Select Page

ખેરાલુમાં મંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે વૃંદાવન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલનો પ્રારંભ

મેડીકલ હબ બનવા તરફ શહેરનું વધુ એક કદમ

ખેરાલુ શહેરમાં એમ.ડી.ફિજીશીયન ડૉકટર વિષ્ણુગીરી ગૌસ્વામી દ્વારા કરોડોના ખર્ચે અદ્યતન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ વૃંદાવન ચાર રસ્તા પાસેના શિવ લેન્ડમાર્ક શોપિંગ સેન્ટરમાં ૮૦૦૦ સ્કવેર ફીટમાં બનાવવામાં આવી છે. જેમાં મોટા શહેરો જેવી તમામ સગવડો ઉપલબ્ધ કરવામા આવી છે. જેનો ભવ્યાતિ ભવ્ય ઉદ્‌ઘાટન સમારોહમાં પાણી પુરવઠા તેમજ આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે શુભારંભ કરાયો હતો. જેમા ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર, દુધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન અવચળભાઈ ચૌધરી, ખેરાલુ એ.પી.એમ.સી. ચેરમેન ભીખાલાલ ચાચરીયા, તાલુકા ભાજપ પ્રમુખ પરથીભાઈ ચૌધરી, ખેરાલુ શહેર ભાજપ પ્રમુખ વી.ડી.દેસાઈ, પાલિકા પ્રમુખ હેમન્તભાઈ શુકલ, ડી.વાય.એસ.પી. જયેશભાઈ બ્રહ્મભટ્ટ, પાલિકાના પુર્વ પ્રમુખ નરેશભાઈ બારોટ, ડૉ.હર્ષદભાઈ વૈદ્ય, ડૉ.નિપુલ નાયક, ડૉ.જે.કે.ગોસાઈ સહીત અસંખ્ય આગેવાનો સાથે ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છેકે અગાઉ “પાણી નહી તો મત નહી” ના સ્લોગન સાથે અઢી મહિનાથી આંદોલન ચાલતુ હતુ તે આંદોલનમા સરકાર અને આંદોલનના આગેવાનો સાથે સમાધાન કરાવનાર પણ હેમન્તભાઈ શુકલ, વી.ડી.દેસાઈ અને અજયભાઈ બારોટે મહત્વની ભુમિકા ભજવી હતી. તે જ રીતે ખેરાલુ, સતલાસણા, વડનગર અને દાંતા પંથક માટે આશિર્વાદરૂપ એમ.ડી. ફીજીશીયન ડૉકટરને ખેરાલુમાં પ્રસ્થાપિત કરનાર હેમન્તભાઈ શુકલનો હજારો લોકોએ મૌખિક આભાર માન્યો હતો.

• દૂધ સાગર ડેરીના ચેરમેન ખેરાલુમાં પગ મુકશે તો હુમલો થશે તેવી ચર્ચાઓ વચ્ચે અશોકભાઈ ચૌધરીની સુચક હાજરી
• પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો રપ ઉપરાંત લોકોની ધરપકડ કરી
• ખેરાલુ વિધાનસભાના તળાવો ભરવાની યોજના ૧૩૧ કરોડની નહી પણ રપ૦ કરોડની છે- ઋષિકેશભાઈ પટેલ
• ખેરાલુ સી.એચ.સી સેન્ટર ર.૮પ કરોડના ખર્ચે નહી પરંતુ પ.૮પ કરોડના ખર્ચે અદ્યતન બનશે- ઋષિકેશભાઈ પટેલ

ઉદ્‌ઘાટન સ્વાગત સમારોહમાં હેમન્તભાઈ શુકલએ જણાવ્યુ હતુ કે ૪૦ કી.મી.વિસ્તારમાં કોઈ એમ.ડી.ડૉકટર ઉપલબ્ધ નથી. ડૉ.વિષ્ણુગીરી ગૌસ્વામીએ ૧૮ વર્ષ સુધી આપેલી સેવાઓનું વર્ણન કર્યુ હતુ. આ હોસ્પિટલમાં આઈ.સી.યુ. ડાયાલીસીસ ૨૪ ઠ ૭ ઈમરજન્સી સારવાર આપવામા આવશે તેમ જણાવ્યુ હતુ. ડૉ. હર્ષદભાઈ વૈદ્યે જણાવ્યુ હતુ કે ખેરાલુ જેવા નાના સેન્ટરોમાં મેડીકલ ક્ષેત્રે જીવન પદાર્પણ કરવુ તે ચેલેન્જ છે. આ ક્ષેત્રનું જે લેટેસ્ટ ડેવલપમેન્ટ છે તે અહી સુધી લાવવું તેને મેઈટેન કરવી અને લોકોના ઉપયોગમાં ધારી અસરથી સાચવી રાખવું. તે ખુબજ અઘરી બાબતો છે. આવી દેવભૂમી ખેરાલુમાં વિષ્ણુગીરી ગૌસ્વામીનો આભાર માન્યો હતો. ધારાસભ્ય અજમલજી ઠાકોરે જણાવ્યુ હતુ કે રાજકારણમાં મને તાલુકા ભાજપ મહામંત્રીનો હોદ્દો ઋષિકેશભાઈ પટેલે આપ્યો અને રાજકારણમાં લાવ્યા છે. ખેરાલુમાં વિષ્ણુગીરીએ બનાવેલી હોસ્પિટલ જેવી ખેરાલુ વિધાનસભા કે દાંતા અને વડગામ તાલુકામાં પણ નથી જેથી તેમનો આભાર માન્યો હતો. ઋષિભાઈ પટેલ દ્વારા પાણીથી તળાવો ભરવાની રૂા.૧૩૧ કરોડની યોજના મંજુર કરી તે બદલ ખેરાલુ વિધાનસભા વતી આભાર માન્યો હતો. આ યોજનાનુ સર્વ ે ચાલુ છે અને ટુંક સમયમાં ખાત મુર્હુત પણ કરીશુ આ યોજનાનો ખર્ચ રૂા. ૧૩૧ કરોડ નહી પણ રૂા. રપ૦ કરોડ થશે તેવુ ઋષિકેશભાઈ પટેલે દેણપ ખાતે કાર્યક્રમમાં જણાવ્યુ હતુ. પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે. મોસાળમાં મા પીરસનાર હોય તે રીતે ઋષિભાઈ પટેલનું વર્તન છે. ચિમનાબાઈ સરોવર કયારે ભરાશે તે વાત હવે ભુતકાળ બનશે. ખેરાલુ સી.એચ.સી.માટે રૂા. ર.૮પ કરોડ મંજુર થયા હતા. જેમાં પણ વધારીને રૂા. પ.૮પ કરોડનું કામ મંજુર કર્યુ છે. સપ્ટેમ્બરમા ખાત મુર્હુંત થશે. ખેરાલુ સીડસ્‌ ફાર્મ ૩૦ વર્ષથી પડી રહ્યુ હતુ જે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીને સોંપાઈ ગયુ છે. ખેરાલુ શહેરમાં એમ.ડી.ડૉકટરની સુવિધા ઉભી થઈ છેે જે ગૌરવની વાત છે. ગરીબ લોકોને ઘર આંગણે સુવિધા મળશે.
મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે મોટા શહેરોમાં હોય તેવી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ જેમા તમામ પ્રકારની સારવારો મળી રહે તે માટે ડૉ.વિષ્ણુગીરીનો ખુબ આભાર માન્યો હતો. જયારે કોઈને ખરેખર ટુંક સમયમાં સારવારની જરૂર હોય તેવી સારવાર ઉપલબ્ધ કરાવી છે જયારે લોકો સુખી થાય ત્યારે મોટા શહેરોમાં જાય ત્યારે ડૉ.વિષ્ણુગીરી જયાં એમ.ડી.ફિજીશીયન અને તાત્કાલીક સારવાની જરૂર પડે ત્યારે મુશ્કેલી પડતી હતી તેવા સમયે આ અદ્યતન હોસ્પિટલ શરૂ કરી તે બદલ આભાર માન્યો હતો. આદરણીય પ્રધાનમંત્રી ગુજરાતમાં હતા ત્યારે મા કાર્ડ આપ્યુ. ત્યારબાદ મા વાત્સલ્ય કાર્ડ અપાયુ અને આખા દેશમાં પ૦ કરોડ લોકોને ફાયદો થાય તેવું આયુષ્યમાન કાર્ડ આપ્યુ છે. ખેતરોમાં પાણી, આરોગ્ય, ર૪ કલાક વિજળી, ઘેર ઘેર નળ દ્વારા પાણી અપાયુ છે. દેશમાં ચાર ટકા લોકો એવા છે કે જેના ઘરે નળ નથી. ગુજરાત ૧૦૦% ઘરોમાં નળવાળુ રાજ્ય બનવાનું છે. નર્મદા ટ્રીબ્યુનલે ૧મીલીયન ફીટ પાણી આપ્યુ પરંતુ ૭૦૦૦ કરોડ પ્રતિવર્ષ વિજબીલ ભરીને પાઈપ લાઈનોથી પાણી પહોચાડયુ છે.
કચ્છ, સૌરાષ્ટ અને ઉત્તર ગુજરાતને પાણી સરખા ભાગે ૧-૧-૧ મીલીયન ફીટ પાણી મળશે. વડગામનું ૧૧ર હેક્ટરનું કરમાવદ તળાવ માટે પપ૦ કરોડનું ટેન્ડર પડશે. મોકેશ્વર ડેમ પણ ભરાશે. આ હોસ્પિટલમાં પી.એમ.જે.વાય (મા કાર્ડ) જેમાં ર૭ પ્રકારની સારવાર મળશે. કોરોનામા હવે રસી મળવાથી સુરક્ષીત થયા છીએ.
દુધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ કે દુધસાગર ડેરીના પુર્વ ચેરમેન મોતીભાઈનો ૧૦૦ મો જન્મ દિવસ હતો. આજે ડેરીમાં કાર્યક્રમો હતા અને આખુ વર્ષ જન્મ શતાબ્દિ વર્ષ તરીકે ઉજવવુું તેવુ નક્કી કરાયુ છે. જેથી મોડુ થતા દિલગીરી વ્યક્ત કરી હતી. ખેરાલુમાં મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ બનાવ્યુ છે. જેમા પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ આપી હતી. હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. અશોકભાઈ ચૌધરીના આવવાથી લોકોમા ખુબ જ આનંદ જોવા મળતો હતો. કારણ કે મુખ્ય મહેમાન ગયા પછી હંમેશા કોઈપણ સમારંભમા લોકો પલાયન થાય છે જયારે અશોકભાઈનુ વક્તવ્ય પુરુ થયુ ત્યાં સુધી કોઈએ પોતાની ખુરશી છોડી નહોતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us