Select Page

વડનગર મનરેગાના એપીઓ ની સતલાસણા બદલી થતા તર્ક વિર્તક

વડનગર મનરેગાના એપીઓ ની સતલાસણા બદલી થતા તર્ક વિર્તક

વડનગર તાલુકા પંચાયતના મનરેગા શાખાના વિવાદિત એ.પી.ઓ. હિરેન સોલંકીની તાજેતરમાં સતલાસણા ખાતે બદલી કરવામા આવી છે. આ વિવાદિત કર્મચારીની સતલાસણા તાલુકામાં બદલી થતા આ તાલુકામા મનરેગા યોજનામા થતા વિકાસકામોમાં ભ્રષ્ટાચાર થશે તેવી સ્થાનિક આગેવાનોમાં શંકા ઉભી થઈ છે. ત્યારે સતલાસણા ટી.ડી.ઓ. દ્રષ્ટિબેન ચૌધરી મનરેગા યોજનામા થતા વિકાસ કામોમાં કેવી “દ્રષ્ટિ” રાખે છે તે જોવાનુ રહ્યુ ?
કેન્દ્ર સરકારની ગ્રામિણ વિસ્તારના શ્રમિકોને રોજગારી આપતી મનરેગા યોજના ભ્રષ્ટાચારી બાબુઓ માટે આશિર્વાદરૂપ સાબિત થઈ છે. મનરેગા યોજનામા થતા કામોમાં નોધાયેલા બેરોજગાર શ્રમિકોને બદલે બહારના શ્રમિકો પાસે કામ કરાવવામા આવે છે. તો બીજી તરફ આ યોજનામા કેટલાક બોગસ જોબકાર્ડ પણ બનાવવામા આવે છે. જે જોબકાર્ડના આધારે બેન્ક અને પોસ્ટમાં ખાતા ખોલાવી તેમા મજુરીના પૈસા જમા કરાવી તે પૈસા ઉપાડવાનુ વ્યવસ્થિત કૌભાંડ થતુ હોય છે. મનરેગા યોજનામા થતા કૌભાંડોની તાલુકા અને જીલ્લા કક્ષાએ લેખિત ફરીયાદો પણ થાય છે. પરંતુ જ્યાં સુધી મનરેગાના કૌભાંડમા મોટો હોબાળો ન થાય ત્યાં સુધી જીલ્લાના ઉચ્ચ અધિકારીઓના પેટનુ પાણી પણ હલતુ નથી. અત્યારે મોટેભોગે મનરેગા યોજનામા થયેલા કૌભાંડમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસનુ નાટક ભજવી સમય થતા કૌભાંડ દબાવી દેવામા આવે છે. આ યોજનામા તાલુકાના જવાબદાર ભ્રષ્ટાચારી બાબુઓ સામે કડક પગલા લેવામા નહી આવતા તેમને કૌભાંડ કરવામા કોઈનો ડર હોતો નથી. તાજેતરમાં વડનગર તાલુકા પંચાયતની મનરેગા શાખાના કરાર આધારિત વિવાદિત એ.પી.ઓ. હિરેનભાઈ સોલંકીની સતલાસણા ખાતે બદલી કરવામા આવી છે. વડનગરમાં આ કર્મચારી ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો થતા વિવાદમા ફસાયા હોવાનુ ચર્ચાય છે. ત્યારે આ વિવાદિત કર્મચારીની સતલાસણા તાલુકા પંચાયતમાં બદલી થતા આ તાલુકામા મનરેગા યોજનામા થતા વિકાસકામોમાં ભ્રષ્ટાચાર થશે તેવી સ્થાનિક આગેવાનોમા શંકા ઉભી થઈ છે. ત્યારે સતલાસણા ટી.ડી.ઓ. દ્રષ્ટિબેન ચૌધરી મનરેગા યોજનામા થતા વિકાસ કામોમાં કેવી દ્રષ્ટી રાખે છે તે જોવાનુ રહ્યુ ?
સતલાસણા તાલુકાની આઈ.આર.ડી.શાખામાં કેટલાક કર્મચારીઓ રોજે રોજ ફરજ ઉપર ગુલ્લી મારે છે. જ્યારે મિશન મંગલમ્‌ શાખાના એ.પી.એમ.ભરતભાઈ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવતા હોવાની ચર્ચા
અત્રે નોંધપાત્ર બાબત એ છે કે સતલાસણા તાલુકા પંચાયતમા મનરેગા, એસ.બી.એમ. પી.એમ.એ.વાય તથા મિશન મંગલમ શાખાના કેટલાક કર્મચારીઓ રોજેરોજ ફરજ ઉપર ગુલ્લી મારે છે. એક-બે કર્મચારી તો જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એચ.એમ.ચાવડાની વી.સી.માં હાજર રહેતા નથી. જો કે ટી.ડી.ઓ. દ્રષ્ટિબેન ચૌધરીએ આવા ગુલ્લીબાજ કર્મચારીઓને કારણદર્શક નોટીસો આપી હોવાનુ જાણવા મળ્યુ છે. આ તાલુકા પંચાયતમા એવી ચર્ચા છે કે મિશન મંગલમ શાખાના એ.પી.એમ. ભરતભાઈ જેવા બહુ ઓછા કર્મચારી છે જેઓ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવતા હશે?

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us