Select Page

જીવનયોગ નર્સિંગ હોમ સ્ત્રીરોગ તબીબી સંશોધનનુ આદાન પ્રદાન કેન્દ્ર

જીવનયોગ નર્સિંગ હોમ સ્ત્રીરોગ તબીબી સંશોધનનુ આદાન પ્રદાન કેન્દ્ર

એન્ડો ગાયનેક ટ્રેઈલબ્રેઝર કોન્ફરન્સમાં ૧૫૦ ગાયનેક ર્ડાક્ટરોએ ભાગ લીધો

જીવનયોગ નર્સિંગ હોમ સ્ત્રીરોગ તબીબી સંશોધનનુ આદાન પ્રદાન કેન્દ્ર

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ર્ડા.મહેશભાઈ ગાંધીની સેવાઓથી સ્ત્રી રોગની સારવાર માટે વિસનગરનુ જીવનયોગ નર્સિંગ હોમ ઉત્તર ગુજરાતમાં નામના પ્રાપ્ત હોસ્પિટલ બન્યુ છે. સ્ત્રીરોગમાં થયેલા તબીબી સંશોધનોનુ આદાન પ્રદાન થાય તે માટે વિસનગરમાં એન્ડો ગાયનેક ટ્રેઈલબ્રેઝર ૨૦૧૯ નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ વખત ઓડીયો વિડીઓ દ્વારા ૩ડ્ઢ ટેકનોલોજીથી ઓનસ્ક્રીન લાઈવ ઓપરેશન બતાવવામાં આવ્યુ હતુ. જેમાં ઉત્તર ગુજરાત અને મોટા શહેરોના ૧૫૦ ર્ડાક્ટરોએ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.
વિસનગરમાં નૂતન હાઈસ્કુલ પાસે આવેલ સ્ત્રીરોગની સારવાર આપતી જીવનયોગ નર્સિંગહોમના ર્ડા.મહેશભાઈ ગાંધીની તબીબી સેવાઓના કારણે આ હોસ્પિટલે સસ્તી અને સારી તબીબી સેવાઓ આપતી હોસ્પિટલ તરીકે નામના પ્રાપ્ત કરી છે. આ હોસ્પિટલમાં અદ્યતન તબીબી સંશોધીત સાધનોથી સેવાઓ આપવા ઉપરાંત્ત સ્ત્રી રોગના સંશોધનોનુ આદાન પ્રદાન થાય તે માટે દર બે વર્ષે સ્ત્રીરોગના ર્ડાક્ટરોની કોન્ફરન્સ યોજવાના કારણે જીવનયોગ નર્સિંગ હોમ સ્ત્રીરોગ તબીબી સંશોધનનું આદાન પ્રદાન કેન્દ્ર બન્યુ છે. જે વિસનગર માટે ગૌરવની બાબત છે. આ હોસ્પિટલ દ્વારા ર્ડા.મહેશભાઈ ગાંધીના માર્ગદર્શનથી સોનોગ્રાફીની ૨, ફીટલ મેડીસીનની ૧, યુરો ગાયનેકની ૧, એન્ડોસ્કોપી સર્જરીના ૧ તથા વજાયનલ હિસ્ટ્રેકટોમીની ૧ કોન્ફરન્સ કરવામાં આવી છે. ત્યારે આ વર્ષે એન્ડોસ્કોપી એન્ડ લેપ્રોસ્કોપીક સર્જરીને લગતી ૯ મી કોન્ફરન્સ એન્ડો ગાયનેક ટ્રેઈલબ્રેઝર-૨૦૧૯ નું આયોજન તા.૨૪-૧૧-૨૦૧૯ ને રવિવારના રોજ કરવામાં આવ્યુ હતુ.
આ કોન્ફરન્સની વિશેષતા એ હતી કે, જીવનયોગ નર્સિંગ હોમના અદ્યતન તબીબી સાધનોથી સજ્જ બે ઓપરેશન થીયેટરમાં નિષ્ણાંત ૯ ર્ડાક્ટરની ટીમ દ્વારા સ્ત્રીરોગના જટીલમાં જટીલ ગણાતા લગભગ ૧૦ જેટલા ઓપરેશન કરવામાં આવ્યા હતા. જે ઓપરેશનનુ સ્પાન સીનેવનના બે સ્ક્રીન ઉપર ૩ડ્ઢ લાઈવ રીલે કરવામાં આવ્યુ હતુ. સ્પાન સીનેવન થીયેટરમાં લાઈવ ઓપરેશન દેખનાર ગુજરાતના મોટા શહેરોમાં તેમજ ઉત્તર ગુજરાતમાં સ્ત્રીરોગની પ્રેક્ટીસ કરનાર લગભગ ૧૫૦ ર્ડાક્ટરોએ ઓડીયો વીડીઓ દ્વારા લાઈવ ઓપરેશન દરમ્યાન સ્ત્રીરોગને લગતી માહિતીનુ આદાન પ્રદાન કર્યુ હતુ. કોન્ફરન્સમાં હાજર ર્ડાક્ટરોએ જટીલ ઓપરેશનોને લગતી તેમજ સ્ત્રીરોગને લગતી ઘણી માહિતી મેળવી હતી. કોન્ફરન્સની ઓર્ગેનાઈઝર કમિટિના ચેરપરસન જીવનયોગ નર્સિંગ હોમના ર્ડા.મહેશભાઈ ગાંધીએ કોન્ફરન્સ બાબતે જણાવ્યુ હતું કે, કોન્ફરન્સમાં જે નિષ્ણાંત ર્ડાક્ટરોની ટીમ દ્વારા ઓપરેશન કરાયા હતા તેમાં મારા ઉપરાંત્ત ર્ડા.સંજય પટેલ, ર્ડા.દિપક લીંબાચીયા, ર્ડા.જાગૃત જોષી તથા ર્ડા.મૃગેશ પટેલ વિસનગરના વતની છે. જે તમામે જીવનયોગ નર્સિંગ હોમમાંથી કેરીયરની શરૂઆત કરી છે. સવારે ૯-૦૦ થી સાંજના ૬-૦૦ સુધી કોન્ફરન્સ યોજાઈ હતી. જીવનયોગમાં મળતી સારવાર બાબતે જણાવ્યું હતું કે, અમદાવાદ જેવા મોટા શહેરોમાં જે ઓપરેશન રૂા.૬૦,૦૦૦ થી રૂા.૪ લાખમાં થાય છે તે ગર્ભાશયના કેન્સરના ઓપરેશન જીવનયોગમાં રૂા.૪૦,૦૦૦ થી ૫૦,૦૦૦ માં થાય છે. સાદા ઓપરેશન રૂા.૧૦,૦૦૦ આસપાસના ખર્ચમાં થાય છે. ર્ડા.મહેશભાઈ ગાંધીના પ્રયત્નોથી વિસનગર સ્ત્રી રોગ તબીબી સંશોધન કેન્દ્ર બન્યુ છે. જે મેડિકલ હબ વિસનગર માટે ગૌરવની બાબત છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us