Select Page

વધુ ટ્રેનો શરૂ કરવા વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખો

વધુ ટ્રેનો શરૂ કરવા વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખો

વરેઠા-મહેસાણા બ્રોડગ્રેજ લાઈનમાં

મહેસાણા-તારંગા રેલ્વેના ગેજ પરિવર્તનમાં કરોડો રૂપિયાનો ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા પ્રજાની સુવિધા માટે કરાયો છે. છતા પણ વરેઠા-મહેસાણા ટ્રેનમાં સમય અનુકુળ ન રહેતા ઉપયોગ થતો નથી વરેઠાથી રાજ્યના જુદા જુદા વિસ્તારોને જોડતી ટ્રેનો શરૂ થાય  તો જ આ બ્રોડગ્રેજ લાઈનનો સાચો ઉપયોગ થયો કહેવાશે તેવું નિવૃત પ્રિન્સીપાલ તથા ખેરાલુ નગર શિક્ષણ વિકાસ સમિતીના અધ્યક્ષ પોપટભાઈ બ્રહ્મભટ્ટે જણાવે છે.
પોપટભાઈ બ્રહ્મભટ્ટે વધુમાં જણાવ્યુ હતુ કે આજથી રપ વર્ષ પહેલા મીટર ગેજ લાઈન ઉપર ચાર ટ્રેઈનો દોડતી હતી. પ્રજા રેલ્વે માર્ગનો મોટો ઉપયોગ કરતી હતી. સામાન્ય રીતે પ્રજાને આપવામા આવતી સુવિધાઓ, શિક્ષણ, વાહન વ્યવહાર, આરોગ્ય, પાણી જેવી સગવડોમાં કોઈ વ્યાપારીકરણ હોય નહી. જાહેર જનતાના વિશાળહિતમાં સામાજિક વિકાસ માટે આવી સુવિધાઓ ઉભી કરવામા આવે છે. અંગ્રેજોના સાશન કાળમાં જે સુવિધાઓ પ્રજાને મળતી હતી. તે આઝાદી પછીના વર્ષોમાં તેનો મહત્તમ વિકાસ થવો જોઈએ. પરંતુ આજે જે તે વિભાગોમાં સેવા આપતા મોટા અધિકારી-બાબુઓને સામાન્ય પ્રજાની જરૂરીયાત સમજાતી નથી.
મહેસાણા-વરેઠા રેલ્વેનુ ઈલેક્ટ્રીફિકેશન કરેલુ  છે. વિસનગર, વડનગર, ખેરાલુ અને વરેઠા ખાતે કરોડોના ખર્ચે બાંધકામો કરી મકાનો ઉભા કરાયા છે. છેલ્લા ત્રણ વર્ષથી બનેલા મકાનોમાં માણસોની અવર જવર ન હોવાથી ઘાસચારો ઉગી ગયો છે. જેનો ઉપયોગ થતો નથી. વરેઠા- મહેસાણા બ્રોડગેજ રેલ્વે માર્ગ પર પ્રજાને અનુકુળ રેલ્વે સેવા ગોઠવાય તો વરેઠા-સુરત, વરેઠા- દ્વારકા, વરેઠા-રાજકોટ, વરેઠા-પાટણ, વરેઠા-પાલનપુર રેલ્વે સેવા શરૂ કરી શકાય તેમ છે. હરદ્વાર સાથે વરેઠાને જોડાણ આપી અઠવાડીયામાં ત્રણ વખત રેલ સેવા શરૂ કરી શકાય તેમ છે.
દેશ આઝાદ થયો ત્યારે ભારતની જન સંખ્યા ૩ર કરોડ હતી. આજે એક અબજ ૩ર કરોડ સુધી જન સંખ્યા પહોચી છે. ખાનગી વાહન વ્યવહાર વધ્યો છે. તેની સામે રેલ્વે સેવાઓ અને તેની બ્રાન્ચ લાઈનો ઓછી થઈ છે. અથવાતો બંધ થઈ છે. મહાનગરને ગામડાના ભોગે વધુને વધુ વિકાસનો લાભ મળે છે. વધારાની નવી સેવાઓ માત્ર શહેરો માટે જ ઉભી કરવામા આવે છે. આ દેશની ૭૦% પ્રજા ગામડાઓમા રહે છે. ખેડુતો, પશુપાલકો, શ્રમજીવીઓને શહેરોમાં કોઈ સ્થાન નથી. આઝાદીના ૭પ વર્ષની ઉજવણીમાં ગ્રામ્ય વિસ્તારોને મહોત્સવ ઉજવવા માટે કોઈ પ્રેરણાદાયક સગવડો મળી નથી. શિક્ષણ, આરોગ્ય, પાણી, વાહન વ્યવહારમાં એક ટકો પણ સુવિધા શહેરોના પ્રમાણમાં મળતી નથી. આજે પણ ૧૦૦ વર્ષ જુના ગામડામાં પ્રજાની સુવિધાઓના સ્વપ્ન જોઈ શકતી નથી.
અબજો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા રેલ્વે માર્ગોનો મહત્મ ઉપયોગ થાય તો પ્રજાનો વિકાસ થાય, વરેઠા-મહેસાણા બ્રોડગ્રેજ લાઈનનો મહત્મ ઉપયોગ થઈ શકે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને દરેક નાગરિક પત્ર લખે તે જરૂરી છે. આ વિસ્તારના પનોતાપુત્રને આ બાબતે ધ્યાન દોરવાના વિનમ્ર પ્રયાસ સફળ થશે તો સારુ પરિણામ મળશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts