દાનવીરોની ધરતી વિસનગર બન્યું સ્નેહનો સહારો માય ન્યુ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા મા-બાપ વગરની સાત દીકરીઓનો સમૂહલગ્નોત્સવ યોજાયો
માય ન્યુ ઇન્ડિયા ટ્રસ્ટ, વિસનગર દ્વારા દાનવીરોની ધરતી એવી વિસનગરના સખી દાતાશ્રીઓના અનુપમ સહયોગ મેળવી અનેકોનેક સમાજના વિવિધ સેવા પ્રકલ્પો કરીને સમાજ સેવાની મહેક ચારે તરફ પ્રસાવી રહ્યું છે ત્યારે આવા જ એક ઉમદા સેવા પ્રકલ્પ સાથે મા બાપ વગરની તથા જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓના સર્વજ્ઞાતિ સમૂહલગ્ન તારીખ ૨૩/૧૧/૨૦૨૫ના રોજ જી.ડી. હાઇસ્કુલમાં યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં દીકરીઓને આશીર્વાદ આપવા માટે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ સામાજિક સમરસતા અને દ્રિતીય સર્વજ્ઞાતિ સમૂહલગ્ન અને અનોખી માનવતાભર્યા કાર્યની નોંધ લઈ પ્રભુતામાં પગલાં પાડનાર દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા અને પોતાની જ્યાં જરૂર હોય ત્યાં સંપૂર્ણ સહયોગની ખાત્રી આપી હતી તેમજ સંસ્થાના તમામ હોદ્દેદારોને આ માનવતાભર્યા કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ ઉપરાંત વિશેષ ઉપસ્થિત રહી માનીતી મેલડી ખણુસા ધામના પ.પૂ. મહંતશ્રી મહેશપુરી બાપજી અને સુપ્રસિધ્ધ કથાકાર પ.પૂ.શ્રી કિરીટભાઈ જોશી દ્વારા પણ દીકરીઓને આશીર્વાદ વચન આપી સંસ્થાની કામગીરીને બિરદાવી હતી. સેવાસદન વિસનગરના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, શિક્ષણ કમિટીના ચેરમેન મનીષભાઈ બારોટ, શહેર ભાજપ પ્રમુખ ખુશાલભાઈ પટેલ તથા ભોજન દાતા મેલાજી સેધાજી ઠાકોર, સંસ્કૃતિ પરિવાર-અમદાવાદના સદસ્યો, મામેરાના દાતાશ્રી અલ્પાબેન વિરેન્દ્રભાઇ મણીયાર, સિનિયર સિટીઝન ઓફ કાઉન્સિલના પ્રમુખ ડોક્ટર જે.એન ઝવેરી, ગાયત્રી પરિવાર કાંસા એન.એ. વિસ્તારના શ્રીમતી સુશીલાબેન દેસાઈ અને સભ્યો, થલોટા વિસ્તાર ગાયત્રી પરિવારના જયંતીભાઈ પટેલ અને સભ્યો, સામાજિક કાર્યકર નિમેષભાઈ શાહ, વિસનગર સુવર્ણકાર કારીગર એસોસિએશનના પ્રમુખ ચેતનભાઇ સોની, ભારત વિકાસ પરીષદના પ્રમુખ ડૉ.જયેશભાઇ શુક્લા તથા કમલેશભાઇ સોની અનેક સામાજિક સંસ્થાના હોદ્દેદારો, વિસનગરના લબ્ધ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તેમજ સુજ્ઞ સખી દાતાશ્રીઓ ખાસ ઉપસ્થિત રહી સાત દીકરીઓને આશીર્વાદ આપી સંસ્થાની આ સેવાકીય પ્રવૃતિને મુક્તમને પ્રશંસા કરી હતી.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ મા બાપ વગરની તથા જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓના સમૂહલગ્નોત્સવ નોંધ લઈ નવજીવનનો પ્રારંભ કરવા જઈ રહેલ નવદંપત્િોને સુખી સમૃદ્ધ અને ઐશ્વર્યસભર સફર જીવન માટે સુભાષિશ, સહિયારા સાથ સહકાર સાથેના આ સુવર્ણ અવસરે શુભકામનાઓ પાઠવી હતી તેમજ નવદંપતીના પરિજનો, આયોજકો, સ્નેહીજનો, શુભચિંતકો તથા દાતાશ્રીઓને પણ અભિનંદન પાઠ્યા હતા. આ ઉપરાંત્ત રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી એસ.ઠાકોર તથા મંત્રી અર્જુન મોઢવાડીયાએ આ સમાજસેવા કાર્ય બદલ માય ન્યુ ઈન્ડીયા ટ્રસ્ટને અભિનંદન પત્ર પાઠવ્યો હતો.
માય ન્યુ ઇન્ડિયા ટ્રસ્ટ, વિસનગર દ્રારા પ્રથમ સમૂહલગ્નની ભવ્ય સફળતા બાદ સંસ્થા દ્રારા આ દ્રિતીય સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કર્યું. જેમાં દાનવીરોની ધરતી એવા વિસનગરમાં ટહેલ નાખવામાં આવતાં દીકરીના કરિયાવર માટે દાતાશ્રીઓ દ્વારા દાનની સરવાણી વહાવી જેમાં દીકરીઓને ૧૮૯ જેટલી ગિફ્ટો અને રોકડ રકમનો સમાવેશ થાય છે. તા.૨૨/૧૧/૨૫ ના રોજ દાતાશ્રીઓ તરફથી આપવામાં આવેલ તમામ કરિયાવર ગીફ્ટોનું દાતાશ્રીઓના નામ સાથે કાઉન્ટર ઉપર ગીફ્ટો પ્રદર્શિત કરવામાં આવી હતી અને તમામ દાતાઓશ્રીઓનો આ પ્રસંગે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં હાજર તમામ દાતાશ્રીઓ મિમેન્ટો સ્વરૂપે ટ્રોફી અને ખેસથી સન્માન કરવામાં આવ્યું અને આ કાર્યમા સહભાગી થવા બદલ આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
દ્વિતીય સમૂહ લગ્નમા ભોજનના મુખ્ય દાતા શ્રી મેલાજી સેધાજી ઠાકોર પરિવાર દ્વારા ભોજન આપવામાં આવ્યું જ્યારે મામેરું અલ્પાબેલ વિરેન્દ્રભાઈ મણિયાર પરિવાર તરફથી ભરવામાં આવ્યું. સાંસ્કૃતિક પરિવાર અમદાવાદ અને તેમના પ્રેરકશ્રી પંકજભાઈ જોશી દ્વારા દરેક દીકરીઓને (૧) પાનેતર (૨) ચણિયાચોળી (૩) સાડીઓ દરેક દીકરીને પાંચ નંગ (૪)ડ્રેસ (૫)ચાંદીની પાયલ (૬) ચાંદીના વેટલા (૭)સોનાની ચુની (૮) ચાંદીના ઝુડા (૯)ઇમિટેશન સેટ (૧૦)દરેક દીકરીને સિલાઈ પેટે રૂપિયા ૧૫૦૦/ રોકડા (૧૧)મોડિયા (૧૨) કપૂર ગજરા (૧૩)પર્સ વિગેરે કરિયાવરની ગિફ્ટ આપવામાં આવી. તેમજ વર્ષ ૨૦૨૬ના તૃતીય સમૂહ લગ્નોત્સવના ભોજન દાતાશ્રી તરીકે પણ સંસ્કૃતિ પરિવાર, અમદાવાદ પ્રેરક પંકજભાઈ જોશી દ્વારા ઘોષિત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અનેક દાનવીર દાતાઓ તરફથી દીકરીઓને આ લગ્નમાં ૧-૨ ગ્રામ સોનાના મંગળસુત્ર, ચાંદીના મંગળસુત્ર, ચાંદીની પાયલ, ચાંદીની હાથલી કડલી, સોનાની ચુની, ચાંદીની બુટ્ટી, ચાંદીના વેટલા, ચાંદીની ગાય, ચાંદીનો તુલસી ક્યારો, ચાંદીના સિક્કા, ચાંદીના ઝુડા, તિજોરી, ઘરઘંટી, ઇલેક્ટ્રીક્ટ મીક્ષ્ચર, ઇલેક્ટ્રીક્ટ પેડલ પંખો, ઇલેક્ટ્રીક ઇસ્ત્રી, ઇલેક્ટ્રીક બ્લેન્ડર, કુકર, ટ્રોલીબેગ, લાકડાની ટીપોઇ, લાકડાની ખુરશીઓ, લગ્ન ટંક, સાડીઓ, ડ્રેસ, જેન્ટસ ઘડિયાળ, લેડીઝ ઘડીયાળ, દિવાલ ઘડીયાળ, હાથના ચુડા, સેટ-બુટ્ટી, ચેઇન-વીટી, હાથમાં પહેરવાના પાટલા, મેકઅપ બોક્ષ, બંગડી બોક્ષ, દુલ્હન સેટ, બાથરુમ સેટ, લેડીઝ ફેન્સી ચંપલ, ડિનર સેટ, કાંસાની થાળી-વાટકી-ચમચી-ગ્લાસ, સ્ટીલનો વાસણ મુકવાનો ઘોડો તેમજ રસોડાને લગતા વિવિધ તમામ વાસણો, ગાદલાં, ઓસીકા, બ્લેન્કેટ, શેતરંજી, ગાલીચો ઉપરાંત બ્યુટી પાર્લર, લગ્નની બગી ગાડીઓ, રોકડ ચાંદલા સહિત ૧૮૯ થી પણ વધુ કરીયાવરની ગીફ્ટ સુજ્ઞ દાતાશ્રીઓ તરફથી દીકરીઓને અર્પણ કરી ભાગ્યશાળી દાતા બન્યા હતા. આ સમુહ લગ્નમાં ખેડા જિલ્લાના વારસંગ ગામની દીકરી જે ૮૦% દિવ્યાંગ છે અને આ દીકરીના પિતા હયાત નથી ાઆ દીકરી સમુહ લગ્નમાં જોડાઈ જેને લગ્નમાં કન્યાદાન આપવા માટે પરમ પૂજ્ય શ્રી કિરીટભાઈ જોશી-પ્રસિદ્ધ કથાકાર અને તેમના ધર્મપત્ની રેણુકાબેન ખાસ ઉપસ્થિત હાજર રહીને કન્યાદાન આપ્યું હતું. વિસનગર નગરપાલિકા સંચાલિત જી.ડી હાઇસ્કુલ વિસનગરના પ્રાંગણમાં દ્વિતીય સમૂહ લગ્ન યોજવા માટે સેવા સદન વિસનગરના ચીફ ઓફિસર, પ્રમુખ- ઉત્તમભાઈ પટેલ, શિક્ષણ કમિટીના ચેરમેન-મનીષભાઈ બારોટ અને શિક્ષણ કમિટીના સભ્યો, જી.ડી હાઇસ્કુલના માધ્યમિક અને પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલશ્રી, તમામ નગરસેવકો, કોર્પોરેટરશ્રીઓ દ્વારા પણ આ સેવા યજ્ઞમાં અનુપમ સહયોગ આપવામાં આવ્યો હતો. જી.ડી હાઈસ્કૂલમાં ચાલતી હોસ્ટેલના સંચાલક રમેશભાઈ ચૌધરી તેમજ હોસ્ટેલમાં અભ્યાસ કરતાં બાળકોનો પણ ખૂબ જ ઉત્તમ સહયોગ રહ્યો.
માય ઈન્ડિયા ટ્રસ્ટ વિસનગર દ્વારા આ સર્વ જ્ઞાતિ દ્વિતીય સમૂહ લગ્નમાં સહયોગ આપનાર તમામ સખી દાતાઓનો, સામાજિક સંસ્થાઓનો, નગરપાલિકાના તમામ સ્ટાફનો જી.ડી.હાઈસ્કૂલ સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન પારુલ બેન પટેલ આરોગ્ય અધિકારી રાજુભાઈ પટેલ તમામનો આભાર માનવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કમલેશ વૈધના માર્ગદર્શન નીચે કરવામાં આવ્યું. ટીમના મોટાભાગના સભ્યો ૭૦ વર્ષથી ઉપરના હોવા છતાં પણ ખભેખભા મિલાવીને કાર્યક્રમને સફળ બનાવવા અથાગ પ્રયાસોના પરિણામે સમગ્ર કાર્યક્રમને ભવ્ય સફળતા મળી. આ સમુહ લગ્નની ખાસીયત હતી કે કોઇપણ ટ્ર્સ્ટી, પ્રમુખ, મંત્રી કે આગેવાનોએ પોતાના નામ, ફોટાઓ કે પ્રશસ્તિની અપેક્ષા સિવાય ફક્ત “સેવા એજ પરમો ધર્મ” ચરીતાર્થ કરીને દાતાશ્રીનો સન્માન સમારંભ યોજી સમાજને એક નવી રાહ બતાવી છે.