Select Page

હોસ્પિટલમાં ફક્ત એકજ દર્દિ સારવાર હેઠળ વિસનગરમાં ૧૮૮ કેસમાં ૧૩૩ એક્ટીવ-તમામ હોમ આઈશોલેશનમાં

હોસ્પિટલમાં ફક્ત એકજ દર્દિ સારવાર હેઠળ વિસનગરમાં ૧૮૮ કેસમાં ૧૩૩ એક્ટીવ-તમામ હોમ આઈશોલેશનમાં

હોસ્પિટલમાં ફક્ત એકજ દર્દિ સારવાર હેઠળ
વિસનગરમાં ૧૮૮ કેસમાં ૧૩૩ એક્ટીવ-તમામ હોમ આઈશોલેશનમાં
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોનાની ત્રીજી લહેરમાં વિસનગરમાં દર્દિઓની સંખ્યા ૧૮૬ સુધી પહોચી છે. પરંતુ સુખદ બાબત એ છેકે તમામ દર્દિઓ હોમ આઈશોલેશનમાં સારવાર હેઠળ છે. અત્યારે કુલ ૧૩૩ એક્ટીવ કેસ છે. વેક્સીનના ડોઝ લીધા હોવાના કારણે ત્રીજી લહેરમાં ઘાતક અસર જોવા મળી નથી. ફક્ત એકજ દર્દિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. છતાં પણ આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના હોમટાઉનમાં તાલુકા હેલ્થ ઓફીસર ર્ડા.આર.ડી.પટેલના માર્ગદર્શનમાં ત્રીજી લહેર સામે લોકોને રક્ષણ આપવા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
કોરોનાની બીજી લહેરની ભયાનકતા જોઈ લોકો કોરોના નામથી થરથર કાંપી રહ્યા છે. પરંતુ આ વખતે ત્રીજી લહેરમાં શરદી, તાવ અને ઉધરસ જેવા સામાન્ય લક્ષણો હોવાથી મોટાભાગના સંક્રમીત હોઈ આઈશોલેશનમાં સારવાર લઈ રહ્યા છે. તા.૨૧-૧-૨૦૨૨ ને શુક્રવાર સુધીમાં વિસનગર શહેરના ૧૧૨ તથા ગ્રામ્ય વિસ્તારના ૭૪ કેસ મળી કુલ ૧૮૬ કોરોના પોઝીટીવના કેસ નોધાયા છે. જેમાં શહેરના ૪૨ અને ગામડાના ૧૧ મળી કુલ ૫૩ કેસ ડીસ્ચાર્જ થયા છે. ૧૩૩ એક્ટીવ કેસ છે.
તાલુકા હેલ્થ ઓફીસર ર્ડા.આર.ડી.પટેલના માર્ગદર્શનમાં હોમઆઈશોલેશન દર્દિઓ ઉપર સતત મોનીટરીંગ
કોરોનાની બીજી લહેર કરતા આ ત્રીજી લહેરમાં સામાન્ય લક્ષણો હોવાથી સંક્રમીત તમામ દર્દિઓ હોમ આઈશોલેશનમાંજ સારવાર લઈ રહ્યા છે. ફક્ત એકજ દર્દિ નૂતન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સોસાયટી કે મહોલ્લામાં એકજ લાઈનમાં આવતા મકાનોમાં ચાર થી પાંચ કેસ નોધાય ત્યારે માઈક્રો કન્ટેઈન્ટમેન્ટ કરવામાં આવે છે. પરંતુ વિસનગરમાં હજુ સુધી એવી પરિસ્થિતિ આવી નથી તે રાહતની બાબત છે. સીંગલ કેસ નોધાતા પોઝીટીવના ઘર ઉપર નોટીસ મારી ફક્ત ઘરજ કન્ટેઈન્ટમેન્ટ કરવામાં આવે છે. જેમાં અત્યારે કુલ ૩૪ મકાન કન્ટેઈન્ટમેન્ટ કરાયા છે.
આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ તેમના હોમ ટાઉનમાં કોરોનાની ત્રીજી લહેરની પરિસ્થિતિને પહોચી વળતા આરોગ્ય વિભાગની સતત સંપર્કમાં છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં ખડેપગે સેવા આપી અનુભવની કાબેલીયત કેળવનાર તાલુકા હેલ્થ ઓફીસર ર્ડા.આર.ડી.પટેલે કોરોનાની ત્રીજી લહેરમાં આરોગ્ય વિભાગની વિવિધ સેવા તૈયારીઓ અને કાર્યવાહી બાબતે જણાવ્યુ છેકે, અર્બન હેલ્થ સેન્ટર, સિવિલ હોસ્પિટલ, પી.એચ.સી. તથા સી.એચ.સી.માં રોજના ૫૦૦ ઉપરાંત્ત આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં તા.૧૯-૧ ના રોજ એકજ દિવસમાં બાવન પોઝીટીવ કેસ નોધાયા હતા. બાકીના દિવસોમાં એવરેજ ૧૫ થી ૨૦ પોઝીટીવ કેસ નોધાય છે. સામાન્ય લક્ષણો હોવાથી વધુમાં વધુ સાત દિવસમાં સંક્રમીત રીકવર થાય છે.
જોકે મહત્વની બાબત એ છેકે જે પોઝીટીવ કેસ નોધાયા તે તમામે વેક્સીન લીધી હતી. વેક્સીનના ડૉઝ લેનાર પણ સંક્રમીત થાય છે. પરંતુ વેક્સીન લીધી હોવાથી સંક્રમણની અસર ઓછી થાય છે. હોમ આઈશોલેશનમાંજ દર્દી રીકવર થતા હોવાથી હોસ્પિટલમાં બેડની જરૂર પડતી નથી. તેમ છતાં નૂતન હોસ્પિટલમાં ૧૨ વેન્ટીલેટર તૈયાર કરવામાં આવ્યા છે. નોન વેન્ટીલેટર આઈ.સી.યુ.માં ૨૬ બેડ, ઓક્સીજનની વ્યવસ્થા સાથે ૩૮૮ તથા ઓક્સીજન વગર ૨૧૨ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. હોમ આઈશોલેશનમાં જે સારવાર લઈ રહ્યા છે તેમની ર્ડા.આર.ડી.પટેલની સીધી દેખરેખમાં આશા વર્કર તથા આરોગ્ય કર્મચારીઓ દ્વારા રોજેરોજ મુલાકાત લેવામાં આવે છે. કન્ટ્રોલ રૂમમાંથી પણ આઈશોલેટેડ દર્દિનો મોબાઈલ ફોન ઉપર સંપર્ક કરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે. ત્રણ ધન્વન્તરી રથ પણ કાર્યરત છે. ધન્વન્તરી રથની ટીમ વિવિધ વિસ્તારની મુલાકાત લઈ શંકાસ્પદના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે છે. જરૂર પડે તો આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાય છે. નિષ્ણાંતોના મતે મુંબઈ જેવા મોટા શહેરોમાં પોઝીટીવ કેસની સંખ્યામાં દિન પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે. જે જોતા જાન્યુઆરીના એન્ડમાં કેસમાં ઘટાડો જોવા મળશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us