Select Page

વિસનગરમાં જુની મામલતદાર ઓફીસ કંમ્પાઉન્ડમાઅર્બન હેલ્થ સેન્ટરની જગ્યાની મંજુરીમાં તંત્ર નિષ્ક્રીય

વિસનગરમાં જુની મામલતદાર ઓફીસ કંમ્પાઉન્ડમાઅર્બન હેલ્થ સેન્ટરની જગ્યાની મંજુરીમાં તંત્ર નિષ્ક્રીય

વિસનગર ગામતળ વિસ્તારમા અર્બન હેલ્થ સેન્ટર બને તો લોકોને નજીકમા તબીબી સેવાઓ મળી રહે તેમ છે. જુની મામલતદાર ઓફીસ કમ્પાઉન્ડમા અત્યારે બંધ મકાનો ધુળ ખાઈ રહ્યા છે. અર્બન હેલ્થ સેન્ટરની જગ્યા માટે ઘણા સમયથી માગણી છે. પરંતુ કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલ ફાઈલ હાથ ઉપર નહી લેતા જીલ્લાના અધિકારીઓ નિષ્ક્રિયતા દાખવી રહ્યા છે.
કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલમુદ્દો હાથ ઉપર લેતા નથી અને અધિકારીઓ ગાંઠતા નથી
વિસનગરના ધારાસભ્ય ઋષિભાઈ પટેલ કેબિનેટ મંત્રી બન્યા બાદ ખરેખરતો તેમના આંખના ઈશારે વિવિધ પડતર પ્રશ્નોનુ નિરાકરણ થવુ જોઈએ. પરંતુ કેમ જાણે અધિકારીઓ ગણકારતાજ નથી. ગામતળમા જુની મામલતદાર ઓફીસ દરબાર કંમ્પાઉન્ડની આસપાસ સ્લમ વિસ્તાર આવેલો છે. જરૂરીયાતમંદ લોકોને નજીકમા તબીબી સેવાઓ મળી રહે તે માટે જુની મામલતદાર ઓફીસ કે જુની કોર્ટ બિલ્ડીંગની જગ્યા અર્બન હેલ્થ સેન્ટર માટે ફળવાય તે માટે છેલ્લા ચાર વર્ષથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અર્બન હેલ્થ સેન્ટરની જગ્યા માટે પાલિકામાં તા.૨૭-૭-૨૦૨૦ની જનરલ સભામા ઠરાવ કરી જીલ્લા કલેક્ટરને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તા.૨-૨-૨૦૨૧ની તારીખથી ડીસ્ટ્રીક્ટ અર્બન હેલ્થ યુનિટ દ્વારા પાંચ થી છ રૂમની જરૂરીયાત માટે ૫૦૦ થી ૬૦૦ સ્કવેર મીટરની જગ્યાની મંજુરી માટે જુની મામલતદાર કચેરી કમ્પાઉન્ડના જર્જરીત બીન ઉપયોગી મકાનવાળી જગ્યા ફાળવવા માર્ગ મકાન વિભાગને ભલામણ કરી હતી. ત્યારબાદ તા.૩-૩-૨૦૨૧ની તારીખના પત્રથી મહેસાણા માર્ગ મકાન વિભાગના કાર્યપાલ ઈજનેરે નિવાસી અધિક કલેક્ટરને જગ્યા ફાળવવા જાણ કરી હતી. આ ઉપરાંત તા.૨૫-૨-૨૦૨૨ના રોજ ડીસ્ટ્રીક્ટ અર્બન હેલ્થ યુનિટે જીલ્લા કલેક્ટરને અબુન હેલ્થ સેન્ટરની જમીન સંપાદન કરવા જાણ કરી હતી.
મહત્વની બાબત છે કે, દરબાર કંપાઉન્ડમા જુની સીટી સર્વેવાળી જગ્યામા સંપ તથા ઓવરહેડ ટાંકી માટે કલેક્ટરે જગ્યા સંપાદન કરી પાલિકાને કબજો સોંપ્યો હતો. આ પહેલા અર્બન હેલ્થ સેન્ટર માટે જગ્યાની માગણી કરવામાં આવી હતી. પરંતુ પાછળથી માગણી કરવામાં આવેલ સંપ અને ઓવરહેડ ટાંકની જગ્યા પ્રથમ ફળવાય પરંતુ અર્બન હેલ્થ સેન્ટર માટે જગ્યા ફાળવવામાં આવતી નથી. અત્યારે નૂતન હાઈસ્કુલની બાજુમા અર્બન હેલ્થ સેન્ટર ભાડાના મકાનમાં કાર્યરત છે. ગામતળના લોકોને આ સ્થળ દુર પડે છે. ગામતળના વિસ્તારમા જો અર્બન હેલ્થ સેન્ટર બનાવવામાં આવે તો આ વિસ્તારનો લોકોને નજીકમાં સરકારી તબીબી સેવાઓ મળી રહે તેમ છે. હવે છેલ્લે તા.૧૭-૬-૨૦૨૩ના પત્રથી માર્ગ મકાન પેટા વિભાગ ઓફીસ વિસ્તાર દ્વારા જુની મામલતદાર કચેરીવાળી જગ્યા અર્બન હેલ્થ સેન્ટર માટે ફાળવી આપવામા આવે તો કોઈ વાધો નહી હોવાની માર્ગ મકાન વિભાગ મહેસાણાને જાણ કરવામા આવી છે. આમ છેલ્લા ચાર વર્ષથી અર્બન હેલ્થ સેન્ટરની જગ્યાની ફાઈલ ટલ્લે ચડી છે. પહેલા પરિસ્થિતિ એવી હતી કે, ઋષિભાઈ પટેલ ફક્ત ધારાસભ્ય તરીકે હતા ત્યારે વિકાસ કામની ફાઈલો આગળ નહી વધતા કોઈના ઈશારાથી વિકાસ કામ થવા દેવામા નહી આવતો હોવાનુ કહેવાતુ હતુ. હવે તો ઋષિભાઈ પટેલ સરકારમા બીજા નંબરનુ સ્થાન ધરાવતા કેબિનેટ મંત્રી છે. ત્યારે તેમના મત વિસ્તારના કામો આંખના ઈશારે આગળ વધવા જોઈએ. ત્યારે હજુ પણ અધિકારીઓ ગાંઠતા નહી હોવાથી અર્બન હેલ્થ સેન્ટરની ફાઈલ ટલ્લે ચડી છે. ત્યારે હવે કોનો વાંક કાઢવો?

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts