Select Page

વિસનગરના સ્ટેમ્પ વેન્ડરોનું ઈ-સ્ટેમ્પીંગના વિરોધમાં આવેદન

વિસનગરના સ્ટેમ્પ વેન્ડરોનું ઈ-સ્ટેમ્પીંગના વિરોધમાં આવેદન

વિસનગરના સ્ટેમ્પ વેન્ડરોનું ઈ-સ્ટેમ્પીંગના વિરોધમાં આવેદન

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
સરકારે ૧લી ઓક્ટોબરથી સ્ટેમ્પ વેન્ડરો દ્વારા નોન જ્યુુડીશીયલ સ્ટેમ્પ પેપરનું વેચાણ બંધ કરવાનો આદેશ કરતા વિસનગરના સ્ટેમ્પ વેન્ડરોને ગત મંગળવારે પ્રાન્ત અધિકારી કે.પી.પાટીદાર અને મહેસુલ નાયબ મામલતદાર પ્રવિણભાઈ ચૌધરીને આવેદનપત્ર આપી ફિઝીકલ સ્ટેમ્પ પેપરનું વેચાણ ચાલુ રાખવાની સરકાર સમક્ષ માંગણી કરી છે. આ સાથે સ્ટેમ્પ વેન્ડરોએ જીલ્લા કલેક્ટરશ્રી તથા મહેસુલ મંત્રી ગાંધીનગરને પણ ન્યાય આપવાની રજુઆત કરી છે.
સરકારે ૧લી ઓક્ટોબરથી તમામ સ્ટેમ્પ વેન્ડરો દ્વારા ફીઝીકલ નોન જ્યુડીશીયલ સ્ટેમ્પ પેપર્સનું વેચાણ બંધ કરીને ઈ-સ્ટેમ્પીંગ દ્વારા વેચાણ કરવાનો આદેશ કર્યો છે. જેના વિરોધમાં વિસનગરના તમામ સ્ટેમ્પવેન્ડરોએ ભેગા થઈ વિસનગર પ્રાન્ત અધિકારી, મામલતદારશ્રીને આવેદનપત્ર આપી ફીઝીકલ સ્ટેમ્પ પેપર્સનું વેચાણ ચાલુ રાખવાની માંગણી કરી છે. આ આવેદનપત્રમાં સ્ટેમ્પ વેન્ડરોએ એવી રજુઆત કરી છે કે ઈ-સ્ટેમ્પીંગના લીધે આમ જનતા ખુબજ હેરાન પરેશાન થશે. લોકોનો ઈ-સ્ટેમ્પીંગ ખરીદવામાં ઘણો સમય વેડફાશે. સમયસર દસ્તાવેજો ન થઈ શકવાના કારણે લોકોનો આર્થિક નાણાકીય વ્યવહાર વિલંબમાં મુકાશે. છતાં જો સરકાર અમોને ઈ-સ્ટેમ્પીંગ આપવાનું વિચારે તો અમે અગાઉ મળતા કમીશન રૂા. ૧૦૦ સુધી ૩ ટકા તેમજ રૂા. ૧૦૦ થી ઉપર ૧ ટકા મુજબ અમો ઈ-સ્ટેમ્પીંગનું સ્વિકારવા તૈયાર છીએ. જો સરકાર સ્ટેમ્પ વેન્ડરોનું નહી વિચારે તો સ્ટેમ્પ વેન્ડરોની રોજગારી છીનવાશે. આ સાથે મામલતદાર કચેરીમાં વર્ષોથી બેસતા કેટલાક સ્ટેમ્પ વેન્ડરો વયોવૃધ્ધ, અશક્ત અને શારિરીક રીતે વિકલાંગ તેમજ કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા ન હોવાથી તેમને પોતાના પરિવારનું ભરણ પોષણ અને શારિરીક સારવાર કરાવવા માટે આર્થિક ભારે મુશ્કેલી પડે છે. સરકારે પેન્શન યોજનાનું આયોજન કરવું જોઈએ તેવી પણ સ્ટેમ્પ વેન્ડરોએ સરકાર સમક્ષ માંગણી કરી છે. ત્યારે સરકાર આ સ્ટેમ્પ વેન્ડરોની રજુઆતને ધ્યાને લઈ તેમને સંતોષકારક ન્યાય આપે છે કે નહી તે જોવાનું રહ્યું.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us