Select Page

વિસનગર શહેર-તાલુકા ભાજપ મોરચામાં હોદ્દેદારોની વરણી

વિસનગર શહેર-તાલુકા ભાજપ મોરચામાં હોદ્દેદારોની વરણી

વિસનગર શહેર-તાલુકા ભાજપ મોરચામાં હોદ્દેદારોની વરણી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર શહેર અને તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારોની જાહેરાત બાદ આ બન્ને સંગઠનમાં મહિલા મોરચો, અનુસુચિત મોરચો, બક્ષીપંચ મોરચો, લઘુમતી મોરચો તથા યુવા મોરચાના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે.
આવનાર વિધાનસભાની ચુંટણીને અનુલક્ષી ભાજપ દ્વારા મજબુત સંગઠન માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના વફાદાર કાર્યકરોને શહેર અને તાલુકા ભાજપ સંગઠનના સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ ગળીયા, મહામંત્રી રણછોડભાઈ એચ.દેસાઈ(આર.ડી.) તથા પ્રકાશભાઈ એમ.પટેલ દ્વારા શહેર સંગઠનની ૪૫ કારોબારી સભ્યોની વરણી કરવામાં આવી છે. જ્યારે શહેર ભાજપ મહિલા મોરચામાં પ્રમુખ પદે મંડીવાલા દક્ષાબેન જયમીનકુમાર, ઉપપ્રમુખ પદે મોદી રમીલાબેન અશોકકુમાર, ઉપપ્રમુખ પદે ગાંધી પદમાબેન રાજેન્દ્રકુમાર, મહામંત્રી પદે પટેલ અમિતાબેન અંકીતકુમાર, મંત્રી પદે ભોઈ આશાબેન આશીષભાઈ, ભાવસાર રાગીણીબેન જગાભાઈ, પટેલ મનિષાબેન ગૌરાંગભાઈ, મીસ્ત્રી કિંજલબેન ધર્મેશભાઈ, કોષાધ્યક્ષમાં ગજ્જર સ્મીતાબેન કમલેશભાઈ તથા ૧૨ કારોબારી સભ્ય, શહેર ભાજપ અનુસુચીત જાતી મોરચામાં પ્રમુખ પદે નરેશકુમાર બાબુલાલ પરમાર(ગામી), ઉપપ્રમુખ પદે વિજયકુમાર કાન્તિલાલ પરીખ, ઉપપ્રમુખ પદે મહેશભાઈ સવજીભાઈ નાગર, મહામંત્રી રાકેશકુમાર ગોવિંદભાઈ ચૌહાણ, મંત્રી પદે ભાવેશકુમાર વિષ્ણુભાર પરમાર, રમેશભાઈ ડાહ્યાભાઈ વણકર, અમિતકુમાર જગદીશભાઈ મકવાણા, આકાશકુમાર જયંતીલાલ ચૌહાણ, કોષાધ્યક્ષમાં સંજયકુમાર વિષ્ણુભાઈ પરમાર તથા ૧૨ કારોબારી સભ્ય, શહેર ભાજપ બક્ષીપંચ મોરચામાં પ્રમુખ પદે વૈદ્ય હિમાંશુભાઈ સતિષભાઈ, ઉપપ્રમુખ પદે પ્રજાપતિ જયંતીભાઈ હિરાભાઈ, ઉપપ્રમુખ પદે બારોટ હિરલ નરેન્દ્રભાઈ, મહામંત્રી પદે ઠાકોર વિજયજી ભરતજી, મંત્રી પદે ઠાકોર પ્રવિણજી હેમાજી, સાધુ મહેશભાઈ જગદીશભાઈ, રાવળ ભરતકુમાર અમથાલાલ, નાયક ભુપેન્દ્રકુમાર ભગવાનભાઈ, કોષાધ્યક્ષમાં સુથાર શૈલેષકુમાર જયભાઈ, તથા ૧૨ કારોબારી સભ્ય, શહેર ભાજપ લઘુમતી મોરચામાં પ્રમુખ પદે યુસુફભાઈ જાનમહંમદ સિંધી, ઉપપ્રમુખ પદે મોસ્તુફાભાઈ મેબુલભાઈ ધોબી, ઉપપ્રમુખ પદે કાદરભાઈ મીસરીભાઈ ગાંચી, મહામંત્રી પદે ફિરોજખાન કરીમખાન શેખ, મંત્રી પદે રીયાજભાઈ છોટુભાઈ નાગોરી, એહસાન હિન્માંહદ મનસુરી, મકસુદભાઈ નજીરભાઈ મનસુરી, સદામહુસેન અકબરભાઈ મનસુરી, કોષાધ્યક્ષમાં શેરમહમદ દલુભાઈ સિંધી તથા ૧૨ કારોબારી સભ્ય, શહેર ભાજપ યુવા મોરચામાં પ્રમુખ પદે પુરોહિત મોતિસિંહ મહાદાનસિંહ, ઉપપ્રમુખ પદે પટેલ યકીનકુમાર રોહીતભાઈ, ઉપપ્રમુખ પદે સંઘવી રોનકકુમાર અનિલકુમાર, મહામંત્રી પદે ઠાકોર નરેન્દ્રજી પ્રહલાદજી, મંત્રી પદે મહેતા જયકુમાર અનિલકુમાર, પ્રજાપતિ આકાશકુમાર રમેશભાઈ, સોની પ્રિયંક યશવંતભાઈ, પટેલ દર્શનકુમાર સુરેશભાઈ, કોષાધ્યક્ષમાં પટેલ ઉજન પંકજભાઈ તથા ૧૨ કારોબારી સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે.
તાલુકા ભાજપ પ્રમુખ સતીષભાઈ બી.પટેલ મહામંત્રી મહેશભાઈ આર.પટેલ અને મહેન્દ્રભાઈ એમ.ચૌધરી દ્વારા તાલુકા સંગઠનમાં ૪૫ કારોબારી સભ્યોની યાદી જાહેર કરવામાં આવી છે. જ્યારે તાલુકા ભાજપ મહિલા મોરચામાં પ્રમુખ પદે રશ્મીકાબેન બાબુલાલ પટેલ સુંશી, ઉપપ્રમુખ પદે દરજી તરૂણાબેન જ્યોતિન્દ્રકુમાર કાંસા એન.એ., ઉપપ્રમુખ પદે પટેલ વિણાબેન દિલીપભાઈ, મહામંત્રી પદે પટેલ અંકીતાબેન પિતામ્બરભાઈ કાંસા એન.એ., મંત્રી પદે ચૌધરી રશ્મિકાબેન જયંતિભાઈ ચિત્રોડામોટા, પટેલ હસુમતીબેન ભરતભાઈ સેવાલીયા, પટેલ સોનલબેન દશરથભાઈ બાજીપુરા, ઠાકોર ભારતીબેન પ્રવિણજી કડા, કોષાધ્યક્ષમાં રાવળ રશ્મિકાબેન કરશનભાઈ ગોઠવા તથા ૧૨ કારોબારી સભ્ય, તાલુકા ભાજપ અનુસુચિત જાતી મોરચામાં પ્રમુખ પદે સેનમા કાળુભાઈ મોહનભાઈ પુદગામ, ઉપપ્રમુખ પદે ચાવડા મુકેશભાઈ નારાયણભાઈ ગુંજા, ઉપપ્રમુખ પદે પરમાર કિરણકુમાર રતિલાલ સવાલા, મહામંત્રી પદે પરમાર ઈશ્વરભાઈ પરસોત્તમદાસ પાલડી, મંત્રી પદે પરમાર રાજેષભાઈ તુલશીભાઈ કુવાસણા, સોલંકી બિપીનકુમાર વિઠ્ઠલભાઈ ભાન્ડુ, વણકર લક્ષ્મણભાઈ નાથાભાઈ કડા, લેઉવા પંકજકુમાર રેવાભાઈ કાંસા એન.એ., કોષાધ્યક્ષમાં ચૌહાણ અશ્વિનભાઈ ચંદ્રકાન્તભાઈ વાલમ તથા ૧૨ કારોબારી સભ્ય, તાલુકા ભાજપ બક્ષી મોરચામાં પ્રમુખ પદે ચૌધરી અક્ષયકુમાર રામજીભાઈ ગુંજા, ઉપપ્રમુખ પદે ઠાકોર મુકેશજી લક્ષ્મણજી ધામણવા, ઉપપ્રમુખ પદે ચૌધરી જીગરભાઈ નાગજીભાઈ રંડાલા, મહામંત્રી પદે ઠાકોર કીર્તીકુમાર બાદરજી કંકુપુરા(ગો), મંત્રી પદે નાઈ નવિનભાઈ શાંતિલાલ ઉમતા, ઠાકોર કલ્પેશજી દિવાનજી ઉમતા, વાઘરી નરોત્તમભાઈ કાળુભાઈ ઘાઘરેટ, રબારી સુરેશકુમાર અમરતલાલ કાંસા એન.એ., કોષાધ્યક્ષમાં ચૌધરી પ્રણવ પોપટભાઈ મગરોડા તથા ૧૨ કારોબારી સભ્ય, તાલુકા ભાજપ લઘુમતિ મોરચામાં પ્રમુખ પદે પઠાણ વાજીદઅલી અમાનુલ્લાખાન ગુંજા, ઉપપ્રમુખ પદે ચૌહાણ વાસીમખાન સમશેરખાન ઉમતા, ઉપપ્રમુખ પદે ચૌહાણ હનીફમહંમદ જાનમહંમદ સવાલા, મહામંત્રી પદે પઠાણ આરીફખાન સીરાજખાન ભાલક, મંત્રી પદે કુરેશી જહરમીયાં મુસાખાન ગુંજા, શેખ ગુલાબમીયાં રસુલમીયાં રાલીસણા, પઠાણ આરીફખાન અલીયારખાં ભાલક, શેખ તાહીરભાઈ હૈદરભાઈ ભાલક, કોષાધ્યક્ષમાં પઠાણ ઓવેશખાન નાસીરખાન ગુંજા તથા ૧૨ કારોબારી સભ્ય, તાલુકા ભાજપ યુવા મોરચામાં પ્રમુખ પદે પટેલ કિન્નલ રમેશભાઈ ગણેશપુરા(ત), ઉપપ્રમુખ પદે ઠાકોર કલ્પેશ ઉદાજી થલોટા, ઉપપ્રમુખ પદે પટેલ ચિરાગકુમાર પ્રહલાદભાઈ કાંસા, મહામંત્રી પદે ચૌધરી જનકભાઈ મહાદેવભાઈ ગુંજા, મંત્રી પદે પટેલ નિકુંજ વિનુભાઈ કમાણા, ઠાકોર અજીતસિંહ પોપટજી પુદગામ, પટેલ રવિકકુમાર વિનોદભાઈ કાંસા એન.એ., ચૌધરી અભિ રમેશભાઈ ચિત્રોડામોટા, કોષાધ્યક્ષમાં રામી તેજસકુમાર રાજેશભાઈ ભાલક તથા ૧૨ કારોબારી સભ્ય, વિસનગર તાલુકા કિસાન મોરચામાં પ્રમુખ પદે પટેલ જતિનભાઈ ભરતભાઈ કંસારાકુઈ, ઉપપ્રમુખ પદે પટેલ રાજેશભાઈ મણીલાલ પુરણપુરા, ઉપપ્રમુખ પદે પટેલ વિનોદભાઈ મંગળદાસ રાલીસણા, મહામંત્રી પદે ઠાકોર સંજયજી મલાજી ભાન્ડુ, મંત્રી પદે પટેલ વિનોદભાઈ સોમાભાઈ લક્ષ્મીપુરા(ભા), ચૌધરી મેહુલભાઈ નાથુભાઈ પાલડી, રબારી ઈશ્વરભાઈ નાગજીભાઈ છોગાળા, ચૌધરી જયંતિભાઈ કાનજીભાઈ ખરવડા, કોષાધ્યક્ષમાં પટેલ આકાશ અરવિંદભાઈ તથા ૧૨ કારોબારી સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts