પગાર ચુકવવા કોંગ્રેસે પ્રશ્નો ઉભા કર્યા છતા ઠરાવ કરાયો હતો. લાઈટ અને સફાઈવેરાના દરમા વધારો કરવા ઠરાવ કરાયો. રોહિત સમાજ રૂપેણ મુક્તિધામની જમીન નીમ કરવા ઠરાવ કર્યો.
વિવિધ કામોના ટેન્ડરો મંજૂર કરવાના વિવાદમા હોબાળા પછી બહુમતીથી ઠરાવ કરતા વિરોધમા કોંગ્રેસ ૭ ભાજપના બે અને એક અપક્ષે મતદાન કર્યુ હતુ. જેમા મુકેશભાઈ દેસાઈ, પાલિકા ઉપપ્રમુખ ગીતાબેન વિક્રમભાઈ ચૌધરી, ફારૂકભાઈ સિંધી, વિજયભાઈ દેસાઈ, કેશુભાઈ પટેલ, છગનભાઈ ચૌધરી, ડીમ્પલબેન અશ્વીનભાઈ દેસાઈ, ચંદ્રીકાબેન રસીકભાઈ પરમાર, પાર્વતીબેન જનકભાઈ દેસાઈ, ભાજપ પક્ષના નેતા ચેતનજી ઠાકોર આમ ૧૦ સભ્યોએ ઠરાવના વિરોધમા આંગળી ઉંચી કરી હતી.