Select Page

હિન્દુ-મુસ્લિમો ચેતો હિજાબ વિવાદ રાજકીય સ્ટન્ટ છે

હિન્દુ-મુસ્લિમો ચેતો હિજાબ વિવાદ રાજકીય સ્ટન્ટ છે

તંત્રી સ્થાનેથી

ભારતને આઝાદી આપી અંગ્રેજો જ્યારે મનદુઃખ સાથે ભારત છોડી રહ્યા હતા ત્યારે તેમણે ભારતના નાગરીકોને ત્રણ જાતની ભેટ આપી હતી. જેમાં એક ડીવાઈડ એન્ડ રૂલ પોલીસી (ભાગલા પાડો અને રાજ કરો) બીજી ચા અને ત્રીજી ડામર. ભારત આઝાદ થયું ત્યારે દેશ ગરીબ હતો. દેશમાં તમામ સ્તરે રાજકારણ છવાયેલું નહતું. લોકોને જીવવાની પડી હતી. તેમાં રાજકારણ ક્યાં કરે? એટલે ડીવાઈડ એન્ડ રૂલ પોલીસી ભારત સધ્ધર થયા પછી લોકો વધુને વધુ રાજકારણમાં આવ્યા પછી અમલમાં આવી છે. ચાના બગીચા ઉપર અંગ્રેજી કંપનીઓનું પ્રભુત્વ હતું આજે પણ છે. ચાનું મોટુ માર્કેટ અખંડ ભારતમાં વ્યાપ વધાર્યો. ભારત પાકિસ્તાન જેવા દેશમાંજ અત્યારે ચા પીવાય છે. બાકી અંગ્રેજી દેશોમાં કોફી વધુ વપરાય છે. પાશ્ચાત્ય દેશોમાં મોટાભાગે સીમેન્ટના રોડ છે. અંગ્રેજો હતા ત્યારથી ભારતમાં ડામરનો રોડમાં ઉપયોગ થતો હતો અને અત્યારે પણ થાય છે. તાજેતરમાં દેશના પાંચ રાજ્યોમાં ચુંટણી આવી છે. ભાજપનો ભગવો દેશમાં લહેરાતો જાય છે. મુસ્લિમ સમાજ પણ ભાજપ તરફ આકર્ષાઈ રહ્યો છે. કોંગ્રેસ ધીરે ધીરે લુપ્ત થતી જાય છે. તેવા સમયે મુસ્લિમોને ભાજપ વિમુખ કરવા માટે કોંગ્રેસ દ્વારા ડીવાઈડ એન્ડ રૂલ પોલીસી અખત્યાર કરવામાં આવી છે. દેશમાં જ્યાં કોંગ્રેસ સમર્પિત સરકાર છે તેવા કર્ણાટક રાજ્યમાં હિજાબ(બુરખો)નો વિવાદ ઊભો કરવામાં આવ્યો છે. કર્ણાટકમાં વર્ષોથી વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને સ્કુલે-કોલેજે જતી હતી. વર્ષો સુધી કોઈ વાંધો ન આવ્યો અને પાંચ રાજ્યોની ચુંટણી સમયે હિજાબ વિવાદ ઊભો કરવામાં આવ્યો છે. યુ.પી.માં ૫૦ સીટો ઉપર મુસ્લિમોનું પ્રભુત્વ છે. ૫૦ સીટોમાં મુસ્લિમોને હિન્દુ વિરુધ્ધ કરવા માટે હિજાબનો કોંગ્રેસ દ્વારા વિવાદ ઊભો કરવામાં આવ્યો છે. હિજાબ વિવાદના કારણે દેશમાં ફરી પાછી હિન્દુ મુસ્લિમો વચ્ચે તંગદીલી ઊભી થઈ છે. જોકે તે લાંબો સમય ટકે તેમ નથી. કોંગ્રેસ સમર્પિત કર્ણાટકમાં ઊડ્ડીપી પક્ષમાં હિજાબનો વિવાદ મુખ્ય બની ગયો છે. આ વિવાદને લઈ ફરીથી પાછા હિન્દુ મુસ્લિમો ક્ષણિક સામસામે આવી ગયા છે. કોંગ્રેસ જે ઈચ્છતી હતી તે થઈ ગયું છે. તે વિવાદને બળ આપવા માટે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય વડા રાજીવ ગાંધીએ હિજાબ પહેરી સ્કુલે આવતી વિદ્યાર્થીનીઓને સમર્થન આપ્યું છે. રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા વાડ્રાએ અખબારી નિવેદન આપ્યુ હતું કે સ્ત્રીઓને શું પહેરવું કે શું ન પહેરવું તે સરકારે જોવાનું નથી. પ્રિયંકાબેન એ ભૂલી ગયા કે આ સ્ત્રીઓ નથી બાલિકાઓ છે. સ્કુલમાં ભણે છે અને સ્કુલમાં સ્કુલડ્રેસ હોય એનો અર્થ એ થાય કે પ્રિયંકા વાડ્રા હિજાબ વિવાદને આગળ વધારવા માગે છે. આ રાજકારણનો એક ભાગ છે. અંગ્રેજોની દેન ડીવાઈડ એન્ડ રૂલ પોલીસીનો ઉપયોગ થઈ રહ્યો છે. મુસ્લિમોથી હિન્દુઓને જુદા કરવાનો પ્રયત્ન છે. હિન્દુ અને મુસ્લિમોની ત્રીજી પેઢી આઝાદી પછી અસ્તિત્વમાં છે. હવે કોમ કોમ વચ્ચેના વિવાદો ભૂલવા જોઈએ. હિન્દુ હોય કે મુસ્લિમ ઓળખ માટે બરાબર છે પણ છેલ્લે ભારતમાં રહેતો ભારતીયજ છે એવું સમજવાનો સમય પાકી ગયો છે. ભારત દેશ પ્રગતિ કરી રહ્યો છે. ભારતની પ્રગતિ પાડોશી દેશ પાકિસ્તાન સહન કરી શકતો નથી તેના ઈશારે હિજાબ વિવાદ ઊભો કરાઈ રહ્યો છે. જેથી ભારતીય નાગરીકોએ સમજવું જોઈએ કે આપણે એક ભૂમિના પુત્રો ભારતીયો છીએ. આપણે નથી હિન્દુ નથી મુસ્લિમ ભારતીય છીએ તેવી સમજણ રખાશે તો ભારત વિશ્વમાં સર્વોપરિ દેશ બની શકશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us