Select Page

વિસનગર વિધાનસભાની છેલ્લી મતદાર યાદીમાં ૨.૧૩ લાખથી વધુ મતદારો નોંધાયા

વિસનગર વિધાનસભાની છેલ્લી મતદાર યાદીમાં ૨.૧૩ લાખથી વધુ મતદારો નોંધાયા

વિસનગર વિધાનસભાની છેલ્લી મતદારયાદી પ્રસિદ્ધ થતા તેમાં ૨.૧૩ લાખથી વધુ મતદારો નોંધાયા છે. આ યાદીમાં ૩૪૨૫ નવા મતદારો ઉમેરાયા છે અને ૮૧૮ મતદારોના નામ રદ કરવામાં આવ્યા છે. હવે વિસનગર વિધાનસભા મત વિસ્તારમાં કુલ મતદારોની સંખ્યા ૨,૧૩,૮૭૧ થઈ છે.
આ મતદાર યાદીની ચકાસણી દરમિયાન ૩૪૨૫ નવા મતદારો ઉમેરાયા અને ૮૧૮ મતદારોના નામ રદ કરવામાં આવ્યા છે
ભારતના ચૂંટણી પંચના આદેશથી મહેસાણા જિલ્લામાં છેલ્લા સાડા ત્રણ મહિનાથી મતદારયાદી ખાસ સઘન સુધારણા (S.I.R) ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ મતદારયાદી સુધારણાની કામગીરી પૂર્ણ થતા જિલ્લા ચૂંટણી અધિકારી એવમ કલેક્ટર દ્વારા તા.૧૭- ૨- ૨૦૨૬ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી.જેમાં વિસનગર વિધાનસભા મત વિસ્તારમાં ૨૮૦૦ જેટલા મતદારોના નામ કમી કરવા આવેલી વાંધા અરજીઓના વિવાદ વચ્ચે છેલ્લી ફાઈનલ મતદાર યાદીમાં વિસનગર વિધાનસભા ક્ષેત્રમાં ફક્ત ૮૧૮ મતદારોના નામ રદ કરવામાં આવ્યા છે.જ્યારે ૩૪૨૫ મતદારો નવા ઉમેરાયા છે.આમ અત્યારે વિસનગર વિધાનસભા મત વિસ્તારમાં કુલ મતદારોની સંખ્યા ૨,૧૩,૮૭૧ થઈ છે.આ મતદાર યાદીમાં વિસનગર શહેર અને તાલુકાના ગામોમાં પાત્રતા ધરાવતા નાગરિકોમાં જેમના નામ હજુ પણ યાદીમાં નથી તેવા મતદારો ઓનલાઇન પોર્ટલ voters.eci.gov.in અથવા ECINet App દ્વારા અરજી કરી શકે છે.અથવા પોતાના વિસ્તારના BLO અથવા સંબંધિત મતદાર નોંધણી અધિકારીની કચેરીનો સંપર્ક કરી શકશે.જ્યારે નવા નોંધાયેલા મતદારોને પોસ્ટ દ્વારા ઓળખપત્ર ઘરે મોકલવામાં આવશે, સાથે s e-EPIC ડાઉનલોડ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે.