Select Page

એમ.એન.કોલેજ રોડ ઉપર અસંખ્ય વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે ગટરલાઈનનુ ટેસ્ટીંગ થતુ નથી અને ખાડો પુરાતો નથી

એમ.એન.કોલેજ રોડ ઉપર અસંખ્ય વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે ગટરલાઈનનુ ટેસ્ટીંગ થતુ નથી અને ખાડો પુરાતો નથી

એમ.એન.કોલેજ રોડ ઉપર અસંખ્ય વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે
ગટરલાઈનનુ ટેસ્ટીંગ થતુ નથી અને ખાડો પુરાતો નથી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર
વિસનગરમાં એમ.એન.કોલેજ રોડની નવી ગટરલાઈનના ટેસ્ટીંગ માટે એક સભ્ય દ્વારા માગણી કરવામાં આવી છે. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ટેસ્ટીંગ કરવામાં નહી આવતા રોડ ઉપરનો ખાડો પુરવામાં આવતો નથી અને અત્યારે દિવસ દરમ્યાન આવતા જતા અસંખ્ય વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે.
વિસનગર એમ.એન. કોલેજ રોડનો વિકાસ નહી થવાનુ ગ્રહણ લાગ્યુ હોય તેમ જણાય છે. આ રોડ ઉપર જ્યારે પણ વિકાસ કાર્ય હાથ ધરાય છે ત્યારે કોઈને કોઈ વિઘ્ન આવીને ઉભુ રહે છે. જ્યારે શહેરના અન્ય વિસ્તારમાં ચુપચાપ રીતે નિર્વિઘ્ને વિકાસ થઈ રહ્યો છે. એમ.એન.કોલેજ રોડ ઉપરની ગટરો વારંવાર તુટવાના કારણે રોડ વચ્ચેથી પસાર થતી આ ગટરલાઈન સાઈડમાં બનાવવામાં આવી. પંડ્યાના નાળાથી ગોવિંદચકલા, અમીકુંજ, હરિહર સોસાયટી આગળ થઈ સવાલા દરવાજા નાળા સુધીની નવી લાઈન નાખવામાં આવી હતી. ગટરલાઈન નંખાતી હતી તે વખતેજ પાઈપો વચ્ચેના સાંધા પુરવામાં નહી આવતા હોવાનો વિવાદ થયો હતો. ત્યારે કોન્ટ્રાક્ટરે પાઈપો ખોલી નવા કોલર નાખી સાંધા પુર્યા હતા. ગટરલાઈન નંખાઈ ગયા બાદ છેલ્લા એક માસ ઉપરાંત્તના સમયથી નવદુર્ગા ભાજીપાઉંની સામેની સાઈડે રોડ ઉપર એક ખાડો અવરજવર કરતા વાહનોને નડતર રૂપ બની રહ્યો છે. આ ખાડામાં કોઈ કામ કરવામાં આવતુ નથી કે પુરવામાં પણ આવતો નથી. નવદુર્ગા ભાજીપાઉં તરફ ગટરલાઈનનુ કામ ચાલે છે અને બીજી બાજુના રોડ ઉપર આ ખાડાના કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રાત્રે અંધારામાં નાના વાહનચાલકો ખાડાના કારણે અકસ્માતનો પણ ભોગ બને છે.
ખાડો કેમ પુરાતો નથી તે બાબતે તપાસ કરતા પાલિકા સભ્ય ગીરીશભાઈ પટેલે જણાવ્યુ છેકે, પંડ્યાના નાળાથી સવાલા દરવાજા નાળા સુધી જે નવી ગટરલાઈન નાખી તેનુ લેવલ જળવાયુ નથી. જુની ગટરલાઈન આઠ ફૂટ ઉંડી છે. જ્યારે નવી ગટરલાઈન ત્રણ ફૂટ ઉંડાઈએ નાખવામાં આવી છે. કોન્ટ્રાક્ટરો હલકી ગુણવત્તાના કામ કરી બીલો મંજુર કરાવી લે છે. પરંતુ લેવલ જળવાતુ નહી હોવાથી પાલિકાએ ખર્ચેલા નાણાં વેડફાય છે. નવી ગટરલાઈનમાં પાણી નાખી તેનુ ટેસ્ટીંગ કરવા માટે પાલિકાએ જણાવ્યુ છે. ટેસ્ટીંગ થયા પછીજ બીલ આપવા માટે રજુઆત કરી છે. પરંતુ પાલિકા કોન્ટ્રાક્ટર પાસે ટેસ્ટીંગ કરાવતી નથી અને ખાડો પુરાતો નથી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us