Select Page

વિસનગર વાસીઓની આંતરે દિવસે પાણીકાપમાંથી મુક્તી

વિસનગર વાસીઓની આંતરે દિવસે પાણીકાપમાંથી મુક્તી

ધરોઈમાંથી પુરતા પ્રમાણમાં પાણી મળવાની ધારાસભ્યની હૈયાધારણા

વિસનગર વાસીઓની આંતરે દિવસે પાણીકાપમાંથી મુક્તી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં આંતરે દિવસે અને અનિયમિત પાણીની સમસ્યા મોટી બની ગઈ છે. અપૂરતું પાણી મળવાની લોકો ત્રાસી ગયા છે. તેવા સંજોગોમાં અગાઉની જેમ નિયમિત પાણી પુરવઠો આપવાનુ શરૂ કરવામાં આવતા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીના આ નિર્ણયને લોકોએ આવકાર્યો છે. પ્રમુખના આ નિર્ણયની સાથે થોડા સમય પહેલા પાણીકાપ ઉઠાવી લઈ ફરીથી આંતરે દિવસે પાણીકાપ શરૂ કરવામાં આવતા “આવુ તો નહી થાય ને” તેવી ચીંતા લોકોએ વ્યક્ત કરી છે.
વિસનગર પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ જાહેરાત કરી છેકે, તા.૧૦-૧૦-૨૦૧૯ ના રોજથી શહેરમાંથી આંતરે દિવસે પાણીકાપ ઉઠાવી લેવામાં આવ્યો છે. ગત ઉનાળાથી શહેરમાં આંતરે દિવસે પાણીકાપનો અમલ કરવામાં આવ્યો હતો. આંતરે દિવસના કાપ છતાં મોટાભાગના વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પાણી મળતું નહોતું. ૪૫ મીનીટનો પાણીનો સમય હતો ત્યારે કેટલાક વિસ્તારમાં એક થી દોઢ કલાક પાણી આપવામાં આવતુ હતું. જ્યારે કેટલાક વિસ્તારમાં ૧૫-૨૦ મીનીટ પણ પાણી મળતુ નહોતુ. આવી વિસમ પરિસ્થિતિમાં પ્રમુખે તહેવારોના સમયે પાણીકાપ ઉઠાવી લેવાની જાહેરાત કરતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
પ્રમુખે વધુમાં જણાવ્યું છેકે, જે તે ઝોનમાં પાણી છોડ્યા બાદ દરેક વિસ્તારમાં છેવાડા સુધી પાણી પહોચે છેકે નહી તે જોવા માટે બોર ઓપરેટરોને ખાસ સુચના આપવામાં આવી છે. ઝોનમાં પાણી છોડીને તે વિસ્તારમાં દેખરેખ રાખવા બોર ઓપરેટરોને તાકીદ કરવામાં આવી છે. પાઈપલાઈનના છેડા સુધી પાણી પહોચે નહી તો તેની જવાબદારી ઓપરેટરની રહેશે. ઓવરહેડ ટાંકીઓ પુરેપુરી ભરીને પાણી સપ્લાય આપવાની પણ સુચના આપવામાં આવી છે. મોટા ઝોનમાં ૪૦ થી ૪૫ મીનીટ અને નાના ઝોનમાં ૩૦ મીનીટ પાણી આપવામાં આવશે. ઝોનમાં પાણી કનેક્શનોની સંખ્યા પ્રમાણે તેટલો સમય પાણી આપવામાં આવશે. પ્રમુખ દ્વારા ધરોઈનું પાણી ઓછુ મળતુ હોવાની ધારાસભ્ય સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. ત્યારે ધારાસભ્ય દ્વારા ધરોઈ પાણી પુરવઠા વિભાગમાં તથા સરકારમાં અસરકારક રજુઆત કરવામાં આવતા ધરોઈમાંથી સપ્લાય વધતા પાણીકાપ ઉઠાવી લેવાનો નિર્ણય કરી શકાયો છે. પ્રમુખે એ પણ જણાવ્યુ છેકે કોઈપણ વિસ્તારમાં સંપ કે ઓવરહેડ ટાંકી ઉભરાશે તો જે તે બોર ઓપરેટરને નોટીસ આપવામાં આવશે. સુચના આપવા છતાં બોર ઓપરેટર કોઈ ફરક નહી પડે તો છુટા કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us