Select Page

વિસનગર બ્લડ બેંકમાં રૂા.૫૦૦ ડિપોઝીટ લેવાશે

વિસનગર બ્લડ બેંકમાં રૂા.૫૦૦ ડિપોઝીટ લેવાશે

બ્લડ રીપ્લેશમેન્ટનો રેશીયો ૨૦ થી ૨૫ ટકા જેટલો

વિસનગર વોલન્ટરી બ્લડ બેંકનો વિકાસ થતા બ્લડની માંગમાં વધારો થયો છે. જ્યારે બ્લડ બેગ ડોનેશનની સામે રીપ્લેશમેન્ટ ખુબજ ઓછા પ્રમાણમાં થઈ રહ્યુ છે. લોકો બ્લડ બેંકમાંથી જે પ્રમાણે બ્લડ લઈ જાય છે તે પ્રમાણે ૨૦ થી ૨૫ ટકા પણ રીપ્લેશ આવતુ નથી. જેથી હવે બ્લડ બેંક દ્વારા રૂા.૫૦૦/- ડીપોઝીટની શરૂઆત કરવામાં આવી છે. બ્લડ બેંકમાં બ્લડ રીપ્લેશ કરનારને ડીપોઝીટની રકમ પરત કરવામાં આવશે.
રાજુભાઈ પટેલ આર.કે. એ વિસનગર વોલન્ટરી બ્લડ બેંકનો વહિવટ સંભાળ્યા બાદ કમ્પોનેન્ટ સેન્ટર શરૂ કરવામાં આવ્યુ છે. જેના કારણે પ્લાઝમાં લેવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે. વિસનગર પંથક ઉપરાંત્ત વડનગર, ખેરાલુ, સતલાસણા, અંબાજી, ઉંઝા, વિજાપુર અને ક્યારેક તો હિમ્મતનગરથી બ્લડ લેવા માટે આવે છે. રાજુભાઈ પટેલ, સ્વસ્તિક મિત્ર મંડળ અને કોપરસીટી મરચન્ટ એસો.ના સહયોગથી બ્લડ બેંકમાં સતત દાન મળતુ રહે છે. વોલન્ટરી બ્લડ બેંકનુ સંચાલન લીધા બાદ રાજુભાઈ પટેલ અને ટ્રસ્ટીઓનો એકજ ધ્યેય છેકે લોકોને ઓછામાં ઓછા ચાર્જમાં બ્લડ મળી રહે.
સમાજ સેવાની ભાવનાના કારણે અગાઉ દિવસમાં ૪ થી ૫ બોટલની જાવક હતી ત્યારે અત્યારે ૧૮ થી ૨૦ બોટલની જાવક છે. દર્દિઓને આસાનીથી બ્લડ મળી રહે તે માટે સતત રક્તદાન કેમ્પ કરવામાં આવી રહ્યા છે. રક્તદાતાને આકર્ષક ભેટ તથા અન્ય વ્યવસ્થાના કારણે રક્તદાન કેમ્પનો ખર્ચ ગણો થાય છે. રક્તદાન કેમ્પ કરવા છતા પણ ઘણી વખત બ્લડ બેંકમાં રક્તની શોર્ટેજ ઉભી થાય છે. લોકો જે પ્રમાણે લોહીની બેગ લઈ જાય છે તે પ્રમાણે બ્લડ બેંકમાં જમા કરાવતા નથી. બ્લડ લેવા આવનારને બ્લડ જમા કરાવવા સુચના આપવામાં આવે છે. પરંતુ કામ પતી ગયા બાદ કોઈ પાછુ વળીને આવતુ નથી. અત્યારે બ્લડ બેગની જાવકના પ્રમાણમાં ૨૦ થી ૨૫ ટકા પણ રીપ્લેશ આવતુ નથી.
લોહી વસ્તુ એવી છે કે જે માનવીના શરીરમાંજ બને છે. કોઈ ફેક્ટરીમાં બનતુ નથી કે અન્ય કોઈ રીતે બનાવી શકાતુ નથી. બ્લડ બેંકમાંથી બ્લડ લઈ જનાર બ્લડ બેંકમાં બ્લડ જમા કરાવવા પ્રેરાય તે માટે હવે બ્લડની એક બોટલ ઉપર રૂા.૫૦૦/- ડીપોઝીટ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બ્લડ બેંકમાં બ્લડ જમા આપ્યા બાદ તેની પ્રોશેશ કરવાના ખર્ચ પેટે રૂા.૯૫૦/- લેવામાં આવે છે. હવે ડીપોઝીટ સાથે રૂા.૧૪૫૦/- લેવામાં આવશે. બ્લડ લઈ જનાર બ્લડ રીપ્લેશ કરાવશે ત્યારે ડીપોઝીટના રૂા.૫૦૦ પરત આપવામાં આવશે. બ્લડ બેંકના પ્રમુખ રાજુભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા સરાહનીય નિર્ણય કરવામાં આવ્યો છે. ડીપોઝીટના કારણે બ્લડ જમા કરાવવા પ્રેરાશે. બ્લડ જમા નહી કરાવે તો એકઠી થયેલ ડીપોઝીટના ફંડમાંથી રક્તદાન કેમ્પનો ખર્ચ કરી શકાશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us