Select Page

પ્રસંગમાં વધેલુ ભોજન ભૂખ્યાના પેટમાં જાય તે માટે માય ન્યુ ઈન્ડીયા ટ્રસ્ટ દ્વારા વિસનગરમાં અલખનો રોટલો(ભોજન પ્રસાદી) વાનનો શુભારંભ

પ્રસંગમાં વધેલુ ભોજન ભૂખ્યાના પેટમાં જાય તે માટે માય ન્યુ ઈન્ડીયા ટ્રસ્ટ દ્વારા વિસનગરમાં અલખનો રોટલો(ભોજન પ્રસાદી) વાનનો શુભારંભ

પ્રસંગમાં વધેલુ ભોજન ભૂખ્યાના પેટમાં જાય તે માટે માય ન્યુ ઈન્ડીયા ટ્રસ્ટ દ્વારા
વિસનગરમાં અલખનો રોટલો(ભોજન પ્રસાદી) વાનનો શુભારંભ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
હરિદ્વાર મુકામે નિઃશુલ્ક અસ્થિ વિસર્જન અને રૂા.૧ના ટોકનથી અંતિમ સંસ્કાર કીટ (ખાંપણ કીટ)ની સેવા પુરી પાડતી સંસ્થા માય ન્યુ ઈન્ડિયા ટ્રસ્ટ,વિસનગર દ્વારા તા.૧૩-૨-૨૦૨૦ના રોજ અલખનો રોટલો (ભોજન પ્રસાદી) વાનનો શુભારંભ પિલવાઈના સુપ્રસિધ્ધ કથાકાર કિરીટભાઈ શાસ્ત્રીજીના વરદ હસ્તે કરવામાં આવ્યો. સમાજમાં ઉજવાતા વિવિધ પ્રસંગોએ વધેલ ભોજન સંસ્થા દ્વારા જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચાડવા અને અમુલ્ય અનાજનો સદ્‌ઉપયોગ થાય એવા ઉમદા હેતુથી શરૂ કરવામાં આવેલ આ ભોજન પ્રસાદી સેવા પ્રકલ્પને સુજ્ઞ નગરજનોએ બિરદાવી અભિનંદનથી લાગણી વ્યક્ત કરી હતી .આ પ્રસંગે આશાબેન જયેશભાઈ પ્રજાપતિ (કોર્પોરેટર), અનિલભાઈ ગજ્જર, ઉમેશભાઈ જ્હા અને મહેન્દ્રભાઈ દરજી તરફથી ભોજન પ્રસાદી માટે સ્ટીલના મોટા ટિફીન, પવાલી અને વાસણો સંસ્થાને ભેટ આપવામાં આવ્યા હતા. ભોજન પ્રસાદી વાનના શુભારંભ પ્રસંગે સંસ્થાના પ્રમુખ કમલેશભાઈ વૈદ્યના માર્ગદર્શન હેઠળ શિવરામભાઈ પ્રજાપતિ, સોમાભાઈ પ્રજાપતિ, વિશિષ્ટ શિક્ષક કાદરભાઈ મનસુરી, હિતેશભાઈ સોની, બિપીનભાઈ જોષી, વિજયભાઈ પટેલ, દિવાનજી ઠાકોર, રાધેશ્યામભાઈ સાધુ, જીતેન્દ્રભાઈ જાદવ, શશીકાન્તભાઈ સોલંકી, કાન્તિભાઈ લિંબાચીયા, કિર્તીભાઈ ભીલ વગેરેએ પોતાની પ્રસંશનીય સેવાઓ આપી હતી.આ ભોજન પ્રસાદી સેવા પ્રકલ્પના સુંદર વ્યવસ્થાપન માટે માસિક રૂા.૫૦૦/- અને વાર્ષિક રૂા.૫૦૦૦/- ના દાતાશ્રીઓનો સહયોગ આવકાર્ય છે. વધેલ ભોજન પ્રસાદી માસિક અને વાર્ષિક દાન સહયોગ માટે માય ન્યુ ઈન્ડિયા ટ્રસ્ટ,વિસનગરના પ્રમુખ કમલેશભાઈ વૈદ્યનો મો. નં.૮૧૬૦૬ ૦૧૧૦૭ ઉપર સંપર્ક કરી શકાશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us