Select Page

નવરાત્રી મહોત્સવમાં ૨૨ કમિટીના ૧૮૨ સભ્યો તૈનાત

આરોગ્ય વિભાગની ગાઈડલાઈન પ્રમાણે ર્ડાક્ટર ટીમ તૈયાર રહેશે

  • રૂા.૨૫૦ નુ દાન આપી પાસ લેવા ખેલૈયાઓનો ઘસારો
  • ૪ દિવસ કલાકારો રંગ જમાવશે

તા.૧૮-૧૦-૨૩ પ્રકાશ બારોટ અને અમિતા લીંબાચીયા
તા.૧૯-૧૦-૨૩ નિકુલ બારોટ અને રેખા પ્રજાપતિ
તા.૨૦-૧૦-૨૩ પ્રકાશ બારોટ અને અમિતા લીંબાચીયા
તા.૨૧-૧૦-૨૩ સાવન બારોટ અને પૂજા પ્રજાપતિ

બ્લડ બેંકના લાભાર્થી કોપરસીટી ગરબા મહોત્સવ માટે અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. ખેલૈયાઓ અને દર્શકોને કોઈ પણ જાતની તકલીફ પડે નહી તે માટે ૨૨ કમિટી બનાવવામાં આવી છે. જેમાં મુખ્ય કન્વીનર સહિતના ૧૮૨ સભ્યો તૈનાત રહેશે. યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સા વધતા ગ્રાઉન્ડ ઉપર કોઈ અનિચ્છનિય બનાવ બને નહી તે માટે ર્ડાક્ટરની ટીમ પણ હાજર રહેશે. વિશાલ પાર્ટી પ્લોટમાં કમિટી મેમ્બરોને માર્ગદર્શન આપતો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં સ્વૈચ્છીક જવાબદારી સ્વિકારનાર સભ્યોએ હાજરી આપી હતી.
વિસનગર વોલન્ટરી બ્લડ બેંકના લાભાર્થે કાંસા એન.એ.માં આવેલ વિશાલ પાર્ટી પ્લોટમાં ચોથુ નોરતુ તા.૧૮-૧૦ થી સાતમુ નોરતુ તા.૨૧-૧૦ સુધી ચાર દિવસ કોપરસીટી ગરબા નાઈટ નવરાત્રી મહોત્સવનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. બ્લડ બેંકને મદદ કરવાની ભાવના ધરાવતા દાતાઓ અને ખેલૈયાઓમાં એટલો ઉત્સાહ છેકે રૂા.૨૫૦ નુ દાન આપી પ્રવેશ પાસ લેવા માટે ભારે ઘસારો થઈ રહ્યો છે. ગરબા મહોત્સવમાં ભાગ લેનાર કોઈને પણ કોઈ પણ જાતની તકલીફ પડે નહી તે માટે ખુબજ જીણવટભર્યુ આયોજન કરવામાં આવ્યુ છે. મુખ્ય આયોજન, પાસ વિતરણ, સ્ટેજ કમિટી, સ્વાગત સન્માન, પાર્કિંગ, પાણી વ્યવસ્થા, નાસ્તા વ્યવસ્થા, ઈનામ વિતરણ, ગરબા ગ્રાઉન્ડ, ગેટ પાસ વિતરણ, સુપરવિઝન રોટરી ટીમ, મેડિકલ ટ્રીટમેન્ટ, જજ કમિટી જેવી કુલ ૨૨ કમિટી મેમ્બરોને જવાબદારી સોપવામાં આવી છે. જેમાં દરેક કમિટીના મુખ્ય કન્વીનર સાથે કુલ ૧૮૨ જેટલા સભ્યો વ્યવસ્થાની સંભાળ રાખશે. આરોગ્ય વિભાગ દ્વારા ગરબા આયોજન સ્થળે મેડિકલ ટીમ રાખવા ગાઈડ લાઈન આપવામાં આવી છે. જે અંતર્ગત કોપરસીટી નવરાત્રી મહોત્સવમાં ર્ડા.મહેન્દ્રભાઈ પટેલ તથા ઉત્કર્ષ હોસ્પિટલ સ્ટાફ, ર્ડા.પરષોત્તમભાઈ એમ.પટેલ, ર્ડા.ચીરાગભાઈ બી.પટેલ તથા ર્ડા.વીરલભાઈ એન.પટેલને જવાબદારી સોપવામાં આવી છે.
કુલ ૨૨ કમિટીઓમાંથી દરેક કમિટીમાં કોને જવાબદારી સોપવામાં આવી છે અને કમિટીના સભ્યોએ કંઈ કામગીરી કરવાની રહેશે તેની માહિતી પટેલ કીર્તિભાઈ કલાનિકેતને આપી હતી. તા.૭-૧૦-૨૦૨૩ ને શનિવારના રોજ સાંજે ૬-૦૦ કલાકે વિશાલ પાર્ટી પ્લોટમાં યોજાયેલ માર્ગદર્શન કાર્યક્રમમાં મોટાભાગના સભ્યોએ હાજરી આપી હતી.
દાતાઓના અભૂતપૂર્વ પ્રતિસાદથી જાહેરાન દાન લેવાનુ બંધ કરાયુ છે. બ્લડ બેંકના લાભાર્થે નવરાત્રી મહોત્સવમાં દાતાઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. જાહેરાત માટેની જગ્યા નહી હોવાથી જાહેરાત દાન લેવાનુ બંધ કરાયુ છે. પટેલ કીર્તિભાઈ કલાનિકેતને પાસ મેળવીને દાન આપવા તથા સીધુ દાન આપવા દાતાઓને વિનંતી કરી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us