આરોગ્યમંત્રીએ મહેસાણા સિવિલ માટે રૂા.૧૮૦ કરોડ મંજુર કર્યા
પૂર્વ નાયબ મુખ્યમંત્રી તથા આરોગ્યમંત્રી નિતીનભાઈ પટેલે વિસનગર સિવિલ માટે રૂા. ૪ કરોડ મંજુર કર્યા ન હોતા
પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ અને વિસનગરના ધારાસભ્ય ઋષિભાઈ પટેલ વચ્ચેનો રાજકીય ખટરાગ ઘણા સમયથી ચાલ્યો આવે છે. ઋષિભાઈ પટેલ પ્રત્યેના અણગમાના કારણે નિતિનભાઈ પટેલ આરોગ્યમંત્રી હતા ત્યારે વિસનગર સિવિલ હોસ્પિટલ ની ઓ.પી.ડી.ના બીજા માળ માટે રૂા. ૪ કરોડ મંજુર કર્યા ન હોતા. જ્યારે અત્યારે આરોગ્ય મંત્રી પદે ઋષિભાઈ પટેલ છે ત્યારે નિતિનભાઈ પટેલ પ્રત્યે કોઈ પણ પ્રકારનો અણગમો રાખ્યા વગર ફક્તને ફક્ત જીલ્લાની પ્રજાના હિતને ધ્યાનમા રાખી મહેસાણા સિવિલ હોસ્પિટલ અદ્યતન બનાવવા માટે રૂા.૧૮૦ કરોડ મંજુર કર્યા છે. સતત અણગમાનો સામનો કરવા છતાં ભેદભાવ અને દ્વેષભાવ વગર વિકાસના કારણે આજે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી સુધી પહોચ્યા છે.
વિસનગર ધારાસભ્ય ઋષિભાઈ પટેલ અને પુર્વ નાયબ મુખ્યમંત્રી તેમજ આરોગ્ય મંત્રી નિતિનભાઈ પટેલ વચ્ચે ઘણા સમયથી ચાલતા ખટરાગથી ભાગ્યેજ કોઈ અજાણ હશે. કોરોનાની બીજી લહેરમાં ઋષિભાઈ પટેલે લોકફાળો કરી વિસનગર સિવિલ હોસ્પિટલમા ઓક્સીજન પ્લાન્ટ બનાવ્યો. જેના લોકાર્પણ પ્રસંગે તત્કાલીન પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, વિસનગર સિવિલ હોસ્પિટલમા મારો જન્મ થયો છે. સિવિલ હોસ્પિટલનુ ઋણ છે. જ્યારે હોસ્પિટલના નવા ઓ.પી.ડી. બીલ્ડીંગના બીજા માળ માટે ૪ વર્ષથી મંજુર થયેલા રૂા. ૪ કરોડ ફાળવતા ન હોતા. સિવિલ હોસ્પિટલમા રોજનુ ૪૦૦ થી ૫૦૦નુ ઓ.પી.ડી. છે. ત્યારે દર્દીઓને સુવિધા મળે તેનો પણ નિતિનભાઈ પટેલે વિચાર કર્યો ન હોતો. સિવિલ હોસ્પિટલ દ્વારા નવા ઓ.પી.ડી.નો બીજા માળ બનાવવા વારંવાર દરખાસ્ત કરવામા આવતી હતી. પરંતુ વિસનગર ધારાસભ્ય ઋષિભાઈ પટેલ પ્રત્યેના અણગમાના કારણે રૂા. ૪ કરોડની મંજુરી આપતા ન હોતા. નિતિનભાઈ પટેલ સરકારના મહત્વના હોદ્દા ઉપર હતા. જેમણે મોટુ મન રાખી ઋષિભાઈ પટેલ પ્રત્યેનો ભેદભાવને ભુલીને વિસનગરના લોકોના હિતને લક્ષમા રાખવુ જોઈતુ હતુ. પરંતુ જ્યારે માનસપટ ઉપર વેરઝેર છવાતો હોય છે ત્યારે લોક હિતનો વિચાર આવતો નથી.
અત્યારે ગુજરાત સરકારમા પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. સતત અણગમાનો અને તિરસ્કારનો ભોગ બનેલ વિસનગરના ધારાસભ્ય ઋષિભાઈ પટેલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રીની જવાબદારી સંભાળી રહ્યા છે ત્યારે મહત્વની બાબત એ છે કે, આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે ધારાસભ્ય નિતિનભાઈ પટેલ પ્રત્યે સહેજ
પણ વેર કે દ્વેષભાવ રાખ્યા વગર ફક્ત ને ફક્ત જીલ્લાના લોકોના હિતને ધ્યાનમા રાખી એક કોર્પોરેટ કક્ષાનુ અદ્યતન હોસ્પિટલ બને તે માટે રૂા.૧૮૦ કરોડ મંજુર કર્યા છે. ભેદભાવ અને દ્વેષભાવ વગરના વિકાસના કારણે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ કેબિનેટ મંત્રી સુધી પહોચ્યા છે.
ભેદભાવ અને દ્વેષભાવ વગરના વિકાસના કારણે આજે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ કેબિનેટ મંત્રી સુધી પહોચ્યા છે